મસુંદ્રા મોટા (તા. રાજુલા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મસુંદડા નાના મોટા / ( મસુંદડા )(તા. રાજુલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજુલા તાલુકામાં આવેલું એક જ ગામ છે. મસુંદડા નાના મોટા એ મસુંદડા નામથી પણ આ ગામ ઓળખાય છે. એટલે કે બન્ને ગામ એક જ છે. જુદા જુદા નથી. ગામમાં એક જ પ્રાથમિક શાળા છે. જે ધો-૧ થી ૮ સુધીની મિશ્રશાળા છે. મધ્યમ તેમજ મિશ્ર વસ્તી ધરાવતું આ ગામ છે.

મસુંદડા નાના મોટા
—  ગામ  —
મસુંદડા નાના મોટાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°02′28″N 71°26′56″E / 21.041107°N 71.448824°E / 21.041107; 71.448824
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો રાજુલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૮ મિશ્રશાળા ), પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સ્થાન ફેરફાર કરો

આ ગામ રાજ્ય ધોરીમાર્ગથી અમરેલી-મહુવાના મોટા આસરાણા ચોકડીથી ૭ કિ.મી દૂર આવેલું છે. ગામ જવા માટે મોટા આસરાણા ચોકડીથી અખેગઢ/માંડળ થઈ જઈ શકાય છે.

આ ગામ,

  • રાજુલાથી અંદાજિત ૧૫ કિમી દૂર છે.
  • મહુવાથી અંદાજિત ૨૦ કિમી દૂર છે.
  • ડુંગર ગામથી અંદાજિત પ કિમી દૂર છે.
  • સાવરકુંડલાથી અંદાજિત ૪૦ કિમી દૂર છે.

સંદર્ભ ફેરફાર કરો

રાજુલા તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામ