નસવાડી

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

નસવાડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

નસવાડી
—  નગર  —
નસવાડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°02′42″N 73°43′54″E / 22.045132°N 73.731604°E / 22.045132; 73.731604
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
તાલુકો નસવાડી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, તુવર , શાકભાજી

ઇતિહાસ ફેરફાર કરો

આઝાદી પહેલા નસવાડી સોલંકી વંશના રાજપૂતોના હેઠળનું રજવાડું હતું. તેનો વિસ્તાર ૫૧ ચોરસ કિમી હતો.[૧] નસવાડી વડોદરાના ગાયકવાડી શાસન હેઠળ આવતું ખંડણી ભરતું રજવાડું હતું.

ભૂગોળ ફેરફાર કરો

નસવાડી નગર વડોદરાથી ૭૧ કિમી અને રાજ્યના મુખ્ય મથક ગાંધીનગરથી ૧૭૩ કિમીના અંતરે આવેલું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Nasvadi Princely State". મૂળ માંથી 2012-02-29 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-21.