આ પૃષ્ઠ પર આપને વિકિપીડિયામાં લેખોના થતા વર્ગીકરણ અંગે માર્ગદર્શન મળી રહેશે.

વર્ગીકરણ પ્રણાલી

ફેરફાર કરો

વિકિપીડિયાની વર્ગીકરણ પ્રણાલી શ્રેણી વૃક્ષ પ્રકારની છે, જેમાં એક શ્રેણીની ઉપર બીજી શ્રેણી, અને તેની ઉપર ત્રીજી શ્રેણી એ રીતની છે. કોઈ પણ શ્રેણી આગળ જતાં ઉપશ્રેણીઓમાં વહેંચાતી જોવા મળશે, અને એ પણ શક્ય છે કે એક શ્રેણી એક કરતા વધુ ઉપરી શ્રેણીઓનો સભ્ય હોય. ('ક' એ જ્યારે 'ખ'ની ઉપશ્રેણી હોય ત્યારે 'ખ'ને 'ક'ની ઉપરી શ્રેણી છે તેમ કહી શકાય).

અહીં એક સર્વોચ્ચ શ્રેણી હોય છે, (જેમ કે અંગ્રેજી વિકિ પર Category:Contents). અન્ય બધી શ્રેણીઓ આની હેઠળ આવે છે. અર્થાત, આ સર્વોચ્ચ શ્રેણીને બાદ કરતાં, અન્ય તમામ શ્રેણીઓ ઓછામાં ઓછી અન્ય એક શ્રેણીની પેટાશ્રેણી હોવી જ જોઈએ.

અહીં મુખ્ય બે પ્રકારની શ્રેણી હોય છે:

  • વિષય શ્રેણી, જેનું નામકરણ વિષય આધારીત થશે. દા.ત. શ્રેણી:ભારતમાં ભારત સાથે સંકળાયેલા વિષયના લેખ આવશે.
  • સમૂહ શ્રેણી, જેનું નામકરણ વર્ગ (સામાન્ય રીતે બહુવચનમાં) આધારીત થશે. દા.ત. શ્રેણી:ભારતનાં મહાનગરોમાં એ લેખ આવશે જે ભારતના મહાનગરો સાથે સંકળાયેલા હોય.

ક્યારેક, સગવડ અર્થે, ઉપરોક્ત બે પ્રકારનું સંયોજન કરી શ્રેણી સમૂહ અને વિષય પણ બનાવાય છે. (જેમ કે, -) જે હેઠળ ચોક્કસ સમૂહના અને સાથે ચોક્કસ વિષય સાથે સંકળાયેલા લેખ આવશે.

જો એક શ્રેણી તાર્કિક રીતે અન્ય શ્રેણીના સભ્યપદે પણ સમાવેશ પામતી હોય તો, પ્રથમ શ્રેણી, સીધી કે આડકતરી રીતે, બીજી શ્રેણીની પેટાશ્રેણી બનતી હોવી જોઈએ જ. દા.ત. શ્રેણી:ભારતનાં મહાનગરો એ સીધી શ્રેણી:ભારતની પેટાશ્રેણી બનશે.

 
અંગ્રેજી વિકિની શ્રેણીપ્રથાનો આંશિક નકશો. એ પણ જુઓ કે તીરના નિશાન કઈ રીતે ઉપરથી નીચે તરફ દેખાય છે.

પાનાઓનું શ્રેણીકરણ

ફેરફાર કરો

પાનાઓને આપવામાં આવતી શ્રેણી તેના નામથી જ સ્પષ્ટ બનેલી હોય છે. જરૂરી વધારાની માહિતી શ્રેણીના પાના પર આપી શકાય છે.

પાનાઓને સીધેસીધાં દરેક શક્યતઃ શ્રેણીમાં મુકવાની જરૂર નથી. માત્ર જે તે વિભાગની સૌથી ઉપયુક્ત શ્રેણીમાં જ પાનાને વર્ગીકૃત કરવાનું રહે છે. આનો અર્થ એ કે જો પાનું ’શ્રેણી:ક’ની પેટાશ્રેણી (કે ’શ્રેણી:ક’ની પેટાશ્રેણીની પેટાશ્રેણીમાં એ રીતે) આવતું હોય તો પછી તે પાનાને સીધું ’શ્રેણી:ક’માં મુકાશે નહિ. આ નિયમનું ઉદાહરણ લઈએ તો,

દરેક વિકિપીડિયા લેખ ઓછામાં ઓછી એક શ્રેણી સાથે તો સંકળાયેલો હોવો જ જોઈએ. સામાન્ય રીતે એક નવો લેખ હાલની કોઈ ઉપલબ્ધ શ્રેણીમાં સમાવેશ પામી શકતો હોય છે - આ માટે એ જ પ્રકારના વિષયને લગતો અહીં હાજર લેખ શોધી અને તેની શ્રેણી શું છે તે જોઈ શકાય. કદાચ આપને એમ લાગે કે એક નવી શ્રેણીની જરૂર છે, તો સૌ પ્રથમ નીચે કેવી શ્રેણીઓ જોઈએ પણ વાંચી લો. જો આપને લેખ કઈ શ્રેણીમાં વર્ગીકૃત થશે તે ન સમજાય તો લેખમાં ઢાંચો {{અવર્ગીકૃત}} મુકી દો. અન્ય સંપાદકો તેને લાયક શ્રેણી શોધવા પ્રયત્ન કરશે.

વધુ માહિતી

ફેરફાર કરો