ફેડએક્સ (FedEx) કોર્પોરેશન (NYSEFDX), મૂળતઃ એફડીએક્સ (FDX) કોર્પોરેશનના નામથી ઓળખાય છે. સાજસરંજામની હેરફેરની સુવિધા પૂરી પાડતી આ કંપનીનું મુખ્ય મથક યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત મેમ્ફિસ, ટેનિસીમાં આવેલું છે.[૧] “ફેડએક્સ”("FedEx") નામ એ કંપનીના મુખ્ય હવાઇ વિભાગ “ફેડરલ એક્સપ્રેસ ”નું ટૂંકું નામ છે. 1973થી 2000 સુધી તે “ફેડરલ એક્સપ્રેસ”ના નામે જ જાણીતું હતું.

FedEx Corporation
Public (ઢાંચો:NYSE)
S&P 500 Component
ઉદ્યોગCourier
સ્થાપના1971 (incorporated)
1973 (began operations)
મુખ્ય કાર્યાલયMemphis, Tennessee, U.S.
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide
મુખ્ય લોકોFrederick W. Smith
(Chairman, President & CEO)
Alan Graf EVP and CFO
Robert Carter (CIO; EVP, FedEx Information Services)
ઉત્પાદનોSee complete products listing.
આવકIncrease US$ 37.953 billion (2008)
સંચાલન આવકDecrease US$ 2.075 billion (2008)
ચોખ્ખી આવકDecrease US$ 1.125 billion (2008)
કુલ સંપતિIncrease US$ 25.633 billion (2008)
કુલ ઇક્વિટીIncrease US$ 14.526 billion (2008)
કર્મચારીઓ280,000+ (2009)
ઉપકંપનીઓFedEx Office, FedEx Express, FedEx Ground, FedEx Freight, FedEx Custom Critical, FedEx Supply Chain, FedEx Trade Networks, FedEx Services
વેબસાઇટFedEx.com

ઇતિહાસ ફેરફાર કરો

ફેડએક્સ (FedEx) કોર્પોરેશન ડેલાવેયરનું કોર્પોરેશન છે, જેની સ્થાપના 2 ઓક્ટોબર,1997ના રોજ થઈ હતી.[૨] ફેડરલ એક્સપ્રેસ દ્વારા કૅલિબર સિસ્ટમ ઈન્ક.(Inc.)ને હસ્તગત કર્યા બાદ જાન્યુઆરી,1998માં એફડીએક્સ(FDX) કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી હતી. કૅલિબરની ખરીદી સાથે જ ફેડએક્સ (FedEx)એ ઝડપથી માલની હેરફેર સિવાય અન્ય સુવિધાઓ પણ શરૂ કરી છે. કૅલિબરની પેટાકંપનીઓમાં નાના પેકેજની ભૂમિ સેવા પૂરી પાડતી આરપીએસ(RPS), ખૂબ ઝડપથી શિપિંગ સેવા પૂરી પાડતી રોબર્ટ એક્સપ્રેસ, પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રકની ક્ષમતા કરતાં પણ ઓછા સામાનની હેરફેર કરતી સેવા વાઇકિંગ ફ્રેઇટ; યુનાઇટેડ સ્ટેટ્સ અને કેરેબિયાના દેશો વચ્ચે હવાઈ માર્ગે સામાનની હેરફેરની સેવા પૂરી પાડતી કેરેબિયન ટ્રાન્સપોર્ટ સર્વિસ ; અને માલની હેરફેર અને પ્રૌદ્યોગિકીને લગતી (સમસ્યાઓ)ના ઉકેલની સુવિધા આપતી કેલિબર લોજિસ્ટિક અને કેલિબર ટેક્નૉલોજી નો સમાવેશ થાય છે. એફડીએક્સ(FDX) કોર્પોરેશનની શરૂઆત આ બધી કંપનીઓ અને તેના મુખ્ય હવાઈ વિભાગ ફેડરલ એક્સપ્રેસનું સંચાલન કરવા માટે કરવામાં આવી છે.[૩]

જાન્યુઆરી 2000માં, એફડીએક્સ(FDX) કોર્પોરેશને તેનું નામ બદલીને ફેડએક્સ(FedEx) કોર્પોરેશન કર્યું અને તેની તમામ પેટા કંપનીઓને પણ નવું નામ આપવામાં આવ્યું. ફેડરલ એક્સપ્રેસ ફેડએક્સ(FedEx) એક્સપ્રેસ બન્યું, આરપીએસ(RPS) ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ બન્યું, રોબર્ટ્સ એક્સપ્રેસ ફેડએક્સ(FedEx) કસ્ટમ ક્રિટિકલ બન્યું તથા કૅલિબર લોજીસ્ટિક અને કૅલિબર ટેક્નોલોજીનું જોડાણ કરી તેને ફેડએક્સ(FedEx) ગ્લોબલ લૉજિસ્ટિક્સ નામ આપવામાં આવ્યું. જ્યારે નવી પેટા કંપનીને ફેડએક્સ(FedEx) કોર્પોરેટ સર્વિસિઝ નામ આપવામાં આવ્યું. બધી પેટા કંપનીના વેચાણ, માર્કેટિંગ અને ગ્રાહક સેવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2000માં ફેડએક્સ(FedEx)એ માલની આંતરરાષ્ટ્રીય હેરફેર કરતી કંપની ટાવર ગ્રુપ ઇન્ટરનેશનલ હસ્તગત કરી. આ ઉપરાંત સીમા શુલ્ક અને વેરાની માહિતી આપતી કંપની વર્લ્ડ ટેરીફ પણ હસ્તગત કરી, ફેડએક્સ(FedEx) ટ્રેડ નેટવર્ક્સની સ્થાપના કરવા માટે ટાવરગ્રુપ અને વર્લ્ડ ટેરીફને નવા નામ આપવામાં આવ્યા.[૩]

ફેડએક્સ(FedEx) કોર્પો.એ ફેબ્રુઆરી 2004માં ખાનગી માલિકીની કંપની કિન્કોસ ઈન્ક.(Inc.) ને હસ્તગત કરી અને તેને ફેડએક્સ કિન્કોસના નામથી રજૂ કરી. સામાન્ય જનતા સુધી ફેડએક્સ(FedEx) વેચાણનો વ્યાપ વધારવા માટે આ અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. આ હસ્તાંતરણ બાદ દરેક ફેડએક્સ(FedEx) કિન્કોસના સ્થળો પર ફક્ત ફેડએક્સ(FedEx)ના માલની હેરફેરની સુવિધા આપવામાં આવતી હતી.[૩] જૂન 2008માં ફેડએક્સ(FedEx) દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, ફેડએક્સ તેના જહાજ કેન્દ્રમાંથી કિન્કોસ નામ દૂર કરી રહ્યું છે, હવે ફેડએક્સ(FedEx) કિન્કોસ ફેડએક્સ(FedEx) ઓફિસ બન્યું.[૪][૫]

સપ્ટેમ્બર 2004માં ફેડએક્સે (FedEx), પાર્સલ એકત્ર કરતી કંપની, પાર્સલ ડિરેક્ટને હસ્તગત કરી અને તેને ફેડએક્સ(FedEx) સ્માર્ટપોસ્ટ નામ આપ્યું.[૩]

ડિસેમ્બર,2007માં, યુનાઇટેડ સ્ટેટ્સની ઈન્ટરનલ રેવેન્યૂ સર્વિસ(આંતરિક મેહસુલ સેવા) દ્વારા 'સંભવિત રીતે નક્કી કર્યુ કે, 2002 માટે ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ ડિવિઝનના પ્રચાલકોને સ્વતંત્ર ઠેકેદારો તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવતા, $3190 મિલિયનની કરપાત્રતા ધરાવે છે. 1994માં પોતાની માલિકીના વાહનો ધરાવતા ફેડએક્સ(FedEx)ના પ્રચાલકોને વર્ગીકૃત કરવાના નિર્ણયને ઉથલાવતા, આઇઆરએસ(IRS) 2003થી 2006ના વર્ષોનો હિસાબ કરી રહ્યું છે, જેનો હેતુ આવી જ રીતે પ્રચાલકોનું ખોટું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવાનો છે. બીજી તરફ ફેડએક્સ(FedEx) વર્ગીકરણની બાબતમાં કોઈપણ જાતની ગેરરીતિ થઈ હોવાનું નકારે છે, પરંતુ કર્મચારી તરીકે વર્ગીકૃત કરવામાં આવતા જે લાભો થયા હોત, તે મેળવવા પ્રચાલકોના કાયદાકીય પગલાંનો સામનો કરી રહી છે.[૬]

22 ઓક્ટોબર, 2008ના ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસ દ્વારા કેલેન્ડર વર્ષ 2002 માટે સંઘીય કર્મચારી કર માટે ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ પેકેજ સિસ્ટમ ઈન્ક.(Inc.) ("ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ")ના માલિક-પ્રચાલકોના વર્ગીકરણને લગતું સંભવિત કર અને દંડ મૂલ્યાંકન પાછું ખેંચી લીધું.

જૂન,2009માં ફેડએક્સ(FedEx) દ્વારા યુપીએસ(UPS) અને ટ્રકચાલકોના સંઘ સામે પ્રચાર અભિયાન શરૂ કર્યું, જેનું નામ હતું બ્રાઉન બેઇલઆઉટ, જેમાં તેના હરીફ પર સંકટ સમયે રાહત મેળવવાનો આરોપ મૂક્યો હતો. ફેડએક્સ(FedEx)એ દાવો કર્યો હતો કે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન રી-ઓથોરિટી બિલને (સંઘીય ઉડ્ડયન વહીવટી પુનઃ-સત્તા ખરા) મંજૂર થતાંં, તેના કેટલાક કર્મચારી ખૂબ જ સરળતાથી સંગઠીત થઈ શકશે, (મેમ્ફિસ સ્થિત આ કંપનીના જણાવ્યા અનુસાર, હડતાલને કારણે, "તેના ગ્રાહકોના સમયસર પહોંચાડવાના તથા ઊંચી કિંમત ધરાવતા માલને નુકસાની થઈ શકે તેમ છે.), જે યુપીએસ(UPS)ને બેલઆઉટ આપવા સમાન છે.[૭] સ્વતંત્ર જાણકારોએ ફેડએક્સ (FedEx)ના શબ્દોનો[૭] ખૂબ જ નકારાત્મક પ્રતિભાવ આપ્યો અને દાવો કર્યો કે, "આ (પગલું) શરતની નિંદા સમાન" છે.[૭] ફેડએક્સ(FedEx)ના કર્મચારીઓને રેલવે લેબર એક્ટ (રેલવે કર્મચારી કાયદા) હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે.[૮]

કાર્યરત એકમો અને ચિહ્નો ફેરફાર કરો

ફેડએક્સ(FedEx) અનેક પ્રચાલન એકમોમાં યોજનાબદ્ધ રીતે વહેચાયેલું છે. તે દરેકના એક આગવા વર્ડમાર્ક(શબ્દચિહ્ન) છે, જે 1994માં કેલિફોર્નિયાના સાનફ્રાન્સિસ્કોની લેંડોર એસોસિએટ્સના નેતા લિંડન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.[૯] ફેડ(Fed) હંમેશા જાંબુડી રંગનો અને એક્સ(Ex) પ્રત્યેક વિભાગ માટે જુદા રંગમાં હોય છે અને સંસ્થાના તમામ ઉપયોગ માટે રાખોડી રંગનો ઉપયોગ થાય છે. "ફેડએક્સ"("FedEx")નું મૂળ ચિહ્ન એક્સ નારંગી રંગમાં હતું, જે હાલ ફેડએક્સ(FedEx) એક્સપ્રેસના વર્ડમાર્ક(શબ્દચિહ્ન)માં વપરાય છે. ફેડએક્સ(FedEx) વર્ડમાર્કમાં ઈ("E") અને એક્સ("X")ની વચ્ચે નકારાત્મક જગ્યામાં છુપાયેલુ ગુપ્ત રીતે જમણી બાજુ નિર્દેશ કરતુંં તીર છે, તીરની આકૃતિ ઉપર ભાર મૂકવાના હેતુને પાર પાડવા માટે ખુદની માલિકીના શબ્દબીબાં(ફોન્ટ) દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જે યુનિવર્સ(વિશ્વ) અને ફ્યુચર(ભવિષ્ય) પર આધારિત હતા.[૯]

ફેડએક્સ(FEDEX) કાર્યરત કંપનીઓ એસસીએસી(SCAC) સંજ્ઞાઓ ફેડએક્સ(FEDEX) માટે:

ધ સ્ટાન્ડર્ડ કેરિયર આલ્ફા કોડ(SCAC) એ એક આગવી સંજ્ઞા છે, જે માલવાહક પરિવહન કંપનીઓની ઓળખ માટે વપરાય છે. જે મુખ્યત્વે બેથી ચાર અક્ષરોના હોય છે. SCACને 1960માં નેશનલ મોટર ફ્રેઈટ ટ્રાફિક એસોસિએશન દ્વારા વિકસાવવામાં આવ્યા હતા, જે પરિવહન ઉદ્યોગના કોમ્પ્યુટરાઇઝીંગ ડેટા અને રેકોર્ડ રાખવામાં મદદ કરે છે.

એફડીઈ(FDE)-ફેડએક્સ(FedEx) એક્સપ્રેસ એફડીઈજી(FDEG)- ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ- પેકેજ વિતરણ કંપની એફડીસીસી(FDCC) - ફેડએક્સ(FedEx) કસ્ટમ ક્રિટીકલ એફઈએક્સએફ(FEXF) – ફેડએક્સ(FedEx) ફ્રેઈટ એફએક્સએફઈ(FXFE) - ફેડએક્સ(FedEx) એલટીએલ(LTL) ફ્રેઈટ ઈસ્ટ એફએક્સએફડબલ્યું(FXFW)– ફેડએક્સ(FedEx) એલટીએલ(LTL) ફ્રેઈટ વેસ્ટ (પૂર્વે વીઆઈકેએન(VIKN)- વાઈકિંગ) એફએક્સએનએલ(FXNL) - ફેડએક્સ(FedEx) ફ્રેઈટ નેશનલ(પૂર્વે વોટકિંસ)

 
ફેડએક્સ(FedEx) એક્સપ્રેસ એરબસ એ310-200 (A310-200)
 
ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ ડિલીવરી ટ્રક
 
ફેડએક્સ(FedEx) ફ્રેઇટ
  • ફેડએક્સ(FedEx) એક્સપ્રેસ (નારંગી ‘એક્સ’): મુખ્યત્વે બીજા જ દિવસે યુનાઇટેડ સ્ટેટ્સમાં સંદેશવાહક વ્યવસ્થા સેવા અને નિશ્ચિત સમયમાં આંતરરાષ્ટ્રીય સેવા આપે છે. વિશ્વમાં ડેલ્ટા એરલાઈન્સ પછી ફેડએક્સ(FedEx) એક્સપ્રેસ સૌથી મોટી નાગરિક ઉડ્ડયન પૂરી પાડતી હવાઈ સેવા છે અને મોટી સંખ્યામાં પ્રવાસી વિમાનોનો બેડો ધરાવે છે, ઉપરાંત અન્ય હવાઈ સેવા કરતાંં વધુ પ્રમાણમાં માલનું વહન કરે છે.[૧૦]
    • કરેબિયન ટ્રાન્સપોર્ટ સર્વિસ : 2008 સુધી ફેડએક્સ(FedEx) ફ્રેઈટનો ભાગ. જેના હવાઈ માલવાહક વિમાન મુખ્યત્વે યુ. એસ. (U.S.), પ્યુએર્ટો રીકો, ડોમીનિકન રીપબ્લિક અને બીજા કરેબિયન ટાપુઓ વચ્ચે સેવા આપે છે.
  • ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ (લીલો ‘એક્સ’): ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ (જે અગાઉ રોડ વે પેકેજ પદ્ધતિ(આરપીએસ)(RPS) તરીકે ઓળખાતી હતી) નિયત કરેલા દિવસે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં ઓછી કિંમતે યોગ્ય વિતરણ પ્રણાલીથી નિશ્ચિત સમયે વિતરણ કરે છે, જેમાં મોટી માત્રામાં ટ્રકનો ઉપયોગ થાય છે. જે સ્વતંત્ર માલિકો/સંચાલકો, ચાલકો અને સ્વતંત્ર ઠેકેદારો કે જેઓ વ્યક્તિગત રીતે રસ્તાઓ અને ક્ષેત્રોમાં વિતરણનું સંચાલન કરે છે. [૧૧]
    • ફેડએક્સ (FedEx) હોમ ડિલિવરી : ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ જે ખાસ કરીને રહેણાક વિસ્તારોમાં વિતરણ માટે વિશેષતા ધરાવે છે. મંગળવારથી શનિવાર સુધી રહેણાક વિસ્તારમાં વધુ સરળતાથી વિતરણનો વિકલ્પ ધરાવે છે. તેના ચિહ્નમાં કૂતરો પેકેજ લઈને આવતો હોય તેવુ દર્શાવવામાં આવ્યું છે. ફેડએક્સ(FedEx) હોમ ડિલિવરી વિતરણની સુવિધા માત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં જ છે. ફેડએક્સ(FedEx) ગ્રાઉન્ડ કેનેડામાં વ્યાવસાયિક વિતરણ અને રહેણાક વિતરણ કરે છે, જે અન્યથી અલગ તરી આવે છે.[૧૨]
    • ફેડએક્સ(FedEx) સ્માર્ટપોસ્ટ : પરદેશ સાથે વેપાર કરનાર જેમ કે ઈ-કોમર્સ અને કેટાલોગ કંપનીઓ પાસે સામાન લઈને તેના અંતિમ વિતરણ માટે યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ(અમેરિકાની ટપાલ સેવા)નો ઉપયોગ કરે છે. ફેડએક્સે(FedEx) 2004માં $120 મિલિયનમાં હસ્તગત કરી તે પહેલાં સ્વતંત્ર કંપની પાર્સલ ડિરેક્ટ તરીકે કાર્યરત હતી.[૧૩]
  • ફેડએક્સ(FedEx) ફ્રેઈટ (લાલ "એક્સ"): ટ્રકમાં ભરેલુંં હોય તેના કરતાંં ઓછું (એલટીએલ)(LTL) અને બીજા માલવાહક જહાજની સેવા. 2008માં $4.5 બિલિયનની આવક સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં બીજા નંબરનું લાંબામાં લાંબુ એલટીએલ(LTL) વાહક.[૧૪]
    • ફેડએક્સ(FedEx) કસ્ટમ ક્રિટીકલ (વાદળી ‘એક્સ’):કિંમતી અથવા જોખમવાળો સામાન ટ્રક અને નાના વિમાનની મદદથી તાત્કાલિક વિતરણ કરે છે. જલ્દી બગડે એવો ખોરાક, આલ્કોહોલ, પશુધન, ઘરવપરાશની વસ્તુઓ, જોખમી કચરો અને નાણાંના વહનમાં માલવાહક જહાજનો ઉપયોગ થતો નથી.[૧૫] ચાલકો સ્વતંત્ર કરારવાળા છે. મેક્સિકોમાંં વપરાતી ઈન્ટરલાઈન વહનના હોય છે. અગાઉની રોબર્ટ કાર્ટેજ અથવા રોબર્ટ એક્સપ્રેસ .
    • ફેડએક્સ(FedEx) ફ્રેઈટ ઈન્ક : જૂના સમયમાં અમેરિકન માલવાહકમાર્ગ અને વાઈકિંગ માલવાહક જહાજ
    • ફેડએક્સ(FedEx) ફ્રેઈટ કેનેડા : જૂના સમયમાં વોટકિંસ કેનેડા એક્સપ્રેસ
    • ફેડએક્સ(FedEx) નેશનલ એલટીએલ (LTL): પહેલા તેનું નામ વોટકિંસ મોટર લાઈન્સ હતું.
  • ફેડએક્સ(FedEx) ટ્રેડ નેટવર્ક (પીળો ‘એક્સ’): સીમાશુલ્ક, વીમો અને પરિવહન જેવી સર્વિસ પૂરી પાડે છે. અગાઉનું સી. જે. ટાવર એન્ડ સન્સ, ત્યાર બાદ આંતરાષ્ટ્રીય ટાવર ગ્રુપ.
  • ફેડએક્સ(FedEx) સપ્લાય ચેઈન સર્વિસ (રાખોડી ‘એક્સ’): લશ્કરી સાજસરંજામ જેમ કે જોખમી લશ્કરી સાજસરંજામ, પરિવહન પ્રબંધન સેવા, જરૂરિયાતવાળી સેવા વગેરે પૂરી પાડે છે. અગાઉની 'રોડવે લોજિસ્ટિક સિસ્ટમ, ત્યારબાદ કૅલિબર લોજિસ્ટિક .
  • ફેડએક્સ(FedEx) વ્યાવસાયિક સેવાઓ (રાખોડી ‘એક્સ’): વૈશ્વિક ખરીદ-વેચાણ, આયોજન અને માહિતી પ્રણાલી(આઈટી)(IT) ફેડએક્સની અન્ય કાર્યરત કંપની માટે સેવાઓ પૂરી પાડે છે.
  • ફેડએક્સ(FedEx) એફસીઆઈએસ(FCIS) અથવા ફેડએક્સ કસ્ટમર ઈન્ફોર્મેશન સર્વિસ : ગ્રાહકોના પ્રશ્નો માટે વિના મૂલ્યે ટેલિફોનિક માધ્યમથી અપાતી ગ્રાહક સેવા, જે પ્રથમ તબક્કામાં સ્વયં સંચાલિત છે અને ત્યાર બાદ તેમાં પ્રતિનિધિ સાથે વાર્તાલાપ થાય છે, જેમાંં દાવાઓ, લેવા માટેનો સમય(એક્સપ્રેસ, ગ્રાઉન્ડ, સેમ ડે, કસ્ટમ ક્રિટીકલ, ફ્રેઈટ એક્સપ્રેસ અને ફ્રેઈટ એલટીએલ(LTL)) શુભેચ્છાઓ અને ફરીયાદો, જગ્યાઓ(બન્ને જૂથ કાઉન્ટર જગ્યા અને ડ્રોપ બોક્સ), આદેશ વેચાણ વ્યવસ્થા ગોઠવવી, ફેડએક્સની ખાતા રસીદો વગેરેનો સમાવેશ થાય છે.
 
ફેડએક્સ (FedEx) કિન્કોસ
  • ફેડએક્સ(FedEx) ઓફિસ (જૂના સમયમાં ફેડએક્સ(FedEx) કિન્કોસ)(વાદળી ‘એક્સ’): કંપનીનો છૂટક વિભાગ જે નકલ, ડીજીટલ છાપકામ, વ્યવસાયિક ઢાંચામાં કંડારવુ, દસ્તાવેજો બનાવવા, ઈન્ટરનેટ પહોચાડવુંં, કોમ્પ્યુટર ભાડે આપવું, વિડીયોકોન્ફરન્સીંગ, સહીઓ અને ગ્રાફિક્સ, નોટરી, સીધા સંદેશ, વેબ આધારિત છાપકામ, અને ફેડએક્સ(FedEx) શિપિંગ. 2004માં ફેડએક્સે(FedEx) હસ્તગત કરી તે પૂર્વે સ્વંતત્ર કંપની કિન્કોસ તરીકે જાણીતી હતી, હસ્તગત કર્યા બાદ ફેડએક્સ(FedEx) કિન્કોસ નામ અપાયું. જૂન 2008માં અંતે કંપની ફેડએક્સ(FedEx) ઓફિસ તરીકે જાણીતી થઈ.[૧૬]
    • ફેડએક્સ(FedEx) ઓફિસ અને પ્રિન્ટ સેન્ટર્સ : જે નકલ, છાપકામ, ઈન્ટરનેટ પહોંચાડવાનું અને ફેડએક્સ શિપિંગ સેવાઓ પૂરી પાડે છે.
    • ફેડએક્સ(FedEx) ફ્રેઈટ સેન્ટર : જે ફેડએક્સ(FedEx)ના ગ્રાહકો માટે તેમના સામાનને જહાજ સુધી પહોચાડવાનું કેન્દ્ર છે. આ ઉપરાંત જાતે જ કરાતી ફોટોકોપી અને ફેક્સ મશીન, સામાનને જહાજમાં બાંધવા માટેની ઓફિસની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડે છે. જૂના સમયમાં આ કેન્દ્ર ફેડએક્સ(FedEx) વર્લ્ડ સર્વિસ સેન્ટર્સ તરીકે ઓળખાતું.

રાજકીય દાન અને ટેકો આપનાર ફેરફાર કરો

જવાબદાર રાજકારણ કેન્દ્ર (સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટીક્સ) અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેડએક્સ(FedEx) જૂથ 21મા ક્રમનું મોટું અભિયાન સહયોગી જૂથ છે. કંપનીએ 1990 સુધીમાં $21 મિલિયનનું દાન કર્યુ હતુંં, જેમાં 45 ટકા ડેમોક્રેટ્સને અને 55 ટકા રીપબ્લિકનને આપ્યું હતું. વ્હાઈટહાઉસ અને કોંગ્રેસના સભ્યો સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જે તેને આંતરરાષ્ટ્રીય વેપાર અને કર રાહતો વિશેની જાણકારી, અને યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ વ્યાવસાયિક નિયમોથી માહિતગાર કરે છે. 2001માં ફેડએક્સે(FedEx) યુએસપીએસ(USPS) સાથે $9 બિલિયનનો કરાર કર્યો, જે અંતર્ગત તમામ પોસ્ટઓફિસમાંથી રાતભર અને ઝડપથી વિતરણ કરે છે.[૧૭]

2005માં ફેડએક્સ(FedEx) 53 સમૂહોમાંંનું એક હતુંં કે જેણે રાષ્ટ્ર પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશની બીજા શપથવિધી સમારોહ માટે 2,50,000 ડોલરનું અનુદાન આપ્યુંં.[૧૮][૧૯][૨૦]

2010ના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ફેડએક્સે(FedEx ) સ્થાનિક સરકારને પ્રચાર અર્થે અંદાજે $4.9 મિલિયનની સહાય કરી. (યુપીએસ(UPS), ફેડએક્સ(FedEx)ની મુખ્ય પ્રતિસ્પર્ધી, જેણે તેટલા જ સમયગાળા માટે $1.6 મિલિયન પ્રચાર પાછળ ખર્ચ કર્યા) 2009ના છેલ્લાં ત્રિમાસિકગાળામાં ખર્ચેલા $4.7 મિલિયન કરતાંં 4% વધારે છે, પરંતુ 2009ના પ્રથમ ત્રિમાસિકગાળા ટેકા માટે ખર્ચેલા નાણાં કરતાંં બમણું હતુંં[૨૧].

જાહેરાત ફેરફાર કરો

ફેડએક્સ (FedEx)ના કેટલાક જાણીતા પ્રચાર અભિયાન:

  • “ચોક્કસ, રાત્રી દરમિયાન પણ હકારાત્મક ”- 1978-1983
  • “આ માત્ર પેકેજ નથી, તે તમારો ધંધો છે”- 1987-1988
  • “અમારા માટે સૌથી મહત્વનું પેકેજ તમારું છે”-1991-1994
  • “ચોક્કસ, ગમે ત્યારે હકારાત્મક”- 1995
  • “જે રીતે વિશ્વ કામ કરે,”- 1996-1998
  • “એકદમ નિશ્ચિત રહો,”-1998-2000
  • “આ ફેડએક્સ (FedEx)નું કામ છે,” 2001-2002
  • “ચિંતા ના કરો, તેના માટે ફેડએક્સ (FedEx) છે,” 2002-2003
  • “નિશ્ચિંત થઇ જાવ, આ ફેડએક્સ (FedEx) છે,”2004-2008
  • “અમે સમજીએ છીએ,” 2009-અત્યાર સુધી
  • “અમે વિતરણ માટે જીવીએ છીએ” 2009-અત્યાર સુધી
  • “બ્રાઉન બેલઆઉટ” 2009- અત્યાર સુધી

જ્હોન મોસક્ચીટા જાહેરાત ફેરફાર કરો

1981માં તેઓની જાહેરાત કંપની એલી એન્ડ ગરગાનોએ ઝડપથી બોલવા માટે જાણીતા કલાકાર જ્હોન મોસક્ચીટા, જુનિયરને, ફેડરલ એક્સપ્રેસની “ફાસ્ટ પેસ્ડ વર્લ્ડ”ની જાહેરાત માટે લીધા હતા. આ વ્યવસાયિક જાહેરાત આગળ જતા ન્યૂયોર્ક માં ખૂબ જ જાણીતી બની અને એક યાદગાર જાહેરાત બની.[૨૨]

મોટરસ્પોર્ટસ ફેરફાર કરો

  • 1999 થી 2002 દરમિયાન ફેડએક્સે (FedEx) કાર્ટ (CART) તરીકે જાણીતી વિશ્વ કાર ચેમ્પિયનશીપના સિરીઝ માટે અનુદાન આપ્યું. આ સિરીઝ કાર્ટ (CART) ફેડએક્સ (FedEx) ચેમ્પિયનશીપ સિરીઝ તરીકે જાણીતી હતી, જેને બાદમાં આધિકૃત રીતે “ચેમ્પ કાર”નું ઉપનામ આપવામા આવ્યું, જે હકિકતમાં ફેડએક્સ (FedEx) ચેમ્પિયનશીપ હતી.
  • ફેડએક્સ (FedEx) 2005માં #11એનએએસસીએઆર (NASCAR) સ્પ્રીન્ટ કપ ટોયોટા, જે મુખ્ય જોઇ ગીબ્સ સ્પર્ધા હતી તેના અનુદાતા બન્યા. ફેડએક્સ (FedEx) ચાર રંગ (સામાન્ય રીતે કાળા)નો ઉપયોગ પોતાના વિવિધ ઉત્પાદનો (એક્સપ્રેસ, ફ્રેઈટ. ગ્રાઉન્ડ એને ઓફિસ) દર્શાવવા કરે છે, અને 2005માં પણ વિશેષ યોજના દ્વારા સ્વયંસેવી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે ફેડએક્સ (FedEx) સેન્ટ. જૂડ ક્લાસીક ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતું. જેમાં કાર ડેની હેમલીને ચલાવી.
  • ફેડએક્સે (FedEx) પહેલા ફોર્મ્યુલા વન ટીન મેકલારેનને અનુદાનિત કરી. ત્યાર બાદ ફેરારી, બેનેટોન(હમણા રેનાલ્ટ) અને વિલિયમ્સ એફ1 (F1).
  • જોકે ફેડએક્સ (FedEx) હાલમાં કોઈ એફ1 (F1) ટીમના અનુદાતા નથી, પરંતુ તેમનું ચિન્હ મેકલારેનના ક્રેસ સ્યુટના કોલર પર છે.

ફૂટબોલ ફેરફાર કરો

  • 1989 થી 2010 ફેડએક્સ (FedEx) મિયામી, એફએલ (FL)માં રમાયેલી ઓરેન્જ બોલની ટાઈટલ અનુદાતા હતી.[૨૩]
  • ફેડએક્સ (FedEx) ફિલ્ડ એટલે રાષ્ટ્રીય ફૂટબોલ લીગનું વોશિગ્ટન રેડકિન્સ માટે વોશિગ્ટન, ડીસીના બહારના વિસ્તાર માર્યલેન્ડનું ઘર.[૨૪]

અન્ય રમતો ફેરફાર કરો

  • ફેડએક્સ (FedEx), ફેડએક્સ (FedEx) ફોરમને અનુદાન આપે છે, જે એનબીએ (NBA)ની મેમ્ફિસ ગ્રીઝાઈલ્સ અને યુનિવર્સિટી મેમ્ફિસ પુરૂષોની બાસ્કેટબોલ ટીમનું ઘર છે.
  • 2007ની શરૂઆતમાં ફેડએક્સ (FedEx), પીજીએ (PGA) ટુર ચેમ્પિયનશીપ, ફેડએક્સ (FedEx) કપની ટાઈટલ અનુદાતા બની.

સંદર્ભો ફેરફાર કરો

  1. "મેમ્ફીસમાં ફેડેક્સ સંગ્રહિત ૨૦૦૮-૦૭-૧૯ ના રોજ વેબેક મશિન." ફેડેક્સ. ફેબ્રુઆરી 28, 2010 એ સુધારેલ.
  2. ડિલાવેર ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ, ડિવીઝનઓફ કોર્પોરેશન, Online Services સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૧ ના રોજ વેબેક મશિન; ફાઈલ નં. 2803030.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ http://about.fedex.designcdt.com/our_company/company_information/fedex_history
  4. " The Marketing Doctor Says: FedEx Does It Again!" સંગ્રહિત ૨૦૦૯-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન માર્કેટિંગ ડોક્ટર બ્લોગ. જુન 3, 2008.
  5. "ફેડએક્સ ડીટ્ચ કિન્કો્સ" બિઝનેસ વીક . જુન 3, 2008.
  6. Ron Da Parma (2007-12-27 access-date=2008-01-03). "IRS says FedEx may owe $319 million". Pittsburgh Tribune-Review. મૂળ માંથી 2007-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13. Missing pipe in: |date= (મદદ); Check date values in: |date= (મદદ)
  7. ૭.૦ ૭.૧ ૭.૨ 'બ્રાઉન બેલઆઉટ?' હાર્ડલી, ફેક્ટચેક.ઓઆરજી
  8. "UPS, FedEx "Brown Bailout" battle rages on". www.fleetowner.com. મૂળ માંથી 2010-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  9. ૯.૦ ૯.૧ ધી સ્નીઝ: ધી મેન બિહાઈન્ડ ધી ફેડએક્સ લોગો સંગ્રહિત ૨૦૧૨-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન, નવેમ્બર 16, 2004
  10. "WATS Scheduled Freight Tonne - Kilometres". International Air Transport Association. 2006. મૂળ માંથી 2010-01-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.
  11. ફેડએક્સ ગ્રાઉન્ડ | અબાઉટ ફેડએક્સ
  12. ફેડએક્સ સર્વિસ ઈન્ફો.- યુ.એસ.-હોમ ડિલીવરી
  13. ફેડએક્સ સ્માર્ટપોસ્ટ | અબાઉટ ફેડએક્સ
  14. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.
  15. ""Fedex Custom Critical FAQ"". 2007-09-12. મૂળ માંથી 2010-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.
  16. ફેડએક્સ ઓફિસ | અબાઉટ ફેડએક્સ
  17. "ફેડએક્સ ક્રોપ: સમરી." સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટીક્સ. ફેબ્રુઆરી 28, 2010માં સુધારેલ.
  18. Drinkard, Jim (2005-01-17). "Donors get good seats, great access this week". USA Today. મેળવેલ 2008-05-25.
  19. "Financing the inauguration". USA Today. 2005-01-16. મેળવેલ 2008-05-25.
  20. "Some question inaugural's multi-million price tag". USA Today. 2005-01-14. મેળવેલ 2008-05-25.
  21. ફેડએક્સ સ્પેન્ડ્સ $4.9 મિલિયન લોબીંગ ઈન ફર્સ્ટ-ક્વાટર બ્લુમબર્ગ બિઝનેસ વીક. 2010-06-11. સુધારેલ 2010-06-21.
  22. "TV Acres Advertising Mascots". મૂળ માંથી નવેમ્બર 19, 2012 પર સંગ્રહિત. મેળવેલ September 18, 2008.
  23. ફેડએક્સ નેમ વીલ કમ ઓફ ઓરેન્જ બાઉલ[હંમેશ માટે મૃત કડી], સ્પોર્ટ્સ બિઝનેસ જર્નલ
  24. http://about.fedex.designcdt.com/our_company/marketing_and_advertising

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

કોર્પોરેટ હોમપેજ
'બ્રાઉન બેલઆઉટ' અને 'ફેડએક્સના ડ્રાઈવર પાઇલોટ નથી'