વિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન

વિશેષાધિકાર માટે નિવેદન


પ્રશાસક

પ્રબંધક

રોલબૈકર

આંતરવિકિ આયાતક

સ્વયં-પ્રહરીત

બોટ ફ્લેગ

આંતરવિકિ આયાતક વિશે માહિતી ફેરફાર કરો

આંતરવિકિ આયાતક (અંગ્રેજી: Transwiki importer) એવો સભ્ય અધિકાર સમૂહ છે કે જેઓ અમુક નિશ્ચિત વિકિઓમાંથી પાનાઓ આયાત કરી શકે છે. અત્યારે ગુજરાતી વિકિપીડિયા પર આંતરવિકિ આયાતકો આ પાનાં પર બતાવેલી વિકિઓમાંથી પાનાંઓ આયાત કરી શકે છે. પ્રબંધકોને પાનાઓ આયાત કરવાની પરવાનગી પહેલાથી જ હોય છે, આથી તેઓને આ અધિકાર માટે નિવેદન કરવાની જરૂર નથી.

નિવેદન પ્રક્રિયા ફેરફાર કરો

અહીં નીચે આપેલા ફોર્મેટમાં નિવેદન કરવું:

=== સભ્યનામ ===
{{Sr-request
| status    = <!-- આ લીટી બદલશો નહીં -->
| domain    = gu.wikipedia
| user name =
}}
 (આપનું મંતવ્ય) ~~~~
==== સમર્થન/વિરોધ/તટસ્થ ====
==== અન્ય ટિપ્પણી/પરિણામ ====
  • સભ્યનામ એટલે જેનું નામાકન થઈ રહ્યું છે તેનું નામ લખવું.
  • user name ની બાજુમાં વિકિપીડિયામાં જે નામનું ખાતુ હોય તે નામ આગળ સભ્ય: લગાડ્યા વગર લખવું.
  • status ડિફોલ્ટ મતદાનચાલુ છે... તેમ બતાવશે. પરચમનો રંગ સફેદ દેખાશે.
  1. status = ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
  2. undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.
  • મતદાન કરવા માટે {{તરફેણ}}, {{વિરોધ}} અને {{તટસ્થ}} ઢાંચાઓ વાપરી શકાય છે.
  • દરેક નિવેદન બીજા સભ્યોની ટિપ્પણી મેળવવા માટે ઓછામાં ઓછું ૧ અઠવાડિયા સુધી ચાલુ રહેશે, મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ (status =) બદલવી.

હાલના નિવેદનો ફેરફાર કરો

પૂર્ણ થઈ ગયેલા નિવેદનો ફેરફાર કરો

KartikMistry ફેરફાર કરો

આ ચર્ચાનો નિવેડો આવી ગયો છે:(સવિસ્તૃત ચર્ચા જોવા માટે 'વિસ્તારો' પર ક્લિક કરો). જો તમે કોઈ ટિપ્પણી કરવા ચાહતા હોવ કે કશું વધુ કહેવું હોય તો આ ખાનાની નીચે લખાણ ઉમેરો.

ગુજરાતી વિકિમાં ઢાંચાઓને અદ્યતન રાખવા માટે આપણે અંગ્રેજી કે અન્ય સમૃદ્ધ વિકિઓમાંથી ઢાંચાઓ આયાત કરવા પડે છે. હાલના આયાતકારો અસક્રિય હોવાથી હું મારું નામાંકન કરું છું. -કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૮, ૩૦ માર્ચ ૨૦૧૭ (IST)[ઉત્તર]

સહમત

  1. તરફેણ તરફેણ - કાર્તિકભાઈનું અવિરત અને અમૂલ્ય યોગદાન જોતા આ હક્કો તેમણે હજુ સુધી કેમ ન માંગ્યા અને પ્રબંધકોએ કેમ ન આપ્યા એ જ સવાલ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૨, ૩૦ માર્ચ ૨૦૧૭ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ -- Aniket
  3. તરફેણ તરફેણ- કાર્તિકભાઈ is very active member and his contributions has helped in gujarati wiki a lot. Granting of this rights will help gujarati wiki further. --Sushant savla (ચર્ચા) ૦૯:૨૮, ૩૧ માર્ચ ૨૦૧૭ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ -કાર્તિકભાઈના અવિરત યોગદાન બદલ કોઈપણ બાબતે સહમત--સતિષચંદ્ર (ચર્ચા) ૦૮:૦૯, ૧ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ -- કાર્તિકભાઈ is helpful in guiding new Wikipedians. User:Shwetamits

વિરોધ

તટસ્થ

ટિપ્પણી

આ સાથે જે આયાતકારો અસક્રિય છે તેમને પણ દૂર કરવા જોઈએ એમ હું માનું છું, અન્યોનો શું પ્રતિભાવ છે તે જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૩, ૩૦ માર્ચ ૨૦૧૭ (IST)[ઉત્તર]

સહમત--Aniket
દુ:ખ સાથે સહમતિ. બંને સભ્યો લાંબા સમયથી ગુજરાતી વિકિપીડિયામાં સક્રિય નથી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૨૧, ૩૧ માર્ચ ૨૦૧૭ (IST)[ઉત્તર]
હવે આ બંને કામ કોણ કરી શકે? મેટા પર જવું પડશે? @Dsvyas @Aniket --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૩૭, ૧૪ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
કાર્તિકભાઈ, તમારો ઉમેરો આયાતકાર જૂથમાં કરવામાં આવ્યો છે. ચકાસી જોજો. ૪-૫ દિવસની રજા પર હતો એટલે આ કામ કરવામાં મોડું થયું તે બદલ દિલગીર છું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૬, ૧૯ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
સહમત--સતિષચંદ્ર (ચર્ચા) ૦૮:૧૩, ૧ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]

હર્ષિલ મહેતા ફેરફાર કરો

આ ચર્ચાનો નિવેડો આવી ગયો છે:(સવિસ્તૃત ચર્ચા જોવા માટે 'વિસ્તારો' પર ક્લિક કરો). જો તમે કોઈ ટિપ્પણી કરવા ચાહતા હોવ કે કશું વધુ કહેવું હોય તો આ ખાનાની નીચે લખાણ ઉમેરો.

હું અત્યારે વિકિપીડિયા પર ઘણાં બધાં અંગ્રેજી પૃષ્ઠનું ભાષાંતર કરવા માટેનો વિચાર ધરાવું છું, જેથી માહિતી ગુજરાતીમાં સારી રીતે મળી શકે. હજુ સુધી 15 થી વધુ પૃષ્ઠનું ભાષાંતર કરી ચુક્યો છું અને અત્યારે તે પૃષ્ઠમાં સારી માહિતી મુકવા સક્રિય પણ છું. સાથે વિકિપીડિયા પર ભાંગફોડિયા પ્રવૃત્તિ ખુબ જ વધી ગઈ છે, હું મારી રીતે દૂર કરવાનો પ્રયત્ન કરું છું પરંતુ મને હજુ વધુ હક્કોની જરૂર છે જેથી સરળ પ્રયત્ને વધુ કાર્ય થઇ શકે. તે આપવું કે નહીં, આપ સૌના પર નિર્ભર છે. જય જય ગરવી ગુજરાત. --Harshil169 (ચર્ચા) ૧૦:૨૦, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

તરફેણ

  1. તરફેણ તરફેણ - ઉમદા યોગદાનો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૨, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ - સભ્ય ટેક્નિકલ શીખવા તૈયાર છે અને મદદરૂપ નીવડશે.-Nizil Shah (ચર્ચા) ૨૦:૫૨, ૧૭ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિરોધ

વિરુદ્ધ વિરુદ્ધ میں نے ترے مقابلے میں زیادہ صفحات کا ترجمہ کیا ہے. تو ابھی اس کے قابل نہیں ہیں. --Arjun Sinh Jadeja (ચર્ચા) ૧૧:૩૨, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

(અનુુુુવાાદ: મૈને તેરે મુકાબલે જ્યાદા સફ્હાત (પાનાઓ) કા તર્જુમા કિયા હૈ. તું અભી ઇસકે કાબીલ નહિં હૈં.) ફરીથી અયોગ્ય ભાષા. અનુવાદક: Gazal world (ચર્ચા) ૧૩:૩૭, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]
આ ગુજરાતી વિકિપીડિયા છે, ઉર્દૂ નહી. તમારા વિરોધનું સ્પષ્ટ કારણ જણાવવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૨, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]
User:KartikMistry User:Gazal world જો અર્જુનસિંહે એમનું કારણ ગુજરાતીમાં લખ્યું હોત તો તેમની સાથે ચર્ચા પણ થઈ શકત. અને માત્ર એમને ન બનાવ્યાં એ આધાર પર બીજાં ન બનવા જોઈએ તે દલીલ જામતી નથી.--Harshil169 (ચર્ચા) ૧૮:૫૯, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]
Harshil16 - સહમત! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૭, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

તટસ્થ

ટિપ્પણી

આ હકો માટે થોડું ટેક્નિકલ જ્ઞાન જરૂરી છે. આપ તે ધરાવો છો?-Nizil Shah (ચર્ચા) ૨૦:૩૭, ૧૭ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

@Nizil Shah: જો તે HTML અને અત્યારનું પ્રવર્તમાન વિકિપીડિયા હોય તો તે ધરાવું છું અને તે સિવાયનું અન્ય હોય તો તે શીખી લઈશ. —Harshil169 (ચર્ચા) ૨૦:૪૫, ૧૭ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]
હા, ખાસ કરીને ટેમ્પલેટ અને મોડ્યુલ લાવતી વખતે બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ ભાષાંતર જાળવી રાખવું પણ જરૂરી છે. થોડું Lua આવડે તો ઉત્તમ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૦, ૧૭ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

કેપ્ટનવિરાજ ફેરફાર કરો

આ ચર્ચાનો નિવેડો આવી ગયો છે:(સવિસ્તૃત ચર્ચા જોવા માટે 'વિસ્તારો' પર ક્લિક કરો). જો તમે કોઈ ટિપ્પણી કરવા ચાહતા હોવ કે કશું વધુ કહેવું હોય તો આ ખાનાની નીચે લખાણ ઉમેરો.

હેલો, હું હમણાં થોડા વખતથી ગુજરાતી વિકિપીડિયા પર સાફ-સફાઈનું કામ કરી રહ્યો છું. મે અમુક‌ ઢાંચાઓ અને મોડ્યુલઓમા સુધારા-વધારા‌ કર્યા છે. મારા દ્વારા કરાયેલા ઢાચાઓના સંપાદન અહીં અને મોડ્યુલઓના સંપાદન અહીં જોઇ શકો છો. આ અધિકાર મેળવી હું અન્ય આયાતકોની જેમ જ જરૂરી ઢાંચાઓ અને મોડ્યુલ આયાત કરી તેમનું સ્થાનિકીકરણનું કાર્ય કરવાનો છું. મને HTML અને WikiMarkupનું મોટા ભાગનું અને Luaનું પાયાથી મધ્યમ સ્તર વચ્ચેનું જ્ઞાન છે. હું કોઈપણ વસ્તુ બ્રેક નહીં કરું તેનો મને ભરોસો ‌છે, જો કોઈ એવો ગૂંચવણભર્યો ઢાંચો કે મોડ્યુલ હશે તો હું કોઈ નિષ્ણાત‌ સભ્યની સલાહ લઈને જ આગળ વધીશ. આભાર :)‌ -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૮:૨૮, ૪ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

સમર્થન/વિરોધ/તટસ્થ

  1. તરફેણ તરફેણ - ઉત્સાહી અને તકનિકી અનુભવ ધરાવતા સભ્ય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૯, ૧૫ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ ગુજરાતી વિકિને તેમનાં યોગદાનોની જરૂર છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૨૪, ૧૫ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

અન્ય ટિપ્પણી/પરિણામ

મારા મતે તો આ નામાંકન રદ ગણવું જોઈએ કેમકે ૭ દિવસના સમયમાં કોઈ તરફેણના મત આવ્યા ન હતા અને 'કેપ્ટનવિરાજ, તમારા અમુક ફેરફારો અનાવશ્યક હોય છે જે જોતા મને આયાતકારના હક્કો તમે મેળવો તે હાલમાં યોગ્ય લાગતું નથી. તમે અહિં વર્ષોથી વપરાતા ઢાંચાની સામે અમુક શબ્દોની ફેરબદલી કરીને નવો ઢાંચો બનાવો, કે પછી અંગ્રેજી નામવાળા ઢાંચા પર દિશાનિર્દેશન કરતો ગુજરાતી નામનો ઢાંચો બનાવો એ ફક્ત સાંખ્યિક યોગદાન છે. જો તમે લેખ વિસ્તૃત કરવાના કે નવા બનાવવાના કામમાં પરોવાયેલા હોતો તો વાત અલગ હતી. અને હા, જ્યારે પણ તમારે કોઈ ઢાંચા કે મોડ્યુલ કે અન્ય કોઈ પાનું અહિં લાવવાની જરુર હોય તો અહિંની યાદીમાં આંતર વિકિ આયાત સમુહ પસંદ કરી તેમાં રહેલા સાંપ્રત ચાર સભ્યોમાંથી કોઈનો પણ સંપર્ક સાધી શકો છો. અમે ચારેય જણા તમને મદદ કરવા તત્પર રહીશું. પણ હા, આયાત કરવાની વિનંતી એવા પાનાઓ માટે કરજો જેના પર તમે કામ કરી રહ્યા હોવ. અન્ય વિકિમાં છે અને અહિં હોવું જોઈએ એટલે કે ભવિષ્યમાં કામ આવે એ માટે નહિં. થોડો સમય Quantity નહિં પણ Quality યોગદાન કરો અને પછી છ-એક મહીના બાદ જરૂર પડે તો ફરી નામાંકન કરજો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૧, ૧૭ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
નામાંકન રદ ગણવા માટે સહમત. --A. Bhatt (ચર્ચા) ૧૫:૧૩, ૧૭ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Dsvyas: મેં ખાલી દિશાનિર્દેશનો જ નથી બનાવ્યા. તમે બીજા સંપાદનોની Diff જોશો તો તમને જણાશે કે મેં ઢાંચાઓ અને મોડ્યુલોને સરખા પણ કર્યા છે. અને એવું નથી કે મેં લેખો‌ નથી બનાવ્યા, બસ મારો રસ ટકનિકિ વિભાગમાં વધુ છે, મેં ટિકટોક, જસ્ટિન બીબર, ધ્વનિ ભાનુશાલી અને દર્શન રાવલ લેખો બનાવ્યા છે. તમે માનો છો કે હું Quantity યોગદાન કરું છું, એ વાત મને અજીબ લાગી. અને ૭ દિવસમાં કોઈ સમર્થન ન આવ્યા એટલે નિવેદન અસ્વિકૃત કરવું એ વાત મને યોગ્ય નથી લાગતી, ૭ દિવસમાં મને અધિકાર મળે એ માટે કોઈ વિરોધ તો‌ પણ ન હતા અને અત્યારે તો ૨ સભ્યોના સમર્થન પણ છે. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૯:૩૭, ૧૭ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
@CptViraj: કોઈ પણ નામાંકન મૂળભુત રીતે ટેકો મેળવવા માટે કરવામાં આવતું હોય છે, વિરોધ એ ટેકાની આડપેદાશ છે માટે કોઈનો વિરોધ ન હોવો તેને સૌનો ટેકો હોવો એમ ના માની લેવાય. આ કોઈ મેરેજ રજિસ્ટ્રારનું નોટિફિકેશન થોડું છે જેમાં વિરોધ ન નોંધાય તો સહમતિ સધાઈ જાય? અને રહી વાત યોગદાનની, તો એ તો તમે કરી જ રહ્યા છો. તમારા જણાવ્યા મુજબ તમને ટેકનિકલ વિભાગમાં વધુ રસ છે અને તમે ઢાંચાઓ અને મોડ્યુલોમાં ફેરફારો કર્યા છે, જે સાબિત કરે છે કે કોઈ પણ વધારાના હક્કો મેળવ્યા વગર પણ તમે અહિં યોગદાન કરી જ શકો છો. મેં મારા પાછલા સંદેશામાં જણાવ્યું તેમ જો તમારે કોઈ ઢાંચો/વિભાગ અહિં લાવવો હોય તો મારા સહિત અમારા ચાર આયાતકારોનો સંપર્ક કરી શકો છો, અમે જરુરી બધી જ મદદ કરવા તત્પર રહીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૭, ૧૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Dsvyas: તમે કોઇ નિવેદન કરો અને સભ્યોને ૭ દિવસની અંદર મત આપવાનો સમય ન મળે તો શું તેનાથી નિવેદન કરનાર સભ્ય અયોગ્ય ગણાય છે? આ નિવેદનમાં અઠવાડિયાની અંદર ૨ સમર્થન અને ૮માં દિવસે ૩ અર્થપૂર્ણ વિરોધ આવ્યા હોત તો શું તમે આ નિવેદન‌ સ્વિકૃત કરત? ૭ દિવસમાં જ મતદાન પૂર્ણ કરી દેવું એવી તો કોઈ માનનીય‌ નીતિ નથી પણ બસ એક જનરલ પ્રેક્ટિસ છે કે ઓછામાં ઓછું ૭ દિવસ સુધી નિવેદન ચાલું રાખવું.‌ હું હજી તમારી વાતથી સહમત નથી પણ હવે મારી આ ચર્ચા આગળ વધારવાની ઈચ્છા નથી રહી. તેથી હું મારુ નિવેદન પાછું લઉં છું. બધાનો આભાર. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૪:૨૨, ૧૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
સરસ, આનંદ છે કે તમે આ ચર્ચા આગળ વધારતા નથી. એ માટે આપનો ઘણોઘણો આભાર. આના આધારે હું આ નામાંકન અને ચર્ચાને બંધ કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૮, ૧૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]