લાઠીદડ (તા. બોટાદ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

લાઠીદડ (તા. બોટાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના બોટાદ જિલ્લામાં આવેલા બોટાદ તાલુકામાં આવેલું એક ગામ છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, મહિલા કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ સારો વિકાસ થયેલો જોવા અહીં જોવા મળે છે. આ ઉપરાંત બોટાદ રોડ ઉપર સિમેન્ટ પાઇપના કારખાના, પીવીસી પાઇપના કારખાના તેમજ સ્કાય સ્પીન્ટેક્ષ જેવી મોટી મિલો પણ આવેલી છે.

લાઠીદડ
—  ગામ  —
લાઠીદડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°06′26″N 71°46′03″E / 22.107231°N 71.767566°E / 22.107231; 71.767566
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
વસ્તી ૧૮,૦૦૦[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

લાઠીદડ બોટાદથી ભાવનગર માર્ગ પર ૧૩ કિમીના અંતરે આવેલું છે.

બોટાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભો ફેરફાર કરો

  1. "Lathidad Village Population, Caste - Botad Bhavnagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૭.
  2. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.