મીંઢોળા નદી

ભારતની નદી

મીંઢોળા નદીતાપી અને સુરત જિલ્લાની મહત્વની નદી છે, જે ગુજરાત રાજ્યમાં થઈને વહે છે. આ નદીની કુલ લંબાઈ ૧૦૫ કિ.મી. અને સ્ત્રાવ વિસ્તાર (કૅચમેન્ટ એરિયા) ૧૫૧૮ ચોરસ કિ.મી. જેટલો છે.[૧] તેનો ઉદ્ભવ સોનગઢ તાલુકાના ડોસવાડા ગામની ઉપરવાસમાં આવેલા જંગલ વિસ્તારમાંથી થાય છે. આ નદી પર ડોસવાડા ગામ નજીક એક નાનો બંધ બાંધવામાં આવેલ છે. આ નદીનો અંત અરબી સમુદ્રમાં ઉભરાટ નજીક આવેલા દાંતી ગામ પાસે થાય છે. તેનો ઉપયોગ ખાસ તો સીંચાઇ માટે કરવામાં છે, તેના ઉપર ૩ નાના-મોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ ૧૪ જેટલા પુલો આવેલા છે. મીંઢોળા નદીને કીનારે બાજીપુરા, બારડોલી, મલેકપુર જેવા ગામો વસ્યા છે.

મીંઢોળા નદી
મીંઢોળા નદી
સ્થાન
જિલ્લાઓતાપી અને સુરત
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર
લંબાઇ૧૦૫ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનઅરબી સમુદ્ર
કાંઠાની લાક્ષણિકતાઓ
મહત્વનાં સ્થળોબારડોલી, બાજીપુરા, મલેકપુર
મીંઢોળા નદી, પલસાણા નજીક

ઇતિહાસમાં ઉલ્લેખ ફેરફાર કરો

ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહ હેઠળ આયોજીત દાંડી યાત્રાના માર્ગમાં આ નદી આવતી હતી. સત્યાગ્રહીઓને નદી પાર કરાવવા માટે કપલેથા ગામના લોકોએ પોતાના ગાડાઓને નદીના પટમાં મૂકી હંગામી પુલ બનાવ્યો હતો.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-11.
  2. "Natitional Salt Satyagrah Mural". commons.wikimedia.org. Wikimedia Foundation. 2019-08-10. મેળવેલ 2019-08-10.