રાજવિનોદ મહાકાવ્ય મૂળ સંસ્કૃતમાં લખવામાં આવેલ ગુજરાતના સુલતાન મહમૂદશાહ (૧૪૫૯-૧૫૧૧) કે જે મહમદ બેગડો તરીકે ઓળખાય છે, એનું જીવનચરિત્ર છે, જે તેના રાજ્યાશ્રિત કવિ ઉદયરાજ દ્વારા લખવામાં આવ્યું હતું. મૂળ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ભારતી શેલત અને ઉર્દૂમાં ભાવાનુવાદ ઝુબેર કુરેશીએ કર્યો છે.

રાજવિનોદ મહાકાવ્ય
લેખકઉદયરાજ
મૂળ શીર્ષકराजविनोदमहाकाव्यम
અનુવાદકોભારતી શેલત અને ઝુબેર કુરેશી
દેશભારત
ભાષાસંસ્કૃત, ગુજરાતી, ઉર્દૂ
પ્રકારજીવનચરિત્ર
પ્રકાશકશાહ વજીહુદ્દીન અકાદમી
પ્રકાશન તારીખ
૨૦૧૨

પ્રકાશન ફેરફાર કરો

ઉદયરાજ રચિત 'રાજવિનોદ મહાકાવ્ય'ની સંસ્કૃત હસ્તપ્રતનું મહત્વ સૌપ્રથમ ડૉ.જ્યોર્જ બ્યુહ્લરે પ્રસ્થાપિત કર્યું હતું. રાજસ્થાન પુરાતત્વ ખાતાએ ગોપલનારાયણ બહુરાને આ કાવ્યનું સંપાદન કાર્ય સોંપ્યું હતું, જેને 'રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા' ના ૮માં પુષ્પરૂપે ઈ.સ. ૧૯૫૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એકજ પુસ્તકમાં સંસ્કૃત, ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં પ્રકાશન શાહ વજીહુદ્દીન અકાદમી, અમદાવાદ ખાતેથી ૨૦૧૨માં કરવામાં આવ્યું.

કથાવસ્તુ ફેરફાર કરો

કવિ ઉદયરાજ વિરચિત 'રાજ્વિનોદ' કાવ્ય એવં 'જરબક્ષ પાતસાહિ શ્રીમહમૂદ સુરત્રાણચરિત્ર' માં સુલતાન મહમૂદ બેગડાના જીવન ચરિત્રને નિરૂપવામાં આવ્યું છે. આમાં મહમૂદની પ્રસંશા કરતાં પ્રતાપી, પરાક્રમી અને હિંદુ ધર્મના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેમાં કુલ ૭ સર્ગો છે.

  • 'सुरेन्द्रसरस्वती संवाद' નામક પ્રથમ સર્ગમાં સુલતાન મહમૂદને દાનેશ્વરી કર્ણ સાથે સરખાવવામાં આવ્યો છે.
  • 'वंशानुकीर्तनम' નામના બીજા સર્ગમાં મહમૂદના વંશનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાં મહમૂદની દાનવીરતા, બુદ્ધિમતા, પરાક્રમો અને નીતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
  • 'सभासमागम' નામક ત્રીજા સર્ગમાં સભા પ્રવેશનું વર્ણન છે.
  • 'सर्वावसर' નામના ચોથા સર્ગમાં એના દરબારમાં દેશ વિદેશથી પધારેલા રાજાઓ અને સભાસદોની હાજરીનું વર્ણન છે.
  • 'संगीततरंगप्रसंग' નામના પાંચમાં સર્ગમાં એના દરબારમાં ચાલતા નૃત્ય,ગીત-સંગીત નું અને નારીઓ વડે રાજાની આરતીના મંગલોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે.
  • 'विजययात्रा - उत्सव' નામક છટ્ઠા સર્ગમાં મહમૂદશાહની વિજય યાત્રાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
  • 'विजयलक्ष्मीलाभ' નામના સાતમાં અને અંતિમ સર્ગમાં મહમૂદના યુદ્ધ પરાક્રમોનું વર્ણન કરવામાં આવ્યું છે.

સંદર્ભ ફેરફાર કરો

  • उदयराज (૨૦૧૨). शेलत, भारती; कुरैशी, डॉ.ज़ुबेर (સંપાદકો). राजविनोदमहाकाव्यम. અમદાવાદ: शाह वजीहुद्दीन एकेडमी.