વિકિપીડિયા:સબસ્ટબ
સબસ્ટબ (substub) તે વિકિપીડીયાની લોકબોલીનો શબ્દ છે. સ્ટબ કરતાં પણ નાના લેખને સબસ્ટબ કહે છે. સ્ટબ નાનો પણ ઉપયોગી હોય છે. પરંતુ સબસ્ટબ મુખ્યત્વે કોઇ ઉપયોગી માહિતી આપતું હોતું નથી. મોટા ભાગના લોકોના મતે સબસ્ટબ વિકિપીડીયામાં કચરો વધારે છે.
સબસ્ટબને કેવી રીતે સુધારવા
ફેરફાર કરો- સૌપ્રથમ તો તેમાં {{સબસ્ટબ}} ઢાંચો ઉમેરો, જો તે સ્ટબ હોય તો {{સ્ટબ}} ઢાંચો ઉમેરો.
- તેમાં વધુ વાક્યો, સંદર્ભો, છબીઓ (કોમન્સ કે અન્ય વિકિપીડિયાના લેખોની મદદ લઇને) ઉમેરો.
- વધુ વિસ્તૃત લેખોમાંથી ભાષાંતર કરી શકાય છે.
- જો લાગે કે આ લેખને અન્ય સાથે ભેળવી શકાય તો તેમ કરી શકાય.
- ઘણી વખત એક-બે લીટીના લેખો વિકિકોશને અનુરૂપ હોય છે (દા.ત. સોનલ). તો તેને, ત્યાં ખસેડી શકાય છે!
- છેલ્લે એવું લાગે કે આ લેખને વિસ્તૃત, ભાષાંતરમાંથી મોટો કરવો કે અન્ય ભેળવવો શક્ય નથી તો તેને દૂર કરવા માટેની વિનંંતી કરી શકાય છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના - સંદર્ભો ઉમેરવાના સ્ત્રોતો મેળવવાનું સ્થળ.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |