વડનગર

ભારત દેશના ગુજરાત રાજ્યનું એક ગામ

વડનગર ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વડનગર ભારતના ૧૫માં અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.

વડનગર
—  નગર  —
કિર્તી તોરણ, વડનગર
કિર્તી તોરણ, વડનગર
વડનગરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°47′06″N 72°38′24″E / 23.785°N 72.64°E / 23.785; 72.64
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી ૨૭,૭૯૦[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 143 metres (469 ft)

વડનગર [http:https://geohack.toolforge.org/geohack.php?pagename=%E0%AA%B5%E0%AA%A1%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0&params=23.78_N_72.63_E_ ૨૩.૭૮° N ૭૨.૬૩° E].[] પર સ્થિત છે અને દરિયાની સપાટીથી આશરે ૧૪૩ મીટરની ઊંચાઈ પર આવેલું છે.

મહત્વના સ્થળો

ફેરફાર કરો

વડનગરમાં આવેલા રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ) (N-GJ-154), અર્જુન બારી દરવાજો (N-GJ-155) અને કિર્તી તોરણ (N-GJ-156) નો સમાવેશ થાય છે. અન્ય સ્થળો નીચે મુજબ છે:

  • તાના-રીરીની સમાધિ
  • હાટકેશ્વર મહાદેવ
  • જૈન દેરાસર (હાથીદેરા)
  • શર્મિષ્ઠા તળાવ
  • બૌદ્ધકાલીન અવશેષ
  • વડનગર મ્યુઝિયમ
  • અમથેરાતા મંદિર

શૈક્ષણિક સંસ્થાઓ

ફેરફાર કરો
 
બસ સ્ટેશનની નજીક આવેલું સરકારી પુસ્તકાલય

શાળા

  • જવાહર નવોદય વિદ્યાલય (સીબીએસઇ)
  • અનાર્ત શિક્ષણ કેન્દ્ર
  • નવીન સર્વ વિદ્યાલય
  • કુમાર શાળા
  • કન્યા શાળા
  • બી.એન.હાઈસ્કુલ
  • રોયલ અંગ્રેજી માધ્યમ શાળા
  • સરસ્વતી વિદ્યા મંદિર
  • શિશુ મંદિર

કોલેજ

  • સરકારી વિજ્ઞાન કોલેજ
  • સરકારી પોલીટેકનીક કોલેજ
  • સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા
  • વડનગર નાગરિક સહકારી બેંક લી. આર્ટસ અને કોમર્સ કોલેજ
 
વડનગર બસ સ્ટેશન

વડનગર ગુજરાતના બધાં મોટા શહેરો સાથે જાહેર પરિવહન માર્ગે જોડાયેલું છે. વડનગર રેલ્વે સ્ટેશન રાજ્ય અને દેશના અન્ય સ્થળો સાથે સંકળાયેલું છે.

વડનગર તાલુકો

ફેરફાર કરો
  1. "Vadnagar Population, Caste Data Mahesana Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-02-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. Falling Rain Genomics, Inc - Vadnagar