મહેમદાવાદ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

મહેમદાવાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

મહેમદાવાદ
—  નગર  —
મહેમદાવાદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°50′N 72°46′E / 22.83°N 72.77°E / 22.83; 72.77
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
વસ્તી ૩૦,૭૬૯ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 33 metres (108 ft)

ઇતિહાસ ફેરફાર કરો

આ શહેર મહેમુદશાહ બાદશાહે વસાવ્યું હતું અને તેના નામ પરથી આ શહેરનું નામ મહેમુદાબાદ રાખવામાં આવેલું હતું, જે સમય જતાં અપભ્રંશ થઇને મહેમદાવાદ થઇ ગયું. શહેર મધ્યે એક મોટી વાવ બાદશાહે બનાવડાવી છે, જે ગુજરાત રાજ્ય સંરક્ષિત સ્મારક ‍(S-GJ-43) છે.

ભૂગોળ ફેરફાર કરો

મહેમદાબાદ 22°50′N 72°46′E / 22.83°N 72.77°E / 22.83; 72.77 પર સ્થિત છે.[૧] અમદાવાદ-મુંબઇ રેલ્વે લાઇન મહેમદાવાદથી પસાર થાય છે. આ ઉપરાંત અહીંથી ગાંધીનગરથી ઈંદોર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પણ પસાર થાય છે.

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

 
ભમ્મરીયો કૂવો

અહીં ભમ્મરિયો કૂવો તેમજ રોજા-રોજી દરગાહ જોવાલાયક સ્થળો છે. વાત્રક નદીના કાંઠે સિદ્ધિવિનાયક દેવસ્થાન આવેલું છે, જે ઘણું જ રમણીય સ્થળ છે.

શિક્ષણ ફેરફાર કરો

અહીં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમ કુલ દસેક નિશાળો તેમજ ત્રણ મહાવિદ્યાલયો આવેલ છે.

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો