વિમળા શક્તિપીઠ ભારત દેશના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલા ઓડિશા રાજ્યમાં આવેલા પુરી શહેરમાં આવેલા જગન્નાથ મંદિરમાં મોજુદ છે. આ શક્તિપીઠને ખુબ પ્રાચીન માનવામાં આવે છે. દેવી વિમલા શક્તિ સ્વરુપિણિ ગણાય છે, જે જગન્નાથજીને નિવેદન કરવામાં આવતા નૈવેદ્યને સૌથી પહેલાં ગ્રહણ કરે છે. ત્યારબાદ જ સહુ લોકોને પ્રસાદ મહાપ્રસાદના રુપમાં વહેંચવામાં આવે છે. દેવીના મંદિરમાં શરદ ઋતુમાં દુર્ગા પુજનનો તહેવાર મનાવવામાં આવે છે, કે જે મહાલયાના ૭ દિવસ પહેલાં આવતી અષ્ટમીથી ગુપ્ત નવરાત્રીના રુપમાં થઈ મહાલયા બાદ પ્રકટ નવરાત્રીના રુપમાં નવમી સુધીનો હોય છે. આ ઉત્સવને ષોડશ દિનાત્મક અથવા ૧૬ દિન ચાલનારો શારદિય ઉત્સવ પણ કહેવામાં આવે છે કે જે આખા ભારત દેશમાં વિરલ છે. દેવી વિમલા અને યાજપુર નગરમાં આવેલ દેવી વિરજાને એક જ શક્તિ માનવામાં આવે છે. વિરજા દેવીના મંદિરથી વિમલા દેવી મંદિર સુધીનું પુરેપુરું સ્થાનક વિરજમંડળના કે રુપમાં માનવામાં આવે છે.

ચિત્ર:VIMALAA.jpg
વિમળા દેવી

બાહ્ય કડીઓ ફેરફાર કરો

ઢાંચો:હિંદુ પવિત્ર શહર