મિસળ (મરાઠી:मिसळ), અર્થાત્ "મિશ્રણ", એ મહારાષ્ટ્રની એક સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં પણ ખવાય છે. આ વાનગી બનાવવામાં સરળ છે, સસ્તી છે અને પૌષ્ટીક છે. મિસળનો સ્વાદ મધ્યમ તીખો થી અત્યંત તીખો હોઈ શકે છે. ખાણીપીણી બજારમાં પણ મિસળ એ અત્યંત લોકપ્રિય વાનગી છે. ગુજરાતમાં એ સેવ ઉસળ તરીકે ઓળખાય છે.[૧]

મિસળ (એટલે પોરુરી)

આ વાનગીનું ઉદગમ મહારાષ્ટ્રનો દેશ ક્ષેત્ર છે.[સંદર્ભ આપો]

ઘટકો ફેરફાર કરો

મિસળ બનાવવા વપરાતા ઘટકો નીચેના બધાં કે અમુક ઘટકો મિશ્ર કરાવી બનાવી શકાય છે:

આના ઘટક પદાર્થોના થર કરીને પીરસાય છે.[૨]. સૌથી નીચે મઠની ઉસળ હોય છે. ઉસળ એ ફણગાવેલા કઠોળનું ટમેટાં અને કાંદા નાખી તૈયાર કરેલ રસાવાળું શાક છે. આ વાનગીની પૌષ્ટિકતા ફણગાવેલ કઠોળમાંથી જ આવે છે. મિસળને પાંઉ સાથે પીરસાય છે અને તે વાનગીને મિસળ-પાંઉ કહે છે. મિસળનો સૌથી મહત્વનો ભાગ એ રસો છે તેને ટારી, કાટ કે પોરુરી પણ કહે છે. કોલ્હાપુરી મિસળમાં પૌઆ નથી વપરાતાં. કોલ્હાપુરની ફડતરેની મિસળ પ્રખ્યાત છે, [૨] અને તે વધુ તીખી હોય છે.

દહીં મિસળ પણ અત્યંત લોકપ્રિય છે તેમાં ઉસળનો સ્વાદ વધારવા દહીં ઉમેરવામાં આવે છે.

ચિત્ર ગેલેરી ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  2. ૨.૦ ૨.૧ Ghore, Anjali. "Upper Crust:India Food, Wine and Style Magazine". મૂળ માંથી 2007-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-09.