વિકિપીડિયા:ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧

ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧
  • માત્ર ઑનલાઇન સ્પર્ધા

સમયગાળો

ફેરફાર કરો
  • ૧૮મી જાન્યુઆરી ૨૦૨૧, (૦૦.૦૧ રાત્રે) - ૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ (૧૧.૫૯ રાત્રે) (૨૧ દિવસ) (જુઓ, ચર્ચા પાનું)

સ્પર્ધા વિશે

ફેરફાર કરો

આ પૃષ્ઠ ચોતરા પર થયેલી ચર્ચાનું અનુગામી પૃષ્ઠ છે.

તેમાં ચોતરા પર મૂકેલ વિષયો પર લેખ બનાવી શકાશે.

બૃહદ્ વિષય: ગુજરાતી સાહિત્ય

પેટા વિષયો (ભ્રમણા નિવારવા અને વધુ એકાગ્ર સ્પર્ધા રાખવા):

  1. પૂર્વ-ગુજરાતી સાહિત્ય-- ગુજરાતીના વિકાસ પહેલાં ગુજરાતમાં રચાયેલ સાહિત્ય અથવા એવું સાહિત્ય કે જેમાં ગુજરાતને લગતા વિષયો કેન્દ્રસ્થ હોય; ગુજરાતીની પુરોગામી ભાષાઓ; તેમાં કાર્ય કરનાર ગુજરાતને લગતા સાહિત્યકારો
  2. ગુજરાતી ભાષા--ગુજરાતી ભાષાનું ઉદ્ગમ અને અત્યાર સુધીનો ક્રમિક વિકાસ; ગુજરાતીની બોલીઓ; ગુજરાતી સાહિત્યના પાંચ યુગો વગેરે
  3. ગુજરાતી સાહિત્ય-- ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં/થયેલાં નામાંકિત પુસ્તકો, સામયિકો, કાવ્યસંગ્રહો, શબ્દકોષો; ગુજરાતી સાહિત્યમાં થયેલી નોંધપાત્ર ઘટનાઓ; ખૂબ જ આવકાર મળ્યો હોય કે ટીકા થઈ હોય તેવાં ગુજરાતી કાવ્યો, ગદ્યો અને નિબંધો પણ
  4. ગુજરાતી સાહિત્યકારો-- નામાંકિત સાહિત્યકારો કે જેમાં હેમચંદ્રાચાર્યથી માંડી અત્યાર સુધીના આધુનિક લોકોનો સમાવેશ થાય; સાથે જ નવલકથાકારો, કવિઓ, લોકસાહિત્યકારો, પત્રકારો, સંપાદકો, પ્રકાશકો, આર્કાઇવીસ્ટો વગેરે
  5. ગુજરાતી સાહિત્યનાં સમૂહો-- સાહિત્ય માટે કામ કરતી સંસ્થાઓ, પરિષદો, અકાદમીઓ; આ માટે અપાતાં નામાંકિત ખિતાબો અને સમ્માનો; સાહિત્યને સમર્થન આપનારા દાનવીરો વગેરે
  • નવો લેખ બનાવવો હોય તો તે ઓછામાં ઓછા ૪૦૦૦ બાઈટ્સ અને ૧૫૦ શબ્દોનો હોવો જોઈએ. સાથે જ, તે પ્રકાશનાધિકાર, નામાંકિતતા, તટસ્થતા, પ્રારંભિક સંશોધન નહિ, ચકાસણી જેવી પાયાની નીતિઓ પર પાર ઉતરતો હોવો જોઈએ. આવા જોઈતા લેખો માટેની એક યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.
  • જૂનો લેખ અપડેટ કરવો હોય તો ઓછામાં ઓછા ૩૦૦૦ બાઈટ્સ (છબી સિવાય) ઉમેરીને અપડેટ કરી શકાય. લેખની ગુણવત્તા જો નોંધપાત્ર રીતે બદલાઈ હોય તો નિર્ણાયક વિવેકે ગુણ આપશે.
  • વિકિપીડિયાની નીતિઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે. સ્પર્ધાની નવી શરતો સમુદાય વડે આગળ સધાતી સંમતિને આધારિત રહેશે.
  • લેખમાં યોગ્ય શ્રેણી(ઓ) હોવી જોઇએ તેમજ કોઇ આંતરિક ક્ષતિઓ ન હોવી જોઇએ (દા.ત. સ્ક્રિપ્ટ એરર).
  • વધુ યોગદાનને પ્રોત્સાહન આપવા માટે, ઇનામો માટે ઓછામાં ઓછા પાંચ (૫) લેખો રજૂ કરવાના રહેશે.

સ્પર્ધાનાં ઇનામો

ફેરફાર કરો

(બદલાવને અવકાશ)

  1. પ્રથમ ક્રમાંક- ૩૦૦૦/-
  2. દ્વિતીય ક્રમાંક- ૨૫૦૦/-
  3. તૃતીય ક્રમાંક- ૨૦૦૦/-
  4. ચતુર્થ ક્રમાંક- ૧૫૦૦/-
  5. પંચમ ક્રમાંક- ૧૦૦૦/-

ભાગ લેનાર સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

સ્પર્ધકો

ફેરફાર કરો

આ સ્પર્ધામાં વિકિ પર ખાતું ધરાવતા હોય તેવા દરેક સંપાદકો ભાગ લઈ શકશે. જો આપ પણ ભાગ લેવા માગતા હોવ તો અહીં ક્લિક કરો:

લેખ રજૂ કરો

ફેરફાર કરો

નિર્ણાયકો

ફેરફાર કરો

પરિણામ અને અહેવાલ

ફેરફાર કરો

ગુણ અંગેના નિયમો

ફેરફાર કરો