ગુરુબ્રાહ્મણ સંત શ્રી તેજાનંદ સ્વામી નું જીવનદર્શન


જન્મ (જીવન કાળ) : મહર્ષિ સ્વામીશ્રી તેજાનંદ અલખ ના આરાધક અને ગતાગંગા (ગુરૂ)બ્રાહ્મણ સમાજ ના સિદ્ધ સંત પુરૂષથઇ ગયા.સ્વામીશ્રી તેજનાન્દનો જન્મ વિક્રમ સવંત -૧૪૦૭ ના કર્તાક્સુદ -૨(ભાઈબીજ),રવિવાર ના રોજ ગુજરાત ના ખારાપાટ પરગણાના અને હાલમાં સમી તાલીકાના “પાડલા” ગમે ગર્ગાચાર્ય ગોત્ર મા થયો હતો.પૂજ્ય સ્વામીજી ના પિતાશ્રી નું નામ શ્રી રામદાસ અને માતૃશ્રી નું નામ લક્ષ્મીબાઈ હતું.યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કાર્ય પછી ઉમરલાયક થતાં તેમનું લગ્ન સુરેન્દ્રનગર જીલ્લા ના થાન ગામના ભક્ત શ્રી નારાયણદાસ ની દીકરી રૂડીબાઈ સાથે થયું હતું.અને ચરણદાસ નામે તેમને ત્યાં એક પુત્ર રત્ન નો જન્મ થયો હતો. તપસ્યર્યા અને તપસિદ્ધિ : નાનપણ થી જ પ્રભુભક્તિ મા તલ્લીન પૂજ્ય સ્વામીશ્રી એ યુવાન વયે સંસારની માયા ત્યજી ઝીંઝુવાડા(તા.દસાડા.જી સુરેન્દ્રનગર )ગામથી કચ્છના નાના રણમાં અંદાજે ૪ કિલોમીટર દુર ઝીલાનંદ કુંડની સામે આવેલ ટેકરી ઉપર આશ્રમ બનાવી સ્વામીજી ત્યાં રહેવા લાગ્યા.સ્વામીજી એ તપના પ્રભાવ થી હિસંક પ્રાણીઓ ને વશ કરી શિષ્ય બનાવી આશ્રમમાં સાથે રાખ્યા હતા અને તેથી નાગ-વાઘ –પોથી વગેરે પોતાનો જન્મજાત સ્વભાવ ભુલીજાઈ સ્વામીજી ના આશ્રમમાં વાસ કરતા હતા.અને તેથી જ તે અંગે કહેવાયું છે કે , “દુગાર ઉપર દેરડી,ઝાંઝ પર ઝીલાનંદ નાગ વાઘ પોથી શિષ્ય કાર્ય ધન્ય ધન્ય સ્વામી તેજાનંદ.” તપોસિધ્ધિથી સન્માર્ગે વાળવા સુધી : આંબોજી અને છઠાજી બંને દરબાર હતા.પરતું લુટારા બની પ્રાણીઓનો શિકાર કરતા હતા.એક વખતે તેઓએ મુર્ગલા (હરણ) નો શિકાર કરી મારેલ મૃગ ને સ્વામીજી જ્યાં તપ કરતા હતા ત્યાં તે આશ્રમમાં લાવી ને મુક્યા.તપ સિદ્ધિના પ્રતાપ થી સ્વામીશ્રી તેજાનંદે જળની અંજલી મૃત મૃગલા પર છાંટતા મારેલ મૃગ સજીવન થઇ ત્યાંથી ચાલવા મળ્યું હતું.આ ચમત્કાર જોઈ બંને લુટારા સ્વામીજીના ચરણમાં નામી પડ્યા અને શિષ્ય બની બોધપાઠ મેળવી સત્ય્કર્મ કાર્ય.આમ,બંનેને સદમાર્ગે વળ્યા હતા. મૃત મૃગલાને સજીવન કાર્ય નમી વાત ચારેબાજુ પ્રસરતાં સ્વામીજીની કીર્તિનો ચોમેર પ્રભાવ અને ફેલાવો થયો.બધી જ જ્ઞાન્તીના લોકો તેમના શિષ્ય બનવા લાગ્યા.તે સમય ના ઝીંઝુવાડાના રાજવી શ્રી જસવંત સિહ પણ સ્વામીજીના દર્શન કરી ભાવવિભોર બન્યાનો પ્રસંગ છે.હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાના દૂધરેજ ગામમાં આંબા છઠ્ઠા ની જગ્યા છે. (ગુરૂ) બ્રાહ્મણ ને તર્પણ ક્રિયા કરાવવાના હક્કોનું અર્પણ : પૂજ્ય સ્વામીજી શ્રી તેજનાન્દના માતૃશ્રીનું અવસાન થતાં તેમની ઉત્તર ક્રિયા ત્રપન્વીધી કરવા સારું સ્વામીજી સિધ્ધપુરમાં સરસ્વતીના કિનારે ગયા હતા.તે સમયે સિધ્ધપુરમા સરસ્વતી નદીના કિનારે મધુ પાવડી ના સ્થળે (ગુરૂ)બ્રાહ્મણ સમાજને તર્પણ ક્રિયા કરાવવાનો કે અધિકાર નહોતો તેથી શ્રી સ્વામી તેજનાન્દને તેમના માતૃશ્રીની શ્રાદ્ધ ક્રિયા એટલે કે તર્પણ વિધી કરતાં સવર્ણ બ્રાહ્મણોએ રોક્યા અને અમોને તર્પણવિધી કરવાનો અધિકાર નથી તેમ કહી સવર્ણ બ્રાહ્મણોએ સ્વામીજીની જનોઈ તોડી નાખી તેમના પર હુમલો કર્યો. તેથી સ્વામીજીએ સવર્ણ બ્રાહ્મણોને બોધપાઠ આપી પોતાના તપ પ્રભાવથી પોતાની છાતીમાંથી સોનાના તારણ તાર્વલી જનોઈ બતાવી.આ ચમત્કાર થી બધા જ સવર્ણ બ્રાહ્મણોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.આ ચમત્કાર જોઈ બધાજ સવર્ણ બ્રાહ્મણો સ્વામીજીને નામી પડ્યા.તે સમયે પૂજ્ય સ્વામીજી એ સરસ્વતીને કિનારે મધુ પાવડી સ્થળે (ગુરૂ)બ્રાહ્મણ સમાજ ને તર્પણ વિધીના અધિકાર અપાવ્યા.તેમજ સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણો સાથે શાસ્ત્રાર્થ કરવાનો પડકાર જીલી લીધો અને નિર્ણાયકશ્રી માધવાનંદ ના સાનિધ્યમાં ઉચ્ચ કક્ષાનો શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો અને તે સાથે જ (ગુરૂ)બ્રાહ્મણ સમાજને સરસ્વતી નદી ને કિનારે તર્પણ વિધી કરવાનો અધિકાર મળ્યો.સિદ્ધપુરમાં તર્પણ ગોરની ગાડી પણ સ્થાપી.આ ઉચ્ચ પરંપરા આજે પણ ચાલુ છે. મા સરસ્વતીનું ગૌરીકુંડમાં પ્રાગટ્ય : પૂજ્ય સ્વામીશ્રી તેજાનંદ ને “મંત્ર દીક્ષા “ શ્રી રામાનંદ સ્વામીએ આપી હતી.તેવો વૈષ્ણવ સંપ્રદાયના હતા.સ્વામી તેજાનંદે ઝીંઝુવાડાના તેમના આશ્રમમાં આશરે ૬૦૦ વર્ષ પહેલા સૌ પ્રથમ એકસો આઠ કુંડી ગાયત્રી યજ્ઞનું,પૂજ્ય રામાનંદ સ્વામીના સાનિધ્યમાં હરિદ્વાર થી પ્રખર કર્મકાંડી પંડિતો બોલાવીને આયોજન કર્યું હતું.હરિદ્વાર થી આવનાર પંડિતો યજ્ઞ વિધી માટે ગંગા નદી અને જમુના નદી નું જળ પોતાની સાથે લાવ્યા હતા.ગાયત્રી યજ્ઞ માટે ગંગા,જમુના અને સરસ્વતી ત્રણેય નદીઓ ના જળ ની જરૂરિયાત હતી.સરસ્વતી નદી કચ્છ ના નાના રણમાં સમાઈ જતી હોઈ,સરસ્વતી નદીમાં પાણી હતું નહિ તેથી સ્વામીશ્રી તેજાનંદે તપ સિદ્ધિ ના બળે મા સરસ્વતીનું આહવાન કર્યું અને ઝીલણાનંદ પાસે ગૌરીકુંડમાં મા સરસ્વતી ખળખળ અવાજ સાથે પ્રગટ થયાં અને ગાયત્રી યજ્ઞ માટે મા સરસ્વતીનું જળ મેલ્વેવ્યું અને ગાયત્રી યજ્ઞ નું કાર્ય ધાર્મિક વિધી મુજબ સંપન્ન થયું હતું. સ્વામીજીમાંથીમહર્ષિમાં નવોજીત થયા : ૧૦૮ કુંડી ગાયત્રી યજ્ઞ પરમ પૂજ્ય રામાનંદ સ્વામીની હાજરીમાં કર્યો ત્યારે તેજાનંદ સ્વામીએ મા સરસ્વતી નું આહવાનકરી ગૌરીકુંડમાં સરસ્વતી નદી નું જળનું પ્રાગટય કરાવ્યું તેથી પૂજ્ય શ્રી રામાનંદ સ્વામીએ તેજાનંદ ને મહર્ષિ થી સંબોધ્યા અને મહર્ષિથી નવાજ્ય ત્યારથી શ્રી તેજાનંદ – મહર્ષિ શ્રી તેજાનંદ સ્વામી કહેવાયા. કાશીમાં શાસ્ત્રાર્થ કરી ગંગા નદી મા સ્નાના કરવાનો અધિકાર મેળવ્યો સ્વામીશ્રી તેજાનંદ કાશી ગયા હતા અને કાશીમાં ગંગા નદીના કિનારે આવેલ સોરમ ઘટ ઉપર ઔદિચ્ય બ્રાહ્મણો સાથે શાસ્ત્રાર્થ કરી પછાત જાતિના લોકેને ગંગા નદીમાં સ્નાન કરવાનો અધિકાર અપાવ્યો અને ત્યાં એક ધર્મશાળા બંધાવી.સોરમ ઘાટ પર સ્વામીજી એ ગંગામૈયાનું આહવાન કર્યું.જેથી ગંગા નદીમાંથી જળની છોળો બહાર ઉછાળીને આવી અને સ્વામીજીએ ગંગા સ્નાન કર્યુઁ આ સમયે સ્વામીજીએ સોરમ ઘટના બ્રાહ્મણોને ઉપદેશ આપીને કહ્યું કે,

“તેજા તામસ છોડ કે ,અંગ કા મેલ ઉખાળ વણ પાણી વન સાબુ એ પાંચેય અંગ પખાળ.”

(ગુરૂ)બ્રાહ્મણોને સંસ્કૃતનું જ્ઞાન આપવાનું કાર્ય : વૈષ્ણવ સ્વામીશ્રી રમાંનાદ ઝીંઝુવાડા ગમે સ્વામી શ્રી તેજાનંદ ના આશ્રમે પધાર્યા ત્યારે તેમની સાથે એક બ્રાહ્મણ શિષ્ય શ્રી કમલાપતિ પણ આવ્યા હતા.કમલાપતિ તેજાનંદ સ્વામીની તપ સિધ્ધી થી પ્રભાવિત થઇ આકર્ષાઈને હંમેશ માટે ઝીંઝુવાડા આશ્રમે રોકાઈ ગયા અને એક સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી.ગુરૂ બ્રાહ્મણો ના બાળકોને સંસ્કૃત ભાષામાં ધાર્મિક કર્મકાંડ કરવાનું જ્ઞાન આપવાનું તેઓશ્રીએ શરૂ કર્યું હતું. મહર્ષિ સ્વામી તેજાનંદમાં સાક્ષાત શિવદર્શન : દેવોના દેવ એવા મહાદેવ ના ગાળામાં સર્પ અને પાસે નંદી રહેતા હતા.તેવીજ રીતે સ્વામીશ્રી તેજનાન્દની પાસે પોઠી અને સાપ શિષ્ય બનીને રહેતા હતા.જેથી એવી પ્રતીતિ થાય છે કે,મહર્ષિ સ્વામીશ્રી તેજાનંદ મા શિવ સ્વરૂપ દર્શન થતા હોય ! મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ નો મહાનિર્વાણ દિન : મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ ૧૦૯ (એકસો નવ )વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી વિક્રમ સવંત ૧૫૧૬ ના ભાદરવા વદ (ચૌદશ) ને ગુરુવાર ના રોજ બ્રહ્મલીન થયા હતા. સમસ્ત ગુરૂબ્રાહ્મણ સમાજ ના સંત અને જનોઈ ગુરૂ મહર્ષિ સ્વામીશ્રી તેજાનંદ ને મારા કોટિ-કોટિ પ્રણામ.હાલમાં દર વર્ષે આ દિવસે સ્વામીજીની પુણ્યતિથી ગુજરાત મા બ્રાહ્મણ સમાજ ઠેર ઠેર ઉજવે છે અને સંત મહર્ષિ તેજાનંદ સ્વામીને ગુરૂબ્રાહ્મણ સમાજ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. સ્વામીજી નો વારસો અને હાલનું ઝીલાણંદ ધામ : મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ ની ઝીંઝુવાડા ની ગાદીએ અત્યારે પૂજ્યશ્રી દયારામ બાપુ બિરાજમાન છે.તેઓ શ્રી.ગુરૂબ્રાહ્મણ સમાજમાં સંસ્કાર અને ધર્મજ્ઞાન નો બોધ આપવાનું કાર્ય કરી રહ્યા છે. આ સ્થળે મહર્ષિ તેજાનંદ સ્વામીની તપોભૂમિમાં તેજેશ્વર મહાદેવનું શિવાલય અને મહર્ષિ સ્વામી તેજાનંદ મંદિર નું નિર્માણકાર્ય મહર્ષિ સ્વામીશ્રી તેજાનંદ સેવા ટ્રસ્ટ-ગુજરાત દ્વ્રારા પૂર્ણ કરી તેની પ્રાણ પ્રતિષ્ઠા પણ ફેબ્રુઆરી ૨૦૧૨ માં સમ્પન કરવામાં આવેલ છે. આ સ્થળને ગુજરાત સરકારે અન્ય ધાર્મિક સ્થળો ની જેમ હેરીટેજમાં સમાવિષ્ટ કરેલ છે અને સરકારશ્રીના પ્રવાસન ખાતા તરફથી મોટું પ્રવેશદ્વાર,કમ્પાઉન્ડવોલ ,મોટો બેઠક હોલ,૨ ઓરડા,પાણીની સુવિધા માટે બોરવેલ,ટાંકી,શૌચાલય અને સુંદર ફૂલછોડ નો મોટો બગીચો વગેરેનું કાર્ય ગુજરાત સરકારશ્રીના યોગદાન થી થયેલ છે.જેથી હાલમાં ઝીલાણંદ ધામ ખરા અર્થમાં પ્રવાષણ ધામ અને ધાર્મિક યાત્રાધામ તરીકે વિકસી રહ્યું છે

મુકેશ જી. શ્રીમાળી -માંડલ