રતનપુરા (તા. ઉમરેઠ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

રતનપુરા (તા. ઉમરેઠ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ તાલુકામાં આવેલું એક ગામ છે.

રતનપુરા
—  ગામ  —
રતનપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°42′00″N 73°07′00″E / 22.7°N 73.1167°E / 22.7; 73.1167
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
તાલુકો ઉમરેઠ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,
શક્કરીયાં તેમજ શાકભાજી

રતનપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, કેળાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

રતનપુરા ગામ ઓડ રેલ્વે સ્ટેશન થી એક માઈલ દૂર આવેલું છે. રેલ્વે લાઇન ગામ ની ભાગોળે થઈને પસાર થાય છે આશરે ૫૦૦ વર્ષ પર રતનસિંહ એ આ ગામ વસાવેલું અને ગામ માં રતનેશ્વર મહાદેવની સ્થાપના કરેલી, તે ઉપર થી ગામનું નામ રતનપુરા પડેલું મનાય છે.[૧]

ઇ.સ. ૧૯૦૫માં ગામમાં ૭ ધોરણ ની શાળા સ્થાપવામાં આવી હતી. ઓડ ગામના વતની શેઠ શ્રી ભીખાભાઈ જીવાભાઈ પટેલે પોતાની બા હરખા બા (રતનપુરા ના પટેલ માધવદાસ કાશીદાસ ના પુત્રી) ના સ્મરણાર્થે શાળાને મકાન બનાવી આપ્યું હતું.[૧]

ગામમાં વાંચનાલય તથા ગાંધી સ્મારક સાર્વજનિક પુસ્તકાલય ચાલે છે. આ પુસ્તકાલય માટે સાર્વજનિક ફંડ ઉભું કરી રૂપિયા વીસ હજારના ખર્ચે મકાન બાંધવામાં આવ્યું હતું.[૧]

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

રતનેશ્વર મહાદેવ, કાલિકા માતા, ખોડિયાર માતા, બળિયા દેવ, ભાથીજી મંદિર, બે મંદિર જેવા ધાર્મિક સ્થળો અહીં આવેલા છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Shah, purushottam (1954). Charotar Sarva Sangrah Bhag-ii Mahiti Kosh Khand-i To X.
ઉમરેઠ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન