નાની રાયણ (તા. માંડવી)
નાની રાયણ (તા. માંડવી) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
નાની રાયણ (તા. માંડવી) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 22°52′11″N 69°21′24″E / 22.869829°N 69.356668°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
નાની રાયણ ગામમાં વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન સહિત સંશોધન દરમિયાન આશરે ૧૫૦૦-૧૮૦૦ વર્ષ જુના અવશેષો મળી આવ્યા હતા. માનવામા આવે છે કે આ અવશેષો મૈત્રક અને ગુપ્તકાળના છે. ઉત્ખનનના ઉપરના ભાગમાં કાચી ઈંટનું બાંધકામ તેમજ તેના નીચેના થરમાં ૩ મીટર સુધી ઊંડે ઉત્ખનન કરતાં માટીના ઠીકરા, શંખ, હાડકાં, કોડી વગેરે વસ્તુઓ સાથે ૪.૫ મીટર લાંબી ટાંકી પણ મળી આવી છે.[૨][૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર માંડવી તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત.
- ↑ "નાની રાયણ ગામે મૈત્રક અને ગુપ્તકાળના અવશેષો મળ્યા". www.kutchmitradaily.com. મેળવેલ 2020-02-13.
- ↑ શાહ, રોનક (2019-02-24). "MSUની ટીમે નાની રાયણમાંથી 5મી સદીના અવશેષો શોધ્યા". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2020-02-13.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |