પારડી તાલુકો

ગુજરાતના વલસાડ જિલ્લાનો તાલુકો

પારડી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીનો એક એવો મહત્વનો તાલુકો છે. પારડી આ તાલુકાનું મુખ્ય મથક છે.

પારડી તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોવલસાડ
મુખ્યમથકપારડી
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૮૫૩૯૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વેબસાઇટvalsaddp.gujarat.gov.in/gu/taluka/Pardi/home

પાર નદી, કોલક નદી અને દમણગંગા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. આ તાલુકાના મુખ્ય મથક પારડી ખાતેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ તેમ જ અમદાવાદ અને મુંબઈને જોડતી રેલવેલાઈન પસાર થતી હોવાને કારણે ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં જોવા મળે છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તા. ૯ સપ્ટેબર ર૦૧૩નાં જાહેરનામા અનુસાર પારડી તાલુકાના ૮૧ ગામોમાંથી ર૮ ગામોને છુટા પાડીને વાપી તાલુકો રચવામાં આવતાં[૧] પારડી તાલુકાનાં કુલ ગામોની સંખ્યા ૫૩ની થઈ. આ જ રીતે વર્ષ ર૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર તત્કાલિન પારડી તાલુકાની વસ્તી ૪,૯૩,૦૮૪ની હતી, જેમાંથી ૨૦૧૩માં ૩,૦૭,૬૯૨ની વસ્તી ધરાવતાં ૨૮ ગામો (વાપીના શહેરી વિસ્તાર સહિત) નવરચિત વાપી તાલુકામાં ખસેડાતાં[૧] પારડીની વસ્તી ૧,૮૫,૩૯૨ની રહી.

પારડી તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

પારડી તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ મનોજ ખેંગાર (૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩). "વલસાડ જિલ્લાના નકશામાં વાપી તાલુકાનો થયેલો ઉદય". સમાચાર. પ્રાદેશિક માહિતી કચેરી, સુરત, ગુજરાત રાજય. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો