મનુભાઇ લલ્લુભાઇ જોધાણી (૨૮ ઓક્ટોબર ૧૯૦૨ - ૨૯ ડિસેમ્બર ૧૯૭૯) ગુજરાત, ભારતના ગુજરાતી લેખક, લોકસાહિત્યકાર, પક્ષીવિદ્, વનસ્પતિશાસ્ત્રી અને સંપાદક હતા. તેમના ૧૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા હતા.[૧]

મનુભાઈ જોધાણી
ઈ.સ. ૧૯૪૬ની આસપાસ મનુભાઈ જોધાણી
ઈ.સ. ૧૯૪૬ની આસપાસ મનુભાઈ જોધાણી
જન્મમનુભાઈ જોધાણી
૨૮ ઓક્ટોબર ૧૯૦૨
બરવાળા, બ્રિટીશ ભારત
મૃત્યુ૨૯ ડિસેમ્બર ૧૯૭૯
વ્યવસાયલેખક, લોકસાહિત્યિક, પંખીનાઅભ્યાસી, વનસ્પતિશાસ્ત્રી, સંપાદક

જીવનચરિત્ર ફેરફાર કરો

મનુભાઈ જોધાણીનો જન્મ ૨૮ ઑક્ટોબર ૧૯૦૨ના દિવસે ગુજરાતના બરવાળા ખાતે થયો હતો.[૨][૩] તેમણે પ્રાથમિક શિક્ષણ લીંબડી ખાતે મેળવ્યું હતું. ૧૯૨૦ માં તેઓ બરવાળાની શાળામાં શિક્ષક બન્યા. ૧૯૩૦ માં ભારતીય સ્વાતંત્ર્યતાની ચળવળમાં જોડાવા માટે તેમણે રાજીનામું આપ્યું.[૪] મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહને પગલે સ્વાતંત્ર્ય સૈનિક અમૃતલાલ શેઠે ધોલેરા ખાતે સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો. મનુભાઈએ ધોલેરા ખાતે મીઠાના સત્યાગ્રહમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને અંગ્રેજોએ તેમની ધરપકડનું અખત્યારપત્ર (વોરન્ટ) જારી કર્યું હતું.[૫]

ત્યાર બાદ તેઓ જીવણલાલ અમરસી પુસ્તકવિક્રેતા સાથે જોડાયા. તેમણે વિવિધ સામાયિકોમાં પણ કામ કર્યું, સ્ત્રીબોધમાં સબ એડિટર તેમજ સ્ત્રીજીવનમાં તેમણે ૩૯ વર્ષ સુધી એક સંપાદક તરીકે કામ કર્યું.[૪][૩]

૨૯ ડિસેમ્બર ૧૯૭૯ ના દિવસે તેમનું અવસાન થયું.[૩] તેમના પુત્ર વસંતકુમાર જોધાણી પણ એક લેખક હતા જેમણે વિજ્ઞાન અને પ્રાણીઓ પરની કૃતિઓ પ્રકાશિત કરી છે.[૨]

રચનાઓ ફેરફાર કરો

મનુભાઈએ લોકસાહિત્યના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.[૬][૭][૪] તેઓ પક્ષીવિદ્ અને વનસ્પતિશાસ્ત્રી પણ હતા.[૮] તેઓ ગુજરાતના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર વાર્તા લખનાર પ્રથમ હતા.[૯][૧૦][૩] તેમની લોકસાહિત્ય પરની કૃતિઓમાં, સોરઠી જવાહિર (૧૯૩૦), સોરઠી વિભુતો (૧૯૬૪), રાંદલના ગીતો, ગુજરાતી લોકસાહિત્ય માલા (મંજુલા મજમુદાર, બચુભાઇ રાવલ સાથે સચિત્ર) અને જનપદ (૧૯૪૦, ૧૯૪૪, ૧૯૫૫; રેખાંકિત) શામેલ છે.[૧૧][૧૨]

તેમણે શિલ્વટી (૧૯૨૮) અને સુંદરીઓના શણગાર નામે ટૂંકી વાર્તાઓ રચી છે. નાગમતી (૧૯૩૨) એ તેમની એકમાત્ર નવલકથા છે. ખાટીમીઠી બાળવાતો અને કુમારોની પ્રવાસકથાબાળસાહિત્યની કૃતિઓ છે.[૧૩]

પાદરની વનસ્પતિ ૧-૨ (૧૯૫૪–૫૫), આંગણાના પંખી ૧-૨ (૧૯૫૫–૫૬), પાદરના પંખી (૧૯૫૬) એ તેમની વનસ્પતિશાસ્ત્ર અને પક્ષીઅભ્યાસ પરની કૃતિઓ છે.[૧૩]

તેમણે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયના બિંદુર છેલેનો બિંદુ (૧૯૩૯) તરીકે અનુવાદ કર્યો હતો.[૧૪]

તેમણે મનુબેન ગાંધીના સંસ્મરણો, બાપુનો છેલ્લો આભાસ જેવી કૃતિઓ પ્રકાશિત કરવામાં મદદ કરી હતી.

સંસ્મરણ ફેરફાર કરો

અમદાવાદના પાલડીમાં એક રસ્તાને તેમનું નામ અપાયું છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Akademi, Sahitya. Whos Who Of Indian Writers (અંગ્રેજીમાં). Dalcassian Publishing Company.
  2. ૨.૦ ૨.૧ Whos Who Of Indian Writers. New Delhi: Sahitya Akademi. 1961. પૃષ્ઠ 143.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Desai, Ratilal Deepchand (2003). "7. ધિંગા લોકસાહિત્યકાર શ્રી મનુભાઈ જોધાણી". માં Desai, Nitin R. (સંપાદક). Amruta-Sameepe. Ahmedabad: Gurjar Granthratna Karyalaya. પૃષ્ઠ 373–374.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "મનુભાઈ જોધાણી". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2020-04-28.
  5. Madhad, Raghavji (2020-03-25). "આંખો આંસુથી વહેવા લાગી હતી: સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો". Sandesh. મેળવેલ 2020-04-28.
  6. Gujarat. Ahmedabad: Smt Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra, Gujarat Vishvakosh Trust. 2007. પૃષ્ઠ 235, 426.
  7. "Contribution of Gujarat to the Field of Folklore". Indian Folklore Research Journal. National Folklore Support Centre (2–5): 77. 2002.
  8. Daniel, J. C.; Ali, Sálim; Ugra, Gayatri (2003). Petronia: Fifty Years of Post-independence Ornithology in India : a Centenary Dedication to Dr. Salim Ali, 1896-1996. Bombay Natural History Society. પૃષ્ઠ 104. ISBN 978-0-19-566653-3.
  9. JAMUNA, K. A. (2017-06-01). Children's Literature in Indian Languages (અંગ્રેજીમાં). Publications Division Ministry of Information & Broadcasting. ISBN 978-81-230-2456-1.
  10. Jamunā, Ke E.; Division, India Ministry of Information and Broadcasting Publications (1982). Children's literature in Indian languages (અંગ્રેજીમાં). Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India.
  11. Magara, Naresh (January–February 2019). "ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે થયેલ સંશોધન – સંપાદનની કામગીરીની રૂપરેખા". Sahitya Setu. Tanvi Shukla. 9 (49). ISSN 2249-2372.
  12. Desai, Ratilal Deepchand (2003). "7. ધિંગા લોકસાહિત્યકાર શ્રી મનુભાઈ જોધાણી". માં Desai, Nitin R. (સંપાદક). Amruta-Sameepe. Ahmedabad: Gurjar Granthratna Karyalaya. પૃષ્ઠ 373–374.
  13. ૧૩.૦ ૧૩.૧ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; :1નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  14. Śaratcandra o Bhāratīẏa sāhitya (Bengaliમાં). Nikhila Bhārata Baṅga Sāhitya Sammelana, Dillī Sākhā. 1976. પૃષ્ઠ 1957.