નવાપુર શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જિલ્લાના નવાપુર તાલુકાનું વહીવટી મુખ્ય મથક છે.

નવાપુર ગુજરાત રાજ્યના સુરતથી ભુસાવળ રેલ્વે માર્ગ પર આવેલું રેલ્વે સ્ટેશન છે. આ ઉપરાંત અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પસાર થતો હોવાને કારણે અન્ય સ્થળો પર જવા માટે વાહનવ્યવહાર સરળતાથી ઉપલબ્ધ થાય છે. અહીંથી પિંપલનેર તેમ જ આહવા જવા માટે પણ સડક માર્ગની સવલત પ્રાપ્ય છે.


નવાપુર ખાતે બાલમંદિરથી લઇને મહાવિદ્યાલય સુધીના શિક્ષણ માટેની વિવિધ સંસ્થાઓ આવેલી છે.

નવાપુર શહેર રંગાવલી નદીને કિનારે વસેલું છે.