મોટા સુરકા (તા. સિહોર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મોટા સુરકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મોટા સુરકા ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામની વાડીઓમાં જમરુખ, સીતાફળ, લીંબુ, ચીકુ વગેરે ફળોનું ઉત્પાદન થાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મોટા સુરકા
—  ગામ  —
મોટા સુરકાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′07″N 71°55′21″E / 21.7186°N 71.922584°E / 21.7186; 71.922584
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

મોટા સુરકા ગામ તાલુકા મથક સિહોરથી ૪ કિલોમીટરના અંતરે આવેલું છે. મોટા સુરકા ગામમાં નદી કિનારે ગંગનાથ મહાદેવનું સુંદર મંદિર આવેલું છે. ગામમાં પ્રવેશ કરતાં જ નદી વહે છે. આ નદીની એક બાજુ ભોલેનાથનું મંદિર આવેલું છે, જયારે બીજી બાજુ પર સ્મશાન (મોક્ષ મંદિર) આવેલું છે ગામની વચ્ચે આશાપુરી માતાજીનું મંદિર આવેલું છે. ગામની સામેની બાજુ પર તળાવ આવેલું છે.

સિહોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન