લાંઘણજ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

લાંઘણજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

લાંઘણજ
—  ગામ  —
લાંઘણજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો મહેસાણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી
પિનકોડ ૩૮૨૭૩૦

પ્રાગઐતહાસિક મહત્વ

ફેરફાર કરો

લાંઘણજ ગામમાંથી ઈ.સ. પૂર્વે ૨૫૫૦-૨૧૮૫ના સમયના (મેસોલિથિક યુગ) પ્રાણીઓના હાડકાં મળી આવ્યા છે. આમાં કદાચ વરૂ, નોળિયો, ગેંડો, ચિત્તલ, હરણાં, નીલગાય અને કાળિયારનો સમાવેશ થાય છે. જંગલી ઢોરોની પણ તેમાં હાજરી જણાઇ છે. પ્રાણીઓના આ અવશેષો સૂચવે છે કે લાંઘણજનો વિસ્તાર સવાના ઘાસ અને જંગલથી આચ્છાદિત હતો.[] મનુષ્યોના સાત હાડપિંજરો અને મોટી સંખ્યામાં પથ્થરોના નાનાં હથિયારો પણ મળ્યા છે.[]

લાંઘણજમાં શરૂઆતી ખોદકામ અંધારિયો ટીંબો અથવા રાવળિયાના ટીંબા ખાતે યુનિવર્સિટી ઓફ લંડનના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાર્યમેન્ટ આર્કિઓલોજી અને પુણેની ડેક્કન કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ વડે ૧૯૪૪-૬૩માં કરવામાં આવ્યું હતું.[][]

અર્થતંત્ર

ફેરફાર કરો

આ ગામ ખંભાતના અખાતના પેટ્રોલિયમ સમૃદ્ધ વિસ્તારમાં આવેલું છે, જે દક્ષિણમાં સુરતથી ઉત્તરમાં સાંચોર સુધી જાય છે.[]

  1. Singh, Upinder (૨૦૦૮). A History of Ancient and early Medieval India: From Stone Age to the 12th Century. Dorling Kindersley (India) Pvt.Ltd. પૃષ્ઠ 85. ISBN 978-81-317-1120-0.
  2. ૨.૦ ૨.૧ Malik, S. C. (૧૯૬૬). "The Late Stone Age Industries from Excavated Sites in Gujarat, India". Artibus Asiae. JSTOR. ૨૮ (૨/૩): ૧૬૨. doi:10.2307/3249352. મેળવેલ ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬.
  3. Excavation At langhnaj 1944-63, part 1 and 2 Juliet clutton - Brock, University of London
  4. DGH, Government of India (૨૦૧૦). "Directorate General of Hydrocarbons: Cambay Basin" (pdf).

મહેસાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન