ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન

ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન અથવા BMMA એક સ્વાયત્ત, બિનસાંપ્રદાયિક, અને અધિકારો આધારિત સામાજીક સંસ્થા છે જેનું નેતૃત્વ ઝાકિયા સોમણ કરે છે, જે ભારતમાં મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે લડે છે.[૧] મુંબઇ સ્થિત આ સંસ્થાની રચના જાન્યુઆરી ૨૦૦૭માં કરવામાં આવી હતી.[૨]

BMMA એ ૧૦ રાજ્યોમાં મુસ્લિમ પર્સનલ લૉમાં સુધારા અંગે મુસ્લિમ મહિલાઓના મંતવ્યોનો સર્વે - સીકિંગ જસ્ટિસ ઇન ધ ફેમિલીના નામે કર્યો હતો.[૩][૪][૫] સર્વેમાં ૪૦૦૦ મહિલાઓને આવરવામાં આવી હતી અને તેમાંથી એકેયના નામે કોઈ મિલકત નહોતી અને ૭૮% ગૃહિણીઓ હતી કે જેમની પોતાની કોઈ આવક નહોતી.[૬]

BMMA એ 'ટ્રિપલ તલાક' (મૌખિક છૂટાછેડા)ની પ્રથા પર પ્રતિબંધની માંગ કરી હતી.[૭] સંસ્થાએ મુસ્લિમ પર્સનલ લો પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અરજી કરી હતી.[૮] BMMA એ હિન્દુ મહિલાઓનું શનિ શિંગણાપુર મંદિરમાં પ્રવેશના વિવાદમાં સમર્થન કર્યું છે.[૯] તેણે ૨૩ જૂન ૨૦૧૪ના રોજ 'મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ'નો મુસદ્દો બહાર પાડ્યો હતો જેમાં ભારતના મુસ્લિમ પર્સનલ લૉમાં બહુપત્નીત્વને ગેરકાયદેસર બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.[૧૦]

સંદર્ભો ફેરફાર કરો

  1. "About". Bharatiya Muslim Mahila Andolan (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-27.
  2. Hasan Suroor (6 January 2014). India's Muslim Spring. Rupa Publications. પૃષ્ઠ 52. ISBN 978-81-291-3164-5.
  3. Dhar, Aarti. "Muslim Women Want Reforms in Personal Laws, Study Reveals". The Wire. મૂળ માંથી 2016-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-27.
  4. "Muslim Women's Views on Muslim Personal Law". Economic and Political Weekly. મેળવેલ 2016-01-27.
  5. "Muslim women to mullahs: We are here, reform personal law or else… - Firstpost". Firstpost (અંગ્રેજીમાં). મેળવેલ 2016-01-27.
  6. "89% Muslim women want government hand in codification of law: Study | Latest News & Updates at Daily News & Analysis". dna (અંગ્રેજીમાં). મેળવેલ 2016-01-27.
  7. "Ban 'triple talaq', says Muslim women's group". ABP Live. મૂળ માંથી 2016-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-27.
  8. "Muslim women petition PM on personal law - Times of India". The Times of India. મેળવેલ 2016-01-27.
  9. "United for a cause: Muslim group backs Hindu women in Shani Shingnapur temple row". CatchNews.com. મેળવેલ 2016-01-27.
  10. The Hindu. No second wife, please