ભીલાડ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ


ભીલાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા, ગુજરાતના દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલા એવા ઉમરગામ તાલુકામાં આવેલું ગામ છે. ભીલાડ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

ભીલાડ
—  ગામ  —
ભીલાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°10′26″N 72°45′50″E / 20.173812°N 72.763966°E / 20.173812; 72.763966
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ઉમરગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર, પોસ્ટ ઓફિસ, સામુહિક આરોગ્ય કેન્દ્ર

દારોથા નદીના કાંઠે આવેલું આ ગામ અત્યંત રળીયામણું છે. તેના પૂર્વમાં, રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ તથા દિલ્હી-મુંબઈ જતો રેલ માર્ગ આવેલો છે. પશ્ચિમ દિશામાં બોડો ડુંગર ગામની શોભા વધારે છે. ભીલાડ ગામથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી ફક્ત ૪ કી.મી. જેટલા અંતરે ઇશાન વિસ્તારથી જોડે છે. ગામનું રેલ્વે સ્ટેશન આજુ બાજુના અંતરિયાળ વિસ્તાર જેમ કે સરીગામ, દેલ્હી, ફંસા, જરોલી, ઇન્દીયાપડા, તળાવપાડા, કનાડું તથા અન્ય બીજા ગામોને રેલથી જોડે છે. ગામમાં આવેલું શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપે છે. ગામમાં સરકારી સુવિધાઓ જેમ કે ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફીસ, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા ચેકપોસ્ટ છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.