વાલેસપુર (તા. ઘોઘા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વાલેસપુર (તા. ઘોઘા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

વાલેસપુર (તા. ઘોઘા)
—  ગામ  —
વાલેસપુર (તા. ઘોઘા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°34′10″N 72°11′17″E / 21.569473°N 72.188176°E / 21.569473; 72.188176
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઇતિહાસ ફેરફાર કરો

૧૮૭૧માં વડોદરા રાજ્ય બાજુથી કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ ઘોઘા રહેવા આવ્યા અને પછી ઘોઘાથી ૧૧ માઇલ દક્ષિણ-પશ્ચિમે વસવાટ શરૂ કર્યો. આ જગ્યાએ લાંબો સમય વસવાટ કરનારા રેવ. જેમ્સ વાલેસની યાદમાં આ વસાહતને વાલેસપુર નામ આપવામાં આવ્યું.[૨] આ જગ્યાએ આઠ મકાન, એક ઘંટવાળુ ચર્ચ, એક મીશનરી ઘર, એક આરામગૃહ, એક જનતા માટેનો કુવો અને એક હવાડો હતા.[૨] આ ગામ ગુજરાતનું એકમાત્ર સંપૂર્ણ ખ્રિસ્તી ધર્મની વસ્તી ધરાવતું ગામ છે, જેની વસ્તી અંદાજે ૫૦૦ની છે.[૩]

આ પણ જુવો ફેરફાર કરો


ઘોઘા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ઘોઘા તાલુકાના ગામોની યાદી". bhavnagardp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૦૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad (અંગ્રેજીમાં). મુંબઈ: ઍજ્યુકેશન સોસાયટીઝ પ્રેસ, ભાયખલ્લા. ૧૮૮૬. પૃષ્ઠ ૪૩. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૬. CS1 maint: discouraged parameter (link)
  3. Powers, Janet M. (2008-11-30). Kites over the Mango Tree: Restoring Harmony between Hindus and Muslims in Gujarat: Restoring Harmony between Hindus and Muslims in Gujarat (અંગ્રેજીમાં). ABC-CLIO. પૃષ્ઠ 49. ISBN 978-0-313-35158-7.