રવાનો શીરો
rawa no seero
રવાનો શીરો એ રવા કે સોજીમાંથી બનતી એક મીઠાઈ છે. ઉત્તર ભારતમાં તેને સૂજી કા હલવા તરીકે ઓળખે છે. મહારાષ્ટ્રમાં તેને રવા ચ્યા શિરા કહે છે અને તેને સત્ય નારાયણની પૂજામાં પ્રસાદ તરીકે ચઢાવાય છે. દક્ષિણ ભારતમાં આને કેસરી તરીકે ઓળખાય છે.
સામગ્રી
ફેરફાર કરોરવો, ઘી, ખાંડ, પાણી, સુકી દ્રાક્ષ (કિશમીસ), કાજુ
કૃતિ
ફેરફાર કરો- એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. ઉકળે એટલે તેમાં સુકી દ્રાક્ષ ઉમેરી બાજુએ મૂકો.
- કડાઈમાં ઘી લઈ તેમાં રવો ધીમા તાપે શેકો.
- રવો આછો ગુલાબી રંગ પકડે કે તેમાં ગરમ પાણી ઉમેરો અને ખાંડ, કાજુ અને દ્રાક્ષ ઉમેરો.
- મિશ્રણને હલાવતા રહો.
- ઘી છુટું પડે એટલે શિરો તૈયાર.
નોંધ
ફેરફાર કરો- આને નાસ્તા તરીકે અથવા જમણમાં લઈ શકાય છે.
- દક્ષિણ ભારતમાં બનતા કેસરીમાં રંગ ઉમેરીને તેને કેસરી બનાવાય છે અને તેમાં ખાવાનું કપૂર ઉમેરાય છે.
- વિવિધતા લાવવા આ શિરામાં પીળો રંગ અને પાયનેપલ એસેંસ નખી શકાય છે.