ફ્લોપ્પી ડિસ્ક

ફ્લોપી ડિસ્ક અથવા ફ્લોપી ડિજીટલ ડેટા સંગ્રહ કરવાનું ઉપકરણ છે. ફ્લોપીને 'ફ્લોપ્પી ડિસ્ક ડ્રાઇવ'માં મૂકીને ઉપયોગમાં લેવામાં આવે છે, જેના દ્વારા તેમાં રહેલી માહિતીને વાંચી તથા લખી શકાય છે. ફ્લોપી ડિસ્ક શરૂઆતમાં ૮ ઈંચના ચોરસ સ્વરૂપમાં હતી, જે ક્રમશઃ ૫.૨૫ ઈંચ અને ૩.૫ ઈંચના કદમાં બનવા લાગી. ડબલ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડિસ્કમાં એક ઇંચમાં ૪૮ ટ્રેક હોય છે. સી.ડી., ડી.વી.ડી. અને યુ.એસ.બી. આવવાથી ફ્લોપીનો ઉપયોગ નહિવત્ થઈ ગયો છે.