પાંડવ ગુફા, ડાંગ
પાંડવ ગુફા ભારત દેશના ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં પહાડી વિસ્તારોમાં ડુંગરોની હા૨માળા વચ્ચેની એક ખાઈના ભાગમાં આવેલ એક સ્થળ છે, જે પાંડવા ગામની પૂર્વ દિશામાં જંગલ વિસ્તારમાં છે. આ પાંડવ ગુફા ઉપ૨થી આ ગામનું નામ પાંડવા પડેલ હોવાની સ્થાનિક લોક વાયકા છે.[૧]
પાંડવ ગુફા | |
---|---|
સ્થાન | પાંડવા, ડાંગ જિલ્લો, ગુજરાત |
ડાંગ જિલ્લાનો જંગલ વિસ્તાર પૌરાણિક કાળથી વૈદિક સંસ્કૃતિમાં દંડકા૨ણ્યના જંગલ તરીકે પ્રસિઘ્ધ છે. આ દંડકા૨ણ્યમાં મહાભારતની સંસ્કૃતિના સમયમાં પાંડવો આ ગુફા બનાવી તેમાં તેઓનાં અ૨ણ્યવાસ દ૨મ્યાન ૨હયા હતા તેવી દંતકથા છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી ૨૧ કિ.મી. જેટલા અંતરે આવેલ પાંડવા ગામથી જંગલ વિસ્તા૨માં ડુંગર ઉપ૨ ૩ કિ.મી. આગળ જતા પાંડવ ગુફા આવેલ છે. આ સ્થળે પહોંચવા માટે આહવાથી ચિંચલી માર્ગ દ્વારા જઈ શકાય છે.
આ સ્થળની મુલાકાતે કોઈપણ અનુકુળ સમયે જઈ શકાય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં જવામાં વિશેષ સાવચેતી રાખવી હિતાવહ છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આહવા તાલુકા પંચાયત | તાલુકા વિષે | જોવાલાયક સ્થળ | પાંડવ ગુફા". dangdp.gujarat.gov.in. મૂળ માંથી 2015-10-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-31.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |