મનસુખલાલ ઝવેરી

ગુજરાતી કવિ અને વિવેચક

મનસુખલાલ ઝવેરીગુજરાતી ભાષા નાં કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર હતા.[૨]

મનસુખલાલ ઝવેરી
જન્મમનસુખલાલ મગનલાલ ઝવેરી
(1907-10-03)3 October 1907
જામનગર, ગુજરાત
મૃત્યુ27 August 1981(1981-08-27) (ઉંમર 73)
મુંબઈ
વ્યવસાયકવિ, વિવેચક, સાહિત્યિક ઇતિહાસકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.
નોંધપાત્ર સર્જનોહિસ્ટરી ઓફ ગુજરાતી લિટરેચર (૧૯૭૮)
જીવનસાથીહસમુખગૌરી ઝવેરી
સંતાનોઅનુ ગઢિયા (પુત્રી)[૧]
સહી

જીવનફેરફાર કરો

તેમનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની ૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત રાજ્યનાં જામનગર શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્યમાં પણ ખુબજ સફળ રહ્યા હતાં. તેઓએ ગુજરાતી ભાષા, વ્યાકરણ અને લેખન પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં ન્યૂયોર્ક ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ દરમિયાન અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિ કરી હતી.

તેઓનું અવસાન ઈ.સ.૧૯૮૧ ની ૨૭ ઓગષ્ટે મહારાષ્ટ્ર રાજ્યનાં મુંબઈ ખાતે થયુ હતું.

મુખ્ય રચનાઓફેરફાર કરો

  • વિવેચન - પર્યેષણા, કાવ્યવિમર્ષ, અભિગમ, દ્રષ્ટિકોણ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ
  • કાવ્ય - આરાધના, ચંદ્રદૂત, ફૂલદોલ, અભિસાર, ડૂમો ઓગળ્યો
  • સંપાદન - સાહિત્યલહરી ભાગ ૧, ૨, ૩; ગુજરાતી ભાષા વ્યાકરણ અને લેખન - ભાગ ૧-૨ , પ્રેમાનંદ કૃત ‘દશમ સ્કંધ’ , ગુજરાતી ટૂંકી વાર્તા, આપણા ઉર્મિકાવ્યો ભાગ ૧-૨, દયારામ
  • અનુવાદ - સ્મૃતિભંશ અથવા શાપિત શકુંતલા, રામસંહિતા, ભારત - આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો

પૂરક વાચનફેરફાર કરો

  • પંડ્યા, દુશ્યંત (૧૯૯૭). મનસુખલાલ ઝવેરી. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (૧ આવૃત્તિ). અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. OCLC 39516267.

સંદર્ભફેરફાર કરો

  1. Dr. Anita Gadhia-Smith (6 April 2011). From Addiction to Recovery: A Therapist's Personal Journey. Bloomington: iUniverse. પૃષ્ઠ 4. ISBN 978-1-4620-0529-1. મેળવેલ 18 January 2018.
  2. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ 115. ISBN 978-0-313-28778-7. મેળવેલ 9 December 2017.

બાહ્ય કડીઓફેરફાર કરો