ધ્રુવ ભટ્ટ

ગુજરાતી લેખક

ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે.

ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ
ધ્રુવ ભટ્ટ
ધ્રુવ ભટ્ટ
જન્મધ્રુવ પ્રબોધરાય ભટ્ટ
૮ મે, ૧૯૪૭
નીંગાળા, ભાવનગર
રાષ્ટ્રીયતાભારતીય
લેખન પ્રકારનવલકથા, ગીત
નોંધપાત્ર સર્જનોસમુદ્રાન્તિકે (૧૯૯૩), તત્વમસિ (૧૯૯૮), કર્ણલોક (૨૦૦૫), અકૂપાર (૨૦૧૧)
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર
૨૦૦૨
જીવનસાથીદિવ્યા ભટ્ટ
સંતાનોદેવવ્રત (પુત્ર)
શિવાની (પુત્રી)

જીવન ફેરફાર કરો

ધ્રુવ ભટ્ટનો જન્મ ૮ મે, ૧૯૪૭[૧]ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો. તેમનો અભ્યાસ વિવિધ જગ્યાએ થયો. તેઓએ જાફરાબાદમાં ૧ થી ૪ ધોરણ અને કેશોદમાંથી મેટ્રિકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે વાણિજ્યમાં બીજા વર્ષ સુધીના અભ્યાસ બાદ વધુ અભ્યાસ પડતો મૂક્યો હતો.[૨] ૧૯૭૨માં તેઓ ગુજરાત મશીન મેન્યુફેક્ચરર્સના સેલ્સ સુપરવાઈઝર તરીકે જોડાયા.[૩] તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને લખવાનું શરૂ કર્યું. તેમણે દિવ્યા ભટ્ટ સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર દેવવ્રતનો ૧૯૭૬માં અને તેમની પુત્રી શિવાનીનો ૧૯૮૦માં જન્મ થયો હતો.

સર્જન ફેરફાર કરો

તેમની પ્રથમ નવલકથા અગ્નિકન્યા ૧૯૮૮માં પ્રકાશિત થઇ હતી, જે મહાભારત પર આધારિત હતી. ખોવાયેલું નગર તેમનું બાળકો માટેનું પુસ્તક છે, જે ૧૯૮૦માં પ્રકાશિત થયું હતું.[૩]

ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે.[૪] તેમને તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે (૧૯૯૩) અને તત્ત્વમસિ (૧૯૯૮) માટે ખ્યાતિ મળી. તેમની અન્ય નવલકથાઓ અતરાપી (૨૦૦૧), કર્ણલોક (૨૦૦૫), અકૂપાર (૨૦૧૧), લવલી પાન હાઉસ (૨૦૧૨) અને તિમિરપંથી (૨૦૧૫) છે. ગાય તેના ગીત (૨૦૦૩) અને શ્રુનવંતુ તેમનો કવિતા સંગ્રહ છે.

સમુદ્રાન્તિકે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની એક નવલકથા છે. તેમણે ગોપીનાથથી મહુવા, જાફરાબાદ, દીવ અને સોમનાથ થઈને દ્વારકાની યાત્રા કરી અને તેમણે આ અનુભવ આત્મકથાનક નવલકથા તરીકે પ્રદર્શિત કર્યો.[૩] આ નવલકથા અંગ્રેજીમાં વિનોદ મેઘાણીએ ૨૦૦૧માં ઓસનસાઈડ બ્લૂઝ તરીકે અનુવાદિત કરી હતી.

તત્ત્વમસી નર્મદા નદીના કાંઠે આવેલા એક આદિવાસી ગામમાં કાર્યરત નાયક પર કેન્દ્રિત છે.[૩]

પુસ્તકો ફેરફાર કરો

પુસ્તક વર્ષ પ્રકાશક પુરસ્કાર/નોંધ
ખોવાયેલું નગર ૧૯૮૪ બાળ સાહિત્ય
અગ્નિકન્યા ૧૯૮૮ હર્ષ પ્રકાશન
સમુદ્રાન્તિકે ૧૯૯૩ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
તત્વમસિ ૧૯૯૮ સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૦૨)
અતરાપી ૨૦૦૧ ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર
ગાય તેનાં ગીત ૨૦૦૩ કાવ્ય સંગ્રહ
કર્ણલોક ૨૦૦૫ ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર
અકૂપાર ૨૦૧૧ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
લવલી પાન હાઉસ ૨૦૧૨
તિમિરપંથી ૨૦૧૫ ન્યૂઝહન્ટ / WBG પબ્લિકેશન
શ્રુનવંતુ કાવ્ય સંગ્રહ
ન ઈતિ.. ૨૦૧૮ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

અન્ય ફેરફાર કરો

તેમના પુસ્તક અકૂપાર પરથી એ જ નામનું નાટક અદિતિ દેસાઈના દિગ્દર્શનમાં બનાવવામાં આવ્યું છે.[૫] આ નાટકને ટ્રાન્સમીડિયા અવોર્ડ સમારંભ ૨૦૧૩માં બે પુરસ્કારો મળ્યા હતા. તેમના પુસ્તક તત્વમસિ પરથી ગુજરાતી ચલચિત્ર રેવા ૨૦૧૮માં રજૂ થયું હતું.[૬]

પુરસ્કારો ફેરફાર કરો

તેમની નવલકથા તત્વમસિ માટે તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર[૭] અને ૧૯૯૮-૯૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ૨૦૦૫માં તેમને દર્શક ફાઉન્ડેશન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગાય તેના ગીત માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અતરાપી અને કર્ણલોક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Dhruv Bhatt". www.e-shabda.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2015-10-01 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૭.
  2. "Son and sea not fill in Bucket". દિવ્ય ભાસ્કર.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ પ્રસાદ બ્રહ્મભટ્ટ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ ૨૦૭–૨૦૮. ISBN 978-93-5108-247-7.
  4. ત્રિવેદી, નંદિની. "પ્રેમ જેવા ગહન વિષય પર બોલવા જેટલી સમજ મારામાં નથીઃ ધ્રુવ ભટ્ટ". મુંબઇ સમાચાર. મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  5. "Akoopar". Mumbai Theatre Guide. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫.
  6. "It was a delight to adapt Tatvamasi into Reva: Rahul Bhole and Vinit Kanojia - Times of India". The Times of India. મેળવેલ ૧૭ મે ૨૦૧૮.
  7. "AKADEMI AWARDS (1955-2014)". Sahitya Akademi. મૂળ માંથી 4 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 30 September 2015.

બાહ્ય કડીઓ ફેરફાર કરો