રીટા કોઠારી

લેખક, અનુવાદક, પ્રાધ્યાપક

રીટા કોઠારી (જન્મ: ૩૦ જુલાઈ ૧૯૬૯) ગુજરાતી, અંગ્રેજી ભાષાના લેખિકા અને અનુવાદક છે. સિંધી સમુદાયના સભ્ય તરીકે તે સમુદાયની યાદોને અને તેની ઓળખને સાચવવાના ઉદ્દેશ્યથીમાં, કોઠારીએ ભારતના ભાગલા અને લોકો પર તેની અસરો વર્ણવતી અનેક પુસ્તકો લખ્યા છે. તેમણે અનેક ગુજરાતી સાહિત્ય કૃતિઓનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે.

રીટા કોઠારી
રીટા કોઠારી, ડિસેમ્બર ૨૦૧૭
રીટા કોઠારી, ડિસેમ્બર ૨૦૧૭
જન્મ (1969-07-30) 30 July 1969 (ઉંમર 54)
વ્યવસાયલેખક, અનુવાદક, પ્રાધ્યાપક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ, એમ.ફિલ, પીએચ.ડી
માતૃ શિક્ષણ સંસ્થા
નોંધપાત્ર સર્જનો
  • Translating India (2003)
  • The Burden of Refuge: The Sindhi Hindus of Gujarat (2007)
  • Unbordered Memories (2009)
સહી
રીટા કોઠારી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધIndian Literature in English Translation the Social Context (1999)
માર્ગદર્શકSuguna Ramanathan
વેબસાઇટ
ittgn.academia.edu/RitaKothari

જીવન ફેરફાર કરો

કોઠારીએ 1989 માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદ થી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પૂર્ણ કરી હતી, ત્યારબાદ બે વર્ષે તેમણે પુણે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી હતી. ઈ.સ. ૧૯૯૫માં તેમણે માસ્ટર ઑફ ફિલોસોફીની ડિગ્રી અને ૨૦૦૦માં ડોક્ટર ઓફ ફિલોસોફી ડિગ્રી મેળવી હતી. આ બે પદવીઓ તેમને ગુજરાત યુનિવર્સીટી દ્વારા અનુક્રમે ધ એક્સપિરીઅન્સ ઑફ ટ્રાન્સલેટીંગ હિન્દી પ્રોઝ એન્ડ ટ્રાન્સલેટીંગ ઈંડિયા - કલ્ચરલ પોલિટિક્સ ઑફ ઈંગ્લીશ (હિન્દી ગદ્ય અનુવાદનો અનુભવ અને ભારતનું પરિવર્તન - અંગ્રેજીની સંસ્કૃતિક રાજકારણ) વિષયમાં તેમના સંશોધન કાર્ય માટે આપવામાં આવી હતી.[૧]

તેઓ અશોક યુનિવર્સિટી , સોનીપત ખાતે અંગ્રેજી વિભાગમાં શીખવે છે. તેમણે ૨૦૦૭ થી ૨૦૧૭ સુધી ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ટેકનોલોજી, ગાંધીનગર ખાતે હ્યુમનિટીઝ ઍન્ડ સોશિયલ સાયન્સ વિભાગમાં કામ કર્યું હતું.[૨] તેમણે ૧૯૯૨ થી ૨૦૦૭ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજી સાહિત્ય અને ભાષાંતર શીખવ્યું.[૩] તે પછી તેણીએ એમ.આઇ.સી.એ (સ્ટ્રેટેજિક માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન સંસ્થા) માં સંસ્કૃતિ અને સંચાર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા.[૧]

કોઠારીના શિક્ષણ ક્ષેત્રે સાહિત્ય, સિનેમા, નૃવંશશાસ્ત્ર અને સાંસ્કૃતિક ઇતિહાસમાં રસ ધરાવે છે. ભાષાઓ, સંદર્ભો અને સંસ્કૃતિઓ વચ્ચેનો પ્રવાસ તેમના રસનું કેન્દ્ર છે, જેને તેઓ ભાષાંતરના ત્રિપાર્શ્વ કાચ દ્વારા ભારતીય સંદર્ભમાં જુએ છે.[૪]

તેઓ અમદાવાદમાં રહે છે.[૫]

કાર્ય ફેરફાર કરો

એક સિંધી તરીકે પોતાની ઓળખને સાચવવાના પ્રયાસમાં, કોઠારીએ : ટ્રાન્સલેટીંગ ઈંડિયા - કલ્ચરલ પોલિટિક્સ ઑફ ઈંગ્લીશ (ભારતનું પરિવર્તન- અંગ્રેજીની સંસ્કૃતિક રાજકારણ) (૨૦૦૩), ધ સિંધી હિન્દુસ ઑફ ગુજરાત (શરણાર્થીઓનો ભાર: ગુજરાતના હિંદુ સિંધીઓ) (૨૦૦૭), અનબોર્ડર્ડ મેમોરિઝ : પાર્ટીશન સ્ટોરીઝ ફ્રોમ સિંધ (બિનપ્રવાસિત યાદો - સિંધની ભાગલા સમયની વાતો (૨૦૦૯), અને મેમોરીઝ એન્ડ મૂવમેન્ટ્સ (યાદો અને ચળવળો)(૨૦૧૬).[૨]

કોઠારીએ મોડર્ન ગુજરાતી પોએટ્રી ઍન્ડ કોરલ આઇલેન્ડ : ધ પોએટ્રી ઑફ નિરંજન ભગત (અનુ: આધિનિક ગુજરાતી કવિતાઓ અને પરવાળાનો ટાપુ : નિરંજનન ભગતની કવિતાઓ) નામના પુસ્તક સહ-અનુવાદ કર્યો છે. તેમણે જોસેફ મેકવાનની નવલકથા આંગળિયાત નો ધ સ્ટેપચાઈલ્ડ નામે અને ઇલા આરબ મહેતાની વાડ નવલકથાનો ધ ફેન્સ (૨૦૧૬) નામે અનુવાદ કર્યો છે. તેમણે જુડી વાકાબાયશી સાથે ડિસેન્ટ્રીંગ ટ્રાન્સલેશન સ્ટડીઝ : ઈન્ડિયા ઍન્ડ બિયોન્ડ (૨૦૦૯)નું અને રૂપર્ટ સ્નેલ સાથે ચુટનીફાયિંગ ઈંલીશ : ધી ફોનોમેનોન ઑફ હિંગ્લિશ (૨૦૧૧)નું સહ-સંપાદન કર્યું છે. તેણી સ્પીચ ઍન્ડ સાઈલેન્સ : લીટરેરી જર્નીસ્ બાય ગુજરાતી વુમેનના સંપાદક અને અનુવાદક છે.[૬][૭][૮] તેમણે પોતાના પતિ અભિજિત કોઠારી સાથે મળી કનૈયાલાલ મુનશીની ત્રણ નવલકથાઓ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજનો અનુક્રમે ધ ગ્લૉરિ ઑફ પાટણ (૨૦૧૭), ધ લૉર્ડ ઍન્ડ માસ્ટર ઑફ ગુજરાત (૨૦૧૮) અને ધ કિંગ ઑફ કિંગ્સ (૨૦૧૯) નામે અનુવાદ કરેલ છે.[૯][૧૦]

ગ્રંથસૂચિ ફેરફાર કરો

  • Rita Kothari (8 April 2014). Translating India. Routledge. ISBN 978-1-317-64216-9.
  • Rita Kothari; Rupert Snell (2011). Chutnefying English: The Phenomenon of Hinglish. Penguin Books India. ISBN 978-0-14-341639-5.
  • Rita Kothari (1 February 2007). The Burden of Refuge: the Sindhi Hindus of Gujarat. Orient Longman. ISBN 978-81-250-3157-4.
  • Rita Kothari (30 September 1999). Indian literature in english translation the social context. Gujarat University.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Rita Kothari-Indian Institute of Technology Gandhinagar". Academia.edu (આફ્રિકન્સમાં). 2015-08-03. મેળવેલ 2016-11-24.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ Adhyaru-Majithia, Priya (3 February 2013). "Dr Rita Kothari explores Idea of border and trauma of Partition". dna. મેળવેલ 3 December 2016.
  3. Indian Review of Books. Acme Books Pvt. Limited. 1998. પૃષ્ઠ 22.
  4. University, Ashoka. "Faculty/Staff Ashoka University". Ashoka University (અંગ્રેજીમાં). મેળવેલ 2018-02-20.
  5. "Rita Kothari - Indian Institute of Technology Gandhinagar". Academia.edu. 2015-08-03. મેળવેલ 2016-11-24.
  6. "Rita Kothari". The Re:Enlightenment Project. મૂળ માંથી 2016-11-24 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-24.
  7. "Is Multilingualism a 'new' discovery?, Rita Kothari – Multilingualism". Multilingualism – Boğaziçi University. 2016-03-02. મેળવેલ 2016-11-24.
  8. "Rita Kothari". Jaipur Literature Festival. 2016-11-04. મેળવેલ 2016-11-24.
  9. Deb, Sandipan (11 June 2017). "Freedom fighter KM Munshi's first novel is now available in English". India Today. મેળવેલ 27 May 2019.
  10. Ajay, Lakshmi (9 September 2018). "Immortalising Munshi". Ahmedabad Mirror. મેળવેલ 27 May 2018.

બાહ્ય કડીઓ ફેરફાર કરો