રોહતાસ જિલ્લો
રોહતાસ જિલ્લો (અંગ્રેજી:Rohtas district; હિંદી:रोहतास जिला) ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઈ. સ. ૧૯૭૨ના વર્ષમાં શાહાબાદ જિલ્લાનું વિભાજન કરી બે જિલ્લા (ભોજપુર જિલ્લો અને રોહતાસ જિલ્લો)ની રચના કરવામાં આવી હતી. રોહતાસ જિલ્લાનું મુખ્યાલય સાસારામ ખાતે આવેલું છે. રોહતાસ જિલ્લો પટણા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.
આ જિલ્લો ૩૮૫૦ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે તેમ જ આ જિલ્લાની કુલ વસ્તી જનગણના-૨૦૦૧ મુજબ ૨,૪૪૮,૭૬૨ અને વસ્તીની ગીચતા ૬૩૬ વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર જેટલી છે. આ જિલ્લામાં મુખ્યત્વે હિંદી, ભોજપુરી અને અંગ્રેજી ભાષાઓ વ્યવહારમાં છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |