રામનગર કિલ્લો, વારાણસી

રામનગરનો કિલ્લો વારાણસી શહેરના રામનગર વિસ્તારમાં આવેલ છે. તે ગંગા નદીના પૂર્વીય કિનારા પર તુલસી ઘાટની સામે આવેલ છે. તેનું નિર્માણ ૧૭૫૦ના વર્ષમાં કાશી નરેશ બલવંત સિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ કિલ્લો માખણિયા રંગના ચુનારના બલુઆ પથ્થરનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ છે. વર્તમાન સમયમાં આ કિલ્લો સારી સ્થિતિમાં નથી. આ દુર્ગ અને તેમાંનું સંગ્રહાલય બનારસના ઇતિહાસનો ખજાનો છે. શરૂઆતથી જ આ કિલ્લો કાશી નરેશનું નિવાસ-સ્થાન રહ્યો છે.

રામનગર કિલ્લાનો એક ભાગ
રામબાગ અને રામનગર દુર્ગ (૧૯૦૫ના વર્ષમાં)

આ પણ જુઓફેરફાર કરો

  • રામનગર, વારાણસી
  • કાશીનો ઇતિહાસ
  • વારાણસીનો ઇતિહાસ