બોર એ વનસ્પતિશાસ્ત્રમાં ઝીઝીફસ પ્રજાતિના ક્ષુપનું એક ફળ છે. તે ભારતમાં સર્વત્ર જોવા મળે છે. વિશ્વમાં આ ફળ રેડ ડેટ, ચાયનીઝ ડેટ, કોરિયન ડેટ કે ઈંડિયન ડેટ તરીકે પણ ઓળખાય છે. તેને અંગ્રેજીમાં જુજુબે અથ્વા જુજુબા કહે છે, જે નામ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યું છે. તેના વૃક્ષો મોટેભાગે છાયા માટે વાવમાં આવે છે તેના ફળ પણ ઉપયોગી છે.

ઝીઝીફસ જુજુબા
ઝીઝીફસ જુજુબા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પી
(unranked): દ્વિદળી
(unranked): રોઝીડ્સ
Order: રોઝેલ્સ
Family: ર્‌હેમ્ન્સેસી
Genus: ઝીઝીફસ (Ziziphus)
Species: જુજુબા Z. jujuba''
દ્વિનામી નામ
ઝીઝીફસ જુજુબા (Ziziphus jujuba)
Mill. (Philip Miller)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Rhamnus zizyphus L.
Ziziphus zizyphus (L.) H.Karst.
Ziziphus zizyphus (L.) Meikle

 
ફ્લોરા ડી ફીલ્પીનાસનું પૃષ્ઠ

બોર ક્ષુપ (છોડ કરતાં મોટું અને વૃક્ષ કરતાં નાનુ) રૂપે ઉગે છે અને તેના ક્ષુપને બોરડી કહે છે. બોરડી પાનખર કે ઝાંખરું છે. તે લગભગ ૫-૧૦ મીટર સુધી વધે છે. તેને કાંટાળી ડાળીઓ હોય છે. તેન પાન ચળકતા લીલા રંગના, અણીદાર લંબગોળ, ૨થી ૭ સે.મી. જેટલા લાંબા અને ૧થી ૩ સે.મી. જેટલા પહોળા છે. પર્ણના મૂળામાંથી સ્પષ્ટ તરી આવતી ત્રણ શિરાઓ જોવા મળે છે અને પર્ણની કિનારી ઝીણા કરવતના દાંતા જેવી ધાર ધરાવે છે. બોરડીના ફૂલો ઝીણા હોય છે, તે ૫ મિ.મી. પહોળાં હોય છે, તેમાં પાંચ આચ્છાદિત લીળાશ પડતી લીલી પાંખડીઓ હોય છે. ફળ એક ઠળીયા વાળું (ડ્રુપ) હોય છે. તે ૧.૫થી ૩ સે.મી.નું હોય છે. કાચા ફળો લીસા અને લીલાં રંગના હોય છે. ત્યારે તેનો ગર અને સ્વાદ સફરજન જેવો હોય છે. પાકતા તે રાતા, તપખીરી કે જાંબુડીયા રંગના થઈ જાય છે અને છાલ સંકોચાઈ જાય છે. તેના દરેક ફળમાં પથ્થર જેવો કઠણ ઠળીયો હોય છે.[]

વહેંચણી

ફેરફાર કરો

આ ફળના વિશાળ ક્ષેત્રમાં વાવેતર થતા હોવાને કારણે તેનું વતન ઓળખી શકવું મુશ્કેલ છે. જો કે તેનું વતન દક્ષિણ એશિયા, લેબનાન , ઈરાન પાકિસ્તાન વચ્ચેનું ક્ષેત્ર, ભારત , બાંગ્લાદેશ નેપાળનો બયાર સીમા ક્ષેત્ર, કોરીયન દ્વીપકલ્પ, દક્ષિણ કે મધ્ય ચીન કે વાયવ્ય યુરોપ હોવાનું મનાય છે. [] આ ફળને માડાગાસ્કરમાં લાવતા તે ટાપુના પશ્ચિમ ભાગમાં તે આક્રમણ પ્રજાતિ સાબિત થઈ છે.

વાવેતર અને વપરાશ

ફેરફાર કરો
Jujube, raw
 
Fresh jujube fruits.
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ331 kJ (79 kcal)
કાર્બોદિત પદાર્થો
20.23 g
0.2 g
1.2 g
વિટામિનો
વિટામિન એ
(5%)
40 μg
થાયામીન (બી)
(2%)
0.02 mg
રીબોફ્લેવીન (બી)
(3%)
0.04 mg
નાયેસીન (બી)
(6%)
0.9 mg
વિટામિન બી
(6%)
0.081 mg
વિટામિન સી
(83%)
69 mg
મિનરલ
કેલ્શિયમ
(2%)
21 mg
લોહતત્વ
(4%)
0.48 mg
મેગ્નેશિયમ
(3%)
10 mg
મેંગેનીઝ
(4%)
0.084 mg
ફોસ્ફરસ
(3%)
23 mg
પોટેશિયમ
(5%)
250 mg
સોડિયમ
(0%)
3 mg
જસત
(1%)
0.05 mg
અન્ય ઘટકો
પાણી77.86 g

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database
Jujube, dried
 
Dried jujube fruits, which naturally
turn red upon drying.
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ1,201 kJ (287 kcal)
કાર્બોદિત પદાર્થો
73.6 g
1.1 g
3.7 g
વિટામિનો
વિટામિન એ
(0%)
0 μg
થાયામીન (બી)
(18%)
0.21 mg
રીબોફ્લેવીન (બી)
(30%)
0.36 mg
નાયેસીન (બી)
(3%)
0.5 mg
વિટામિન બી
(0%)
0 mg
વિટામિન સી
(16%)
13 mg
મિનરલ
કેલ્શિયમ
(8%)
79 mg
લોહતત્વ
(14%)
1.8 mg
મેગ્નેશિયમ
(10%)
37 mg
મેંગેનીઝ
(15%)
0.305 mg
ફોસ્ફરસ
(14%)
100 mg
પોટેશિયમ
(11%)
531 mg
સોડિયમ
(1%)
9 mg
જસત
(2%)
0.19 mg
અન્ય ઘટકો
પાણી19.7 g

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database
 
Ziziphus jujuba, written in Monbusho chant lyrics. It is now located in General Nogi's residence.

ઈ.પૂ. ૯૦૦૦ વર્ષ પહેલાં દક્ષીણ એશિયામાં બોરનું વાવેતર કરાયું.[]

બોરનું ઝાંખરું ઊષ્ણતામાનનો બહુ મોટો ગાળો સહન કરી શકે છે. જોકે સારી રીતે ફલિત થવા માટે ત્ને ગરમ ઉનાળો અને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર રહે છે. આ પ્રજાતિના અન્ય વૃક્ષોને મુકાબલે બોર ઘણું ઠંડુ ઉષ્ણતામાન સહન કરી શકે છે. તે -૧૫° સે જેટલી ઠંડી સહન કરી શકે છે. આને કારણે બોર કે જુજુબે ના વૃક્ષો જો ઉનાળામાં ભૂગર્ભ જળ ઉપલબ્ધ હોય તો તે પર્વતો કે રણમાં પણ ઊગી શકે છે. અશિયાના ઠંડા ક્ષેત્રોમાં ઝીઝીફસ જુજુબા નામની પ્રજાતિ ઊગે છે. એશિયા અને આફ્રિકાના ગરમ રણ પ્રદેશોમાં ઝિઝિફસની અન્ય પાંચ પ્રજાતિઓ ઉગે છે. []

માડાગાસ્કર દ્વીપના પશ્ચિમ ભાગમાં ઉત્તર થી દક્ષિણ બોરના ઝાંખરા સર્વત્ર જોવા મળે છે. ઝેબુ નામના પ્રાણીઓ તેને ખાય છે અને તેજ પ્રાણીના મળમાં ફરી આ બોર ઉગી નીકળે છે.

રસોઈમાં વપરાશ

ફેરફાર કરો

બોરને તાજા કે સુકાવીને મેવા (ફળ) તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અન્ય દેશોમાં આને નાસ્તા તરીકે કે કોફી સાથેપણ ખવાય છે. ભારતના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં બોરનું અથાણુ બનાવાય છે.

બોરને મલયાલમ ભાષામાં ઈળન્થેપળમ્(ഇലന്തപ്പഴം) કે બદરી(ബദരി) કહેવાય છે. તમિલ ભાષામાં તેને ઈલન્થાઈ પળમ્ (இலந்தை பழம்)કહે છે. કન્નડ ભાષામાં તેને યેલ્ચી હન્નુ અને તેલુગુમાં તેને રેગી પાન્ડુ કહે છે. દક્ષિણ ભારતમાં પરંપરાથી આ ફળને સુકવીને તેના ઠળિયા કાઢી લેવામાં આવે છે, ત્યાર બાદ તેમાં આમલી, લાલ મરચું, મીઠું અને ગોળ ઉમેરવામાં આવે છે. તેની નાની નાની થ્પલી બનાવી ફરી તેને તડકે સુકવાય છે. આ રીતે બનતી વાનગીને ઈલન્થી વડઈ કહેવાય છે. અમુક સ્થળોએ આ વાનગી તાજા ફળોમાંથી પણ બને છે. તેલુગુમાં તેને રેગી વડીયાલુ કહે છે.[]

ચીનમાં બોર લાલ અને કાળા એમ બે રંગના થાય છે. તેને ત્યાં હોઙ ઝાઓ અને હેઈ ઝાઓ કહે છે. કાળા બોરની સોડમ વધારવા તેને વરાળમાં શેકીને ખવાય છે. [] ચીન અને કોરિયામાં જુજુબે સોડમની ચાની સિરપ મળે છે. આ સિરપ કાંચની બાટલીઓમાં કે કેન માં મળે છે. ત્યાં જુજુબે સોડમના ટી બેગ પણ મળે છે. ચીનમાં જુજુબેના રસ અને જુજુબેનો સરકો (વિનેગર) પણ મળે છે. ચીનમાં ઝુઝુબે માંથી હોંગ ઝાઓ જીઉ નામની વાઈન બને છે. ચીનમાં બાઈજુ નામના મદ્યાર્ક (મદિરા)માં બોરને સાચવવામાં આવે છે. આને કારણે તે લાંબા સમય સુધી સચવાય છે અને શિયાળામાં પણ તાજા રહે છે. આવા સચવાયેલા બોરને તેઓ ઝીઉ ઝાઓ કહે છે. ચીનના ઉચ્ચ વ્યંજનોમાં આ વસ્તુ વપરાય છે. કોરિયામાં બોર ને દાઈચુ કહે છે અને તેમાંથી દાઈચુચા અને સેમજીનતાંગ બને છે. લેબનાનમાં ભોજન પછી મીઠાઈ સાથે આ ફળ ખવાય છે. પર્શિયન રસોઈમાં સુકા બોરને અનાબ કહે છે. અઝેરબીજાનમાં આને ઈનાબ કહે છે અને તે નાસ્તા માફક ખવાય છે. ઉત્તર પાકિસ્તાનમાં ઝિઝિફસ જુજુબા ઉગે છે ત્યા તેને ઈનાબ કહે છે. તિબ-યુનાની વૈદક શાસ્ત્રમાં તે વપરાય છે. બોરની અન્ય પ્રજાતિઓ ઝિઝિફસ સ્પિના ક્રીસ્ટી, ઝિઝિફસ મોરિશિઆના અને ઝિઝિફસ નુમુલારિયા માટે બેર એ શબ્દ ત્યાં વપરાય છે. ઝિઝિફસ નુમુલારિયાએ રાતા રંગના ચણિયા બોર. તેને ભારત અને પાકિસ્તાન બંનેમાં પાકા કે સુકેલા ખવાય છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સિકા બોરને ઘોડા પરની બેઠક બનાવવા વપરાતા હતા. માડાગાસ્કરમાં, જુજુબે ફળોને તાકા કે સુકવીને ખવાય છે. તેમાંથી જૅમ પણ બને છે.

વૈદકમાં ઉપયોગ

ફેરફાર કરો

પારંપારિક ચીની અને કોરિયન વૈદક શાસ્ત્રમાં બોરના બીજનો વપરાશ થાય છે. તેને તાણ નિવારક માનવામાં આવે છે.[] આ સિવાય પારંપારિક રીતે તેને ફૂગરોધી, જીવાણુંરોધી, નાસૂરરોધી, જલન રોધી, શામક,[] મગજના લકવા રોધી, ગર્ભપાતક/ વીર્ય વિરોધી, hypotensive અને મૂત્રદાહ રોધી, હ્રાદયને પુષ્ટ કારક, ઓક્સિકરણ રોધી, રોગપ્રતિરોધક, અને રુઝ લાવનાર મનાય છે.[] જુજુબે આધારિત ઓસ્ટ્રેલિયાનું 1-bil નામનું પીણું તાન સંબંધી કોઈ દાવા નથી કરતું પણ તેની જાહેરાતમાં જણાવે છે કે "when you feel yourself becoming distressed".[]

નિયંત્રિત રીતે અક્રાયેલા સંશોધનમાં બોર જુના કબજીયાત પર અસરકારક જણાયા છે. [૧૦] એક અન્ય સંશોધનમાં ઝીઝીફસ જુજુબે નવજાત કમળામાં અસરકારક સાબિત થયા છે. [૧૧] પારંપારિક પર્શિયન દવામાં તેનો ઉપયોગ શરદી, ફ્લુ અને ખાંસીના ઈલાજ માટે થાય છે.[સંદર્ભ આપો] જુજુબે ફળો સ્મરણ શક્તિ વર્ધક અને સ્મરણ સંવર્ધક ગુણાધર્મો ધરવતા હોવાનું શોધાયું છે.[૧૨][૧૩][૧૪][૧૫]

જુજુબેના પાંદડામાં ઝિઝિફીન નામનું એક રસાયણ હોય છે જે તેની મીઠાશ મેળાવવાની ગતિ પર રોક લગાવે છે.[૧૬] આ ફળ ચીકાશ ધરાવતું હોવાથી તે ગળાને ઘણી રાહત આપે છે. ગળાની ખરાશના ઉપચારમાં જુજુબેના રસની દવાઓ વપરાતી આવી છે.

અન્ય વપરાશ

ફેરફાર કરો

જુજુબેની મીઠી સુગંધ કિશોરો પ્રેમમાં પડી જતા હોવાનું મનાય છે. આને કારણે હિમાલયના કારાકોરમ ક્ષેત્રના કિશોરો કિશોરીઓને આકર્ષવા જુજુબેના ફુલો ધરાવતી ડાળીને લઈને ચાલે છે અથવા તેને પોતાની ટોપીમાં પરોવે છે.

પારંપારિક ચીની લગ્નમાં નવદંપત્તિના સૂવાના ઓરડામાં પ્રજનન શુભેચ્છાના ચિહ્ન રૂપે શિંગ, અખરોટ, લોંગન (લાંચી જેવું ફળ) સાથે જુજુબે પણ મુકવામામ્ આવતા. જેનો ઉદ્દેશ "ઝડપથી બાળક અવતરે" એવો હતો

ભૂતાનમાં જુજુબેના પાંદડાને પોટપોરી નામના વાસણમાં ભરીને મુકાય છે જેથી ઘર સ્વચ્છ અને સુગંધી રહે. આનો ઉઅપયોગ ઘરને જંતુઓથી મુક્ત રાકહ્વાનોપ્ પણ છે.

In Japan, the natsume has given its name to a style of tea caddy used in the Japanese tea ceremony, due to the similar shape, and also to nightlights (ナツメ球), again due to the similarity between the shape of the bulb and the fruit.[સંદર્ભ આપો]

In Korea, the wood is used to make the body of the taepyeongso, a double-reed wind instrument. The wood is also used to make Go bowls, beads, and violin parts.[સંદર્ભ આપો]

In Vietnam, the jujube fruit is eaten freshly picked from the tree as a snack. It is also dried and used in desserts, such as sâm bổ lượng, a cold beverage that includes the dried jujube, longan, fresh seaweed, barley, and lotus seeds.[સંદર્ભ આપો]

A jujube honey is produced in the middle Atlas Mountains of Morocco.[સંદર્ભ આપો]

In Madagascar, jujube trees are a good wood for charcoal, the second main source of cooking energy.[સંદર્ભ આપો]

રોગ અને જંતુઓ

ફેરફાર કરો

Witch's brooms, prevalent in China and Korea, is the main disease affecting jujubes, though plantings in North America currently are not affected by any pests or diseases.[૧૭]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Rushforth, K. (1999). Trees of Britain and Europe. Collins ISBN 0-00-220013-9.
  2. Gupta, Anil K. in Origin of agriculture and domestication of plants and animals linked to early Holocene climate amelioration, Current Science, Vol. 87, No. 1, 10 July 2004 59. Indian Academy of Sciences.
  3. S. Chaudhary. Rhamnaceae in: S. Chaudhary (Edit.). Flora of the Kingdom of Saudi Arabia. Vol II (Part One) 2001.
  4. "Kamala's Corner: Indian Jujube - Elanthai Pazham". Kamalascorner.com. મેળવેલ 1 August 2010.
  5. "Rare Fruit: Jujubes". Seasonalchef.com. મૂળ માંથી 29 નવેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 1 August 2010.
  6. Mill Goetz P. "Demonstration of the psychotropic effect of mother tincture of Zizyphus jujuba" Phytotherapie 2009 7:1 (31-36)
  7. Jiang J.-G., Huang X.-J., Chen J., Lin Q.-S.,"Comparison of the sedative and hypnotic effects of flavonoids, saponins, and polysaccharides extracted from Semen Ziziphus jujube" Natural Produ ct Research 2007 21:4 (310-320)
  8. Mahajan R.T., Chopda M.Z. "Phyto-pharmacology of Ziziphus jujuba mill - A plant review" Mahajan R.T., Chopda M.Z. Pharmacognosy Reviews 2009 3:6 (320-329)
  9. "Information on 1-mil from the company's website". મૂળ માંથી 2008-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2013-05-03.
  10. Naftali T., Feingelernt H., Lesin Y., Rauchwarger A., Konikoff F.M. "Ziziphus jujuba extract for the treatment of chronic idiopathic constipation: A controlled clinical trial" Digestion 2008 78:4 (224-228)
  11. Ebrahimi, Sedigheh (2011). "Investigating the efficacy of Zizyphus jujuba on neonatal jaundice". Iranian Journal of Pediatrics. 21 (2): 320–324. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  12. Taati, Majid (2011). "Protective effects of Ziziphus jujuba fruit extract against ethanol-induced hippocampal oxidative stress and spatial memory impairment in rats". Journal of Medicinal Plants Research. 5 (6): 915–921. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  13. Yoo, Ki-Yeon (2010). "Zizyphus Attenuates Ischemic Damage in the Gerbil Hippocampus via Its Antioxidant Effect". Journal of Medicinal Food. 13 (3): 557–563. doi:10.1089/jmf.2009.1254. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  14. Pahuja, M (2011). "Hydroalcoholic extract of Zizyphus jujuba ameliorates seizures, oxidative stress, and cognitive impairment in experimental models of epilepsy in rats". Epilepsy Behav. 21 (4): 356–63. doi:10.1016/j.yebeh.2011.05.013. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  15. Carson, Ralph E. (2012). The Brain Fix: What's the Matter with Your Gray Matter: Improve Your Memory ... - Google Books. ISBN 0757316298.[હંમેશ માટે મૃત કડી]
  16. . PMID 1418601& Check |pmid= value (મદદ). Cite journal requires |journal= (મદદ); Missing or empty |title= (મદદ)
  17. Fruit Facts: Jujube સંગ્રહિત ૧૯૯૬-૧૧-૦૧ ના રોજ વેબેક મશિન

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો