પરાવર્તિત ટેલીસ્કોપ અથવા ન્યુટોનિયન ટેલીસ્કોપ એ બ્રિટિશ વૈજ્ઞાનિક આઇઝેક ન્યુટન (૧૬૪૨-૧૭૨૭) દ્વારા શોધાયેલ ટેલીસ્કોપનો પ્રકાર છે, જે વળાંકવાળા અરીસાને પ્રાથમિક અરીસા તરીકે અને સપાટ અરીસાને દ્વિતિય અરીસા તરીકે વાપરે છે. ન્યુટને આ ટેલીસ્કોપ ૧૬૬૮માં તૈયાર કર્યું હતું અને તે સૌ પ્રથમ કાર્યરત પરાવર્તિત ટેલીસ્કોપ ગણાય છે.[] ન્યુટોનિયન ટેલીસ્કોપની સરળ રચનાને કારણે તે શોખીન આકાશશાસ્ત્રીઓમાં લોકપ્રિય છે.[]

ન્યૂટોનિયન ટેલીસ્કોપ