વસ્ત્રાપુર તળાવ

અમદાવાદમાં આવેલું એક તળાવ

વસ્ત્રાપુર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું એક તળાવ છે. ઇ.સ. ૨૦૦૨માં તળાવનું સમારકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

વસ્ત્રાપુર તળાવ
Vastrapurlake.jpg
સ્થાનવસ્ત્રાપુર, અમદાવાદ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°02′18″N 72°31′44″E / 23.0384°N 72.5290°E / 23.0384; 72.5290
પ્રકારકૃત્રિમ
દેશોભારત
રહેણાંકોઅમદાવાદ
વસ્ત્રાપુર તળાવ, ૨૦૧૨
વસ્ત્રાપુર તળાવ, ૨૦૧૭

તળાવની ફરતે ચાલવા-જોગિંગ કરવા માટેની કેડી, નાના બગીચા, બેસવા માટેના બાંકડાઓ તથા બાળકો માટે ચકડોળ અને રમવા માટેની અન્ય સુવિધાઓ છે. નર્મદા નદીની કેનાલમાંથી પાણી તળાવમાં પાઈપલાઇન વડે લાવવામાં આવે છે.[૧] તળાવની બધી બાજુ રસ્તાઓ આવેલા છે, જેની બીજી બાજુએ શોપિંગ સેન્ટરો (બજાર) વિકાસ પામ્યાં છે. આજુબાજુમાં ખાણી-પીણીની પણ ઘણી છે. તળાવ સંકુલમાં એક ઓપન એર થિયેટર પણ આવેલું છે. તળાવની નજીકમાં અમદાવાદ વન (જુનું નામ: આલ્ફા વન) નામનો મૉલ આવેલો છે.

૨૦૧૩માં વસ્ત્રાપુર તળાવનું નામકરણ 'ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર' તરીકે કરવામાં આવ્યું છે. તેમજ તળાવમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી છે.[૨]

૨૦૧૬માં તળાવ લગભગ સંપૂર્ણપણે સૂકાઇ ગયું હતું. લોકોએ મૃત માછલીઓને દૂર કરીને જીવિત માછલીઓને બચાવવા માટે તેમને અન્ય સ્થળોએ ખસેડી હતી.[૩]

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "Vastrappur lake". The Times of India.
  2. "Vastrapur Lake to become Narsinh Mehta Sarovar". ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩. Retrieved ૯ માર્ચ ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. AFP (૩૦ એપ્રિલ ૨૦૧૬). "El Niño dries up Asia as La Niña looms". Cebu Daily News (અંગ્રેજી માં). Retrieved ૨ મે ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)