લક્ષ્મી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: als:Lakshmi
નાનું રોબોટ ઉમેરણ: pnb:لکشمی; cosmetic changes
લીટી ૧:
'''લક્ષ્મી''' માતા [[હિંદુ ધર્મ]]ની એક મુખ્ય દેવી છે. ભગવાન [[વિષ્ણુ]]ની પત્ની છે તેમ જ ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે. [[દિવાળી]]ના તહેવારમાં [[ધન તેરસ]]ના દિવસે [[ગણેશ]] સહિત લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ગાયત્રી માતાની કૃપાથી મળતાં વરદાનોમાં એક લક્ષ્મી પણ છે. જેના પર આ અનુગ્રહ ઉતરે છે, તે દરિદ્ર, દુર્બલ, કૃપણ, અસંતુષ્ટ જેવા ગુણોથી ગ્રસિત રહેતો નથી. સ્વચ્છતા તેમ જ સુવ્યવસ્થાના સ્વભાવને પણ 'શ્રી' કહેવાય છે. આ સદગુણો જ્યાં હશે, ત્યાં દરિદ્રતા, કુરુપતા ટકી શકશે નહીં.
 
કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને લક્ષ્મી કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે 'લક્ષ્મી' શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. લક્ષ્મી જ્યાં આવે છે એને લક્ષ્મીવાન, શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે.
લીટી ૫:
== અર્થ ==
 
ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સમ્પત્તિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે.
 
[[શ્રેણી:હિંદુ ધર્મ]]
[[શ્રેણી:દેવી દેવતા]]
લીટી ૪૦:
[[no:Lakshmi]]
[[pl:Lakszmi]]
[[pnb:لکشمی]]
[[pt:Lakshmi]]
[[ro:Lakshmi]]