ભાદર નદી
ભારતની નદી
ભાદર નદી એ પશ્ચિમ ભારતના ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની સૌથી મોટી નદી છે.
ભાદર નદી | |
---|---|
![]() નવી બંદર, પોરબંદર નજીક ભાદર નદી | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ અક્ષાંસ-રેખાંશ | 22°00′56″N 71°12′18″E / 22.015546°N 71.204900°E |
⁃ ઊંચાઇ | 210 m (690 ft) |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર |
• અક્ષાંશ-રેખાંશ | 21°27′09″N 69°47′26″E / 21.452534°N 69.790494°E |
• ઊંચાઈ | 0 m (0 ft) |
લંબાઇ | 200 km (120 mi) |
વિસ્તાર | 7,094 km2 (2,739 sq mi) |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
તે જસદણની ઉત્તરે આવેલા મંદાર ડુંગરમાંથી નીકળે છે અને ગણોદ આગળ રાજકોટ જિલ્લો છોડીને વાડાસડા નજીક જુનાગઢ જિલ્લામાં પ્રવેશે છે.[૧] તેની લંબાઇ ૨૦૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૭,૦૯૪ ચોરસ કિમી (૨,૭૩૯ ચોરસ માઇલ) છે.[૨] જસદણ, આટકોટ, નવાગઢ, જેતપુર, ઉપલેટા, ગણોદ અને નવી બંદર વગેરે તેના કાંઠે વસેલા છે.[૩]
ગોંડલી, છાપરવાડી, ફોફળ, ઉતાવળી, મોજ અને વેણુ નદીઓ ભાદર નદીના જમણાકાંઠાની મુખ્ય શાખાઓ છે અને વાસાવડી, સુરવા અને ગલોલીયા નદીઓ ડાંબા કાંઠાની મુખ્ય શાખાઓ છે. ભાદર નદી પર ૬૮ કિ.મી.ના અંતરે જેતપુર નજીક લીલાખા ગામે ભાદર-૧ અને ૧૦૬ કિ.મી.ના અંતરે નવગામ પાસે ભાદર-૨ બંધ બાંધેલા છે.[૨]
ભાદર નદીમાં ઇ.સ. ૧૯૫૮ અને ઇ.સ. ૧૯૬૮ના વર્ષો દરમિયાન ભારે પૂર આવ્યા હતા.[૪]
સંદર્ભફેરફાર કરો
- ↑ નકશામાં ગુજરાત (૧ આવૃત્તિ). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. પૃષ્ઠ ૨૩.
- ↑ ૨.૦ ૨.૧ "ભાદર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૦૨ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "ભાદર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2022-04-05.
- ↑ નકશામાં ગુજરાત (૧ આવૃત્તિ). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. પૃષ્ઠ ૨૪.
બાહ્ય કડીઓફેરફાર કરો
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |