રાજનૈતિક દર્શન કે જેને રાજનૈતિક સિદ્ધાંત પણ કહે છે, જે રાજનીતિ, સમાનતા, ન્યાય, ઉદારતા, અધિકાર, કર્તવ્ય અને કાયદા, અને તેનો અમલ: શું કરવા, તે કેમ જરૂરી છે, સ્વતંત્રતા અને તેના માટે બનાવેલા કાયદાનો અમલ વગેરે નો અભ્યાસ છે.

રાજનૈતિક સિદ્ધાંતને વ્યાખ્યાયિત કરતા ડેવિડ વેલ્ડ કહે છે:

રાજકીય જીવન વિશેની આ વિભાવનાઓ અને સામાન્યીકરણની એક ઝલક છે, જે સરકાર, રાજ્ય અને સમાજની પ્રકૃતિ, હેતુ અને મુખ્ય લાક્ષણિકતાઓ અને મનુષ્યની રાજકીય ક્ષમતાઓથી સંબંધિત વિચારો, ધારણાઓ અને પુષ્ટિ સાથે સંબંધિત છે.

સામાન્ય ભાષા માં રાજનૈતિક દર્શન એટલે રાજનૈતિક વિચારધારા કે જેમાં રાજનીતિ પ્રત્યે નો સામાન્ય દ્રષ્ટિકોણ, ખાસ નૈતિક, રાજનૈતિક માન્યતા કે સ્વભાવ નો સમાવેશ થાય છે.

ઇતિહાસફેરફાર કરો

પ્રાચીન ભારતફેરફાર કરો

 
ચાણક્ય

પ્રાચીન સમયમાં ભારતીય રાજનૈતિક દર્શન (1) રાષ્ટ્ર અને રાજ્ય (2) સંપ્રદાય અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ ભેદભાવ દર્શાવે છે. હિન્દુ રાજ્યોના બંધારણ સમયાંતરે વિકસ્યા; તેઓ રાજકીય અને કાનૂની સંધિઓ અને પ્રવર્તમાન સામાજિક સંસ્થાઓ પર આધારિત હતા. રાજ્યની સંસ્થાઓને વ્યાપકપણે શાસન, વહીવટ, સંરક્ષણ, કાયદો અને વ્યવસ્થામાં વિભાજિત કરવામાં આવી હતી. આ રાજ્યોના મુખ્ય સંચાલક મંડળમાં રાજા, વડાપ્રધાન, સેનાપતિ, રાજાના મુખ્ય પુરોહિતનો સમાવેશ થાય છે. વડા પ્રધાન કાર્યકારી અધ્યક્ષ (મહા અમાત્ય) સાથે મંત્રીઓની સમિતિની આગેવાની હેઠળ હતા..

૪થી સદી પૂર્વ માં થઇ ગયેલ ચાણક્ય ના ગ્રંથ અર્થશાસ્ત્ર નો અભ્યાસ કરવા થી પ્રાચીન ભારતમાં આદર્શ રાજા કેવો હોવો જોઈએ, રાજાના અધિકાર અને ફરજો શું, રાજ સંચાલન કઈ રીતે કરવું વગેરે વ્યવસ્થાઓ વિષે ખ્યાલ આવે છે.[૧]ચાણક્ય પણ વિવિધ પૂર્વજો જેવા કે બૃહસ્પતિ, ઉશનસ, પરાશર અને આંબી ને ટાંકે છે, તથા પોતાને તેમની પરંપરાના વંશજ બતાવે છે.

પ્રાચીન ચીનફેરફાર કરો

પ્રાચીન ચીન માં રાજનૈતિક દર્શનનો વિકાસ 6ઠ્ઠી સદી પૂર્વ તરફ જાય છે. મુખ્ય વિચારધારાઓ જેવી કે કોન્ફુસિયસવાદ, લીગલવાદ, મોહીવાદ અને તાઓવાદનો ત્યાં વિકાસ થયો.

રાજનૈતિક સિદ્ધાંત અને રાજનૈતિક દર્શનફેરફાર કરો

દર્શન માં સત્ય અને જ્ઞાનની શોધમાં કોઈપણ વિષય પરની બધી ચિંતાનો સમાવેશ થાય છે. જ્યારે તે શોધ રાજકીય વિષયો પર હોય ત્યારે આપણે તેને રાજનૈતિક દર્શન કહીએ છીએ. તેથી તેમાં સિદ્ધાંત નો પ્રસ્તાવ મૂકવો જરૂરી નથી અને આ રાજનૈતિક દર્શન અને રાજનૈતિક સિદ્ધાંત વચ્ચેનો તફાવત છે. આમ રાજનૈતિક સિદ્ધાંત એ રાજનૈતિક દર્શનનો ભાગ છે, પરંતુ રાજનૈતિક દર્શન મોટેભાગે વ્યાપક છે અને તે જરૂરી નથી કે તેમાં કોઈ સિદ્ધાંત સામેલ છે.

રાજકીય સિદ્ધાંતની મહત્વની ધારાઓફેરફાર કરો

રાજકીય સિદ્ધાંતો કે જે મૂલ્યવાન છે અને જેમણે સમયના માપદંડને પૂર્ણ કર્યા છે, નીચે મુજબ છે:-

  1. શાસ્ત્રીય રાજકીય સિદ્ધાંત
  2. ઉદાર રાજકીય સિદ્ધાંત
  3. માર્ક્સવાદી રાજકીય સિદ્ધાંત
  4. પ્રયોગમૂલક વૈજ્ઞાનિક રાજકીય સિદ્ધાંત
  5. સમકાલીન રાજકીય સિદ્ધાંત

મુખ્ય રાજનૈતિક દર્શકોફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. Boesche, Roger (2003). The First Great Political Realist: Kautilya and His Arthashastra (અંગ્રેજી માં). Lexington Books. ISBN 9780739106075. Check date values in: |date= (મદદ)