બેટ (તા. દ્વારકા)

કચ્છના અખાતમાં આવેલો ટાપુ

બેટ (તા. દ્વારકા) અથવા બેટદ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક ગામ અને ટાપુ છે.

બેટ (તા. દ્વારકા)
—  ગામ  —
બેટદ્વારકાનો નકશો
બેટદ્વારકાનો નકશો
બેટ (તા. દ્વારકા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°26′58″N 69°7′2″E / 22.44944°N 69.11722°E / 22.44944; 69.11722
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
તાલુકો દ્વારકા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

આ ટાપુ કચ્છના અખાતમાં ઓખાથી 3 km (2 mi) અંતરે આવેલો છે. ટાપુ ઉત્તરપૂર્વ થી દક્ષિણપશ્ચિમ 13 km (8 mi) અને પૂર્વ-પશ્ચિમ સરેરાશ 4 km (2 mi) અંતર ધરાવે છે. દ્વારકાથી તે 30 km (19 mi) અંતરે ઉત્તરે આવેલો છે.[૧][૨]

 
સિંધુ સંસ્કૃતિના અન્ય સ્થળો સાથે બેટ દ્વારકા (ઇ.સ. પૂર્વે ૧૯૦૦-૧૩૦૦)

બેટ દ્વારકા ભારતીય મહાકાવ્ય મહાભારત અને સ્કંદ પુરાણમાં વર્ણવેલ પ્રાચીન દ્વારકા નગરનો ભાગ ગણાય છે. ગુજરાતી વિદ્વાન ઉમાશંકર જોષીએ સૂચન કર્યું હતું કે મહાભારતના સભા પર્વમાં વર્ણવેલ અંતરદ્વિપ બેટ દ્વારકા તરીકે ગણી શકાય છે, કારણ કે યાદવોને દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. બેટ દ્વારકાનું નામ શંખોધર પણ છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં શંખ મળી આવે છે. દરિયામાં મળેલા પુરાવા હડપ્પીય સંસ્કૃતિ પછીના સમયની સિંધુ સંસ્કૃતિનો સમય દર્શાવે છે. તે મૌર્ય વંશના સમયના છે એમ ચોક્કસ કહી શકાય છે. તે ઓખામંડળ અથવા કુશદ્વિપ વિસ્તારનો ભાગ હતા. દ્વારકાનો ઉલ્લેખ ઇ.સ. ૫૭૪ના તામ્રપત્રમાં મળે છે, જે મૈત્રકોના શાસન હેઠળના વલભીના મંત્રી સિંહદિત્યનો છે. સિંહદિત્ય દ્વારકાના રાજા વરાહદાસનો પુત્ર હતો.[૧]

 
બેટ દ્વારકા બરોડા રાજ્ય હેઠળ અમરેલી વિભાગમાં, ૧૯૦૯

આ ટાપુ, ઓખામંડળ વિસ્તારની સાથે બરોડા રાજ્યના ગાયકવાડના શાસન હેઠળ હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન, વાઘેરોએ આ વિસ્તાર કબ્જે કર્યો હતો. ત્યારબાદ બ્રિટિશરો, ગાયકવાડ અને અન્ય રજવાડાઓની સંયુક્ત સેનાઓએ ૧૮૫૯માં ટાપુ પાછો મેળવ્યો હતો.[૩][૪]

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તેનો સમાવેશ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયો. પછીથી સૌરાષ્ટ્ર રાજ્ય બોમ્બે રાજ્યમાં ભળી ગયું. જ્યારે બોમ્બે રાજ્યમાંથી ગુજરાત રાજ્ય રચવામાં આવ્યું ત્યારે બેટ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યું. ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી રચવામાં આવ્યો અને બેટ દ્વારકા તેનો ભાગ બન્યું.

પુરાતત્વ

ફેરફાર કરો

૧૯૮૦ના દાયકામાં સંશોધન દરમિયાન હડપ્પીય સંસ્કૃતિના માટીના વાસણો અને અન્ય વસ્તુઓ સીદી બાવા પીર દરગાહની નજીક મળી આવી હતી. ૧૯૮૨માં દરિયાના તોફાનથી જળગ્રસ્ત થયેલ ૫૮૦ મીટર લાંબી રક્ષણ દિવાલ મળી હતી, જે ઇ.સ. ૧૫૦૦ના સમયની હોવાનું અંદાજાયું છે. મળી આવેલ અવશેષોમાં હડપ્પીય મુદ્રા, લખાણ ધરાવતો ઘડો અને માછલી પકડવાનો તાંબાનો કાંટો વગેરેનો સમાવેશ થાય છે. વહાણોના અવશેષો અને પથ્થરના લંગરો મળી આવ્યા છે, જે પ્રાચીન ભારતીય-રોમન વ્યાપાર સંબંધોનું સૂચન કરે છે. ટાપુ પરના મંદિરો ૧૮મી સદીના અંતના સમયમાં બાંધવામાં આવ્યા છે.[૧][૨][૫][૬]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Rao, S. R.; Gaur, A. S. (July 1992). "Excavations at Bet Dwarka" (PDF). Marine Archeology. Marine Archeological Centre, Goa. 3: ૪૨–. મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૧૫.
  2. ૨.૦ ૨.૧ Gaur, A. S. (25 February 2004). "A unique Late Bronze Age copper fish-hook from Bet Dwarka Island, Gujarat, west coast of India: Evidence on the advanced fishing technology in ancient India" (PDF). Current Science. IISc. 86 (4): ૫૧૨–૫૧૪. મૂળ (PDF) માંથી 4 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૧૫.
  3. Ramanlal Kakalbhai Dharaiya (૧૯૭૦). Gujarat in 1857. Gujarat University. પૃષ્ઠ ૧૨૦.
  4. "Gujarat During The Great Revolt: The Rebellion In Okhmandal". People's Democracy. ૭ ઓક્ટોબર ૨૦૦૭. મૂળ માંથી 2015-01-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૫.
  5. Gaur, A.S.; Sundaresh and Sila Tripati (૨૦૦૪). "An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations". Current Science. ૮૬ (૯).
  6. Sullivan, S. M. (2011) Indus Script Dictionary, page viii
દ્વારકા તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન