મડાગાસ્કરનો રાષ્ટ્રધ્વજ દેશને આઝાદી મળી તેના બે વર્ષ પહેલાં જ ૧૪ ઓક્ટોબર ૧૯૫૮ના રોજ અપનાવાયો હતો. તે સમયે ફ્રાન્સ પાસેથી આઝાદી મેળવવા લોકમતની તૈયાર ચાલતી હતી.

મડાગાસ્કર
Flag of Madagascar.svg
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યો૧૪ ઓક્ટોબર ૧૯૫૮
રચનાલાલ અને લીલા રંગના બે આડા પટ્ટા અને સફેદ રંગનો ઉભો પટ્ટો ધ્વજદંડ તરફ

ધ્વજના રંગો મડાગાસ્કરનો ઈતિહાસ, તેમની આઝાદી માટેની ખેવના અને તેમના પારંપરિક વર્ગો સૂચવે છે. ૧૮૯૬માં ફ્રાન્સ સામે હારી જનાર મરિના સામ્રાજ્યના રંગો લાલ અને સફેદ હતા. તે રંગનો ધ્વજ દેશ ગુલામ બન્યો પહેલાં વપરાતો હતો. આ રંગો પ્રજાના અગ્નિ એશિયા સાથેના સંપર્ક તરફ પણ ઇશારો કરે છે, ઈંડોનેશિયાનો રાષ્ટ્રધ્વજ પણ આ જ રંગોનો બનેલો છે. લીલો રંગ હોવા જાતિનો છે દેશમાં સામાન્ય પ્રજામાં બહુમત ધરાવે છે અને આઝાદીની લડાઈમાં તેમનો સિંહફાળો છે.

બાહ્ય કડીઓફેરફાર કરો