પોંગલ (Tamil: பொங்கல்) એ એક ચોખાથી બનતી પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે.

પોંગલ
વાનગીપારંપારિક રીતે સવારનો નાસ્તો મોટેભાગે
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યદક્ષિણ ભારત
મુખ્ય સામગ્રીચોખા
વિવિધ રૂપોશકરી કે ચક્રી પોંગલ, વેન પોંગલ

પોંગલ બે પ્રકારની હોય છે: શકરી પોંગલ (મીઠો પોંગલ) અને વેન પોંગલ (હળવો મસાલેદાર પોંગલ). પોંગલ આ શબ્દ મોટે ભાગે મસાલેદાર પોંગલ માટે વપરાય છે જે એક સાવારનો નાસ્તો છે. ચોખાને દૂધ , ગોળ સાથે માટીના પાત્રમાં પોંગલ નામના તહેવારને દિવસે લાકડાની આગ પર રાંધીને બનાવાતો પોંગલ ને પણ પોંગલ કહે છે.


વિવિધ રૂપો ફેરફાર કરો

શકરી પોંગલ ફેરફાર કરો

શકરી કે છકરી પોંગલ સામાન્ય રીતે મંદિરોમાં ભગવાનને ભોગ સ્વરૂપે અને પ્રસાદ સ્વરૂપે ચડાવાય છે. આ પોંગલ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પોંગલ નામના ઉત્સવ દરમ્યાન પણ બનાવાય છે

તમિલ ભાષામં સાકર નો અર્થ થાય છે - શકરી કે ચક્રી. (તમિલ લોકો શ શબ્દ ઓછો બોલે છે) આ સ્વાદમાં મીઠો હોય છે અને તેમાં ચોખા સાથે સાકર/ગોળ, કોપરાના ટુકદા, કાજુના ટુકડા, મગની દાળ (મોગર દાળ) પણ નખાય છે. સામાન્ય રીતે પોંગલમાં મીઠાશ માટે ગોળ વપરાય છે પણ સાકર પણ વાપરી શકાય છે. સાકર વાપરતાં પોંગલ ધોળાશ પડતા રંગની બને છે જ્યારે ગોળ વાપરતાં તે બદામી રંગની બને છે..


વેન પોંગલ ફેરફાર કરો

વેન પોંગલ એ દક્ષિણ ભારતની એક લોકપ્રિય વાનગી છે જે સવારના નાસ્તા રૂપે ખવાય છે.


 
પોંગલ પાત્ર

મેલગુ પોંગલ ફેરફાર કરો

મેલગુ પોંગલ એ એક મસાલે દાર પોંગલ છે જેમાં મરી નાખીને તેને તેજ બનાવાય છે


તહેવારીક મહત્ત્વ ફેરફાર કરો

દરેક જાન્યૂઆરીમાં તમિળ લોકો પોંગલ નામે તહેવાર ઉજવે છે. જે એક પાક કાપણીનો તહેવાર છે. આ તહેવારનું નામ આ વાનગી પરથી પડ્યું છે કેમકે સવારે આ પોંગલ તૈયાર કરી સૂર્ય તથા અન્ય ભગવાનોને પાક ની કાપનીનો આભાર માનતા ચડાવવામાં આવે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો