ભાટગામ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ભાટગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકામાં આવેલું એક ગામ છે, જે તાલુકા મથક ઓલપાડ થી આશરે ૫ (પાંચ) કિલોમીટર જેટલું દૂર આવેલ છે. ભાટગામ ગામમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.

ભાટગામ
—  ગામ  —
ભાટગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′15″N 72°44′51″E / 21.337379°N 72.747452°E / 21.337379; 72.747452
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ઓલપાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર તેમજ શાકભાજી

આ ગામમાં ઐતિહાસિક મહાકાળી માતાનું મંદિર છે, જ્યાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન રામનવમી દરમિયાન મેળો ભરાય છે.

ઇતિહાસમાં ઉલ્લેખ ફેરફાર કરો

ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહ હેઠળ આયોજીત દાંડી યાત્રા આ ગામમાં થઈ પસાર થઈ હતી. યાત્રામાં ફળો ભરેલા ખટારા, કીટ્સ લેમ્પ માથે રાખી ચાલતા મજૂરો વગેરેના ઠઠારા જોઈ ગાંધીજીએ મનોમંથન કર્યું અને આ ગામમાં સત્યાગ્રહીઓને કીટ્સ લેમ્પને બદલે પોતાના મનમાં પ્રકાશ કરી શોધ ખોળ કરવા જણાવ્યું. [૧]

  1. "Natitional Salt Satyagrah Mural". commons.wikimedia.org. Wikimedia Foundation. 2019-08-10. મેળવેલ 2019-08-10.