નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા ‍(૩ સપ્ટેમ્બર ૧૮૫૯ - ૧૪ જાન્યુઆરી ૧૯૩૭) ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી હતા.

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૮૫૯ના રોજ ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ પૂર્ણ થયું. ૧૮૮૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં[૧]. તેઓ ૧૮૮૪માં ખેડામાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિયુક્તિ પામ્યા હતા. થોડોક સમય ઍક્ટિંગ કલેકટર અને બાકીનો સમય આસિસ્ટન્ટ કલેકટર તરીકે નોકરી કરી[૧]. ૧૯૧૨માં નિવૃત્તિવય પહેલાં જ તેમણે નિવૃત્ત સ્વીકારી લીધી હતી. ૧૯૧૫માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા[૧]. ૧૯૨૪માં રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો ચૂંટાયા. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક પણ રહી ચુક્યા હતા.

તેઓ ગુજરાતી સાહિત્યકાર ભોળાનાથ દિવેટિયાના પુત્ર[૨] અને લેખિકા વિદ્યાગૌરી નીલકંઠના મામા હતા.[૩]

૧૯૩૭ની ઉત્તરાયણના દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરી ૧૯૩૭ના રોજ તેમનું અવસાન થયું હતું[૧].

સર્જન ફેરફાર કરો

તેમણે જ્ઞાનબાલ, દૂરબીન, નરકેસરી, પથિક, મુસાફર, વનવિહારી, શંભુનાથ વગેરે જેવા ઉપનામોથી સર્જન કર્યું હતું. દક્ષિણ ભારતનાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગરકિનારાએ તથા પહાડી પ્રકૃતિની શોભાએ એમના સર્જકચિત્તને ખાસું એવું પ્રભાવિત કર્યું હતું. આવી જ રીતે હૈદરાબાદ (સિંધ)ના વસવાટને કારણે તેમને બોલીઓનો ખ્યાલ આવ્યો હતો. મંગળ મંદિર ખોલો તેમની અત્યંત જાણીતી કવિતા છે.[૧][૨]

કાવ્યસંગ્રહ ફેરફાર કરો

  • કુસુમમાળા (૧૮૮૭)
  • હૃદયવીણા (૧૮૯૩)
  • સર્જતરાયની સુષુપ્તિ (૧૯૧૨)
  • નૂપુરઝંકાર (૧૯૧૪)
  • સ્મરણસંહિતા (૧૯૧૫)
  • બુદ્ધચરિત (૧૯૩૪), ચિત્રવિલોપન (ખંડકાવ્ય)

વિવેચન ફેરફાર કરો

  • મનોમુકુર (ચાર ભાગો) (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮)
  • અભિનયકલા (૧૯૩૦)
  • કવિતાવિચાર (૧૯૬૯)

અન્ય ફેરફાર કરો

  • જોડણી વિશે નિબંધ (૧૮૮૮)
  • સ્મરણમુકુર (૧૯૨૬) - રેખાચિત્રો
  • વિવર્તલીલા (૧૯૩૩) - નિબંધ

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "સવિશેષ પરિચય: નરસિંહરાવ દિવેટિયા". ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૩.
  2. ૨.૦ ૨.૧ Amaresh Datta (૧૯૮૮). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૧૦૫૨. ISBN 978-81-260-1194-0.
  3. "મળો, ગુજરાતનાં સર્વપ્રથમ મહિલા ગ્રેજ્યુએટને... (ટેક ઓફ)". ૨૭ મે ૨૦૧૫. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]

પૂરક વાચન ફેરફાર કરો

  • બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૦૩). કાવ્યસરિતા. પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.
  • ત્રિવેદી, રમેશ (૧૯૯૪). અવાર્ચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. આદર્શ પ્રકાશન, અમદાવાદ.
  • ત્રિવેદી, રમેશ (૨૦૦૫). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. આદર્શ પ્રકાશન, અમદાવાદ.

બાહ્ય કડીઓ ફેરફાર કરો