ગાયત્રી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫૫:
 
'''સંપૂર્ણ અર્થ''' – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા નું અમે ધ્યાન કરીયએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.
 
==સહસ્ત્રનામ==
દેવીભાગવતના સ્કંધ બાર, અધ્યાય ૬ , ગાયત્રી સહસ્ત્રનામ ના ૧૬૫ શ્ર્લોકોમાંથી મહાદેવી ગાયત્રીના ૧૦૦૮ નામ પાના નંબર ૭૩૪ થી ૭૪૦ આ મુજબ છે.
 
અચિન્તય લક્ષણોવાળા, બ્રહમાદિનાં નિયંતા, અમૃતના સમુદ્રની મધ્યે રહેલાં,બીજાઓ વડે નહિ જીતાયેલાં,યુદ્ધમાં પરાજય નહિ પામેલાં, અણીમાદી સિદ્ધિઓના આધારરૂપ, સુર્યના મંડળમાં રહેલાં, વૃધાવસ્થાથી રહિત, જન્મ રહિત, જેનાથી બીજો કોઈ અધિક નથી, જાતિ આદિ ધર્મોથી રહિત ,રુદ્રાક્ષની માળાને ધારણ કરતાં, શ્રેષ્ઠ રૂપવાળા, માતૃકારૂપ, બારાખડીરૂપ, કામાદી શત્રુઓના નાશ કરનારાં,આજ્ણના પર્વત જેવાં, અંજનાદિ પર્વતમાં વસનારાં, દેવીની માતા અદીતીરૂપ, અજપા –ગાયત્રીરૂપ, અવિધારૂપ, કમળ સમાન નેત્રોવાળા, અંદર તથા બહાર પણ રહેલાં, જીવને ઉપાધિરૂપ અવિદ્યાનો નાશ કરનારાં,અંતરાત્મારૂપ, જ્ન્મરહિત, બ્રહ્માના મુખમાં રહેનારા, કમળ સમાન મુખવાળા, ઓમકારની અર્ધમાત્રારૂપ, ચારે પુરૂષાર્થો આપી જાણનારા, શત્રુમંડળ નો નાશ કરનારાં, અસુરોનો નાશ કરનારાં, અમાવસ્યારૂપ અલક્ષ્મીનો નાશ કરનારાં, માતંગીરૂપે પૂજાયેલાં, આદિ લક્ષ્મીરૂપ, બ્રહ્મમૂર્તિ રૂપ ,આદિશક્તિ માયારૂપ, આકારરૂપ, હાસ્યથી પ્રફુલ્લ મુખવાળા, સુર્યના માર્ગમાં ફરતાં, સુર્ય વડે સેવાયેલાં ,પોતે વ્યાખ્યાન કરનાર આચાર્યરૂપ, જગતને ચલાવનારા, આચારરૂપ, આદિમૂર્તિ બ્રહ્મમાં વસતાં, અગ્નિદેવની ઋચારૂપ,દેવોની નગરીરૂપ, સૌની પેહાલાથી જ રહેલાં, પૂજય આસન પર બિરાજેલાં, મૂલાધારમાં વસનારાં, સર્વના આધારરૂપ, અહંકારતત્વમાં વસનારાં, આદ્ય અક્ષરમાં જોડાયેલાં, અંતરાકાશરૂપ, સુર્યમંડળમાં રહેલાં, અંદરના અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનારાં, લક્ષ્મીરૂપ, ઈચ્છિત વસ્તુ આપનારાં, ઇષ્ટરૂપ, ઇન્દીવરજાતિનાં કમળ સમાન નેત્રોવાળા, પૃથ્વી –વાણી –સુરા તથા જળથી યુક્ત ઇન્દ્રના પદરૂપ, ઇન્દ્રાણીરૂપ, ચંદ્રરૂપ, શેલડીના ધનુષવાળા, બાણોને તાક્નારાં,ઇન્દ્રનીલમણી સમાન આકારવાળા, ઇંડાં તથા પિંગલા નાડીરૂપ, ઇન્દ્રાક્ષી નામવાળા ઈશ્વરોના પણ દેવી, ત્રણ પ્રકારની તુષ્ણાઓથી રહિત, ઉમાદેવી ,ઉષારૂપ, નક્ષત્ર સમાન, કાકડીના ફળ જેવાં મુખવાળા, નક્ષત્ર સમાન કાંતિવાળા, નક્ષત્રોથી યુક્ત, નક્ષત્રોને પાળનારા, નક્ષત્રોની મધ્યે રહેલાં, ઉંચા પ્રદેશરૂપ, ઉંચા કેશોવાળા,ઉંચી નીચી ગતિના ભેદવાળા, ઉંચા બાહુવાળાને પ્રિય , સમુદ્રના તરંગ જેવી કવિતાનો ગ્રંથ આપનારાં, સત્ય તથા પ્રિય વાણીરૂપ, વેદરૂપ, રજસ્વલા, ઋષિઓ તથા દેવોએ નમસ્કાર કરેલાં, ઋગવેદરુપ ઋણનો નાશ કરનારાં, ઋષિઓના મંડળમાં ફરનારા, સમુદ્રીને આપનારાં, સરળ માર્ગે રહેલાં, સરળ ધર્મવાળા, ઋતુ આપનારાં , ઋગ્વેદમાં વસનારાં, સરળ માર્ગરૂપ, નાશ પામેલો ધર્મ ચાલુ કરનારાં, લૂતા નામના રોગનો નાશ પામેલો ધર્મ ચાલુ કરનારાં, લૂતા નામના રોગનો નાશ કરનારાં,મંત્રને ઉત્પન્ન કરનારાં, કરોળિયો વગેરેનું ઝેર દર કરનારાં, મંત્રને ઉત્પન્ન કરનારાં, કરોળિયા વગેરેનું ઝેર દર કરનારાં, એક અક્ષરરૂપ, એક માત્રારૂપ, એકરૂપ, કેવળ એકમાં સ્થિતિવાળા, ઇન્દ્ર સાથે સંબંધવાળા, ઐરાવત હાથી પર બેઠેલાં, આ લોકોનાં તથા પરલોકમાં ફળ આપનારાં, ઓમકારરૂપ, ઔષધિરૂપ, મણકાઓમાં રહેલાં દોરાની માફક સર્વની અંદર રહેલાં, સર્વ જગતમાં વસનારાં, પૃથ્વી પર પ્રકટેલાં, ઔષધોથી યુક્ત, ઉપાસનાનું ફળ આપનારાં, બ્રહ્માંડમાં રહેલી શક્તિઓનાં દેવી, વિસર્ગરૂપ, મંત્રસ્વરૂપ, કાત્યાયની, કાલરાત્રી,કામાક્ષી, કામસુંદરી, કમલા, કામિની, કાતાં, કામનાઓ આપનારાં, મધુર કંઠવાળા, હાથીના ગંડસ્થળ સમાન સ્તનવાળા, કરવીક્ષેત્રમાં વસનારાં, કલ્યાણરૂપ, કુંડળવાળા, કુરુક્ષેત્રમાં વસનારાં, મોથના ભાગ જેવાં આકારવાળા, કુંડલિનીરૂપ, ચન્દ્રવીકાસી કમળમાં વસનારાં, કાલ સમાન જીભવાળા, વિકરાળ મુખવાળા, કાલિકારૂપ, કાલરૂપ, સુંદર ગુણોવાળા,કાંતિ રૂપ, કળાઓના આધારરૂપ, ચંદ્રવિકાસી કમળોથી યુકત, કૌશીકી દેવીરૂપ, કમળ સમાન આકારવાળા, સ્વછંદ આચરણનો નાશ કરનારાં, કૌમારી, કરુણાયુકત કટાક્ષવાળા, દિશાઓનાં અંતરૂપ, હાથી પર પ્રેમવાળા, કેશરીસિંહ રૂપ, વિષ્ણુએ સ્ત્વેલાં, કદંબપુષ્પ પર પ્રેમવાળા, યમુનારૂપ, કાલિકારૂપ, કાંચીરૂપ, અગસ્ત્ય મુનીએ સ્ત્વેલા, કામદેવની માતા, યજ્ઞોથી યુકત, ઈચ્છા પ્રમાણે રૂપ ધરતાં, કૃપાયુકત કુમારી, અગ્નિહોત્રના કુંડમાં વસનારાં, ભીલડીરૂપ, પોપટના વાહનવાળા,કૈકયદેશના પ્રકટેલા, કોયલ જેવું બોલનારા, કેવડાના પુષ્પ પર પ્રીતિવાળા, કમંડલુને ધારણ કરતાં, કાલીરૂપ, કર્મોના નાશ કરનારાં, હંસ જેવી ચાલવાળા, સમાન ભાવરૂપ કૌતુક-મંગળ કરનારાં, કસ્તુરીના તિલકવાળા સુંદર, શ્રેષ્ઠ હાથી સમાન ચાલતાં, ચંદ્ર વિનાની અમાવાસ્યારૂપ , કપૂરનું લેપન ધારણ કરતાં, કૃષ્ણા,કપિલા, ગુફામાં વસનારાં, કુટસ્થ પૃથ્વીને ધારણ કરનારાં, પેટમાં સમગ્ર જગતને ધારણ કરનારાં, હાથમાં ઢાલ-તલવાર ધારણ કરતાં, વામનરૂપ, આકાશમાં ફરનારા, પક્ષીરૂપ વાહનવાળા, ખટવાંગ શસ્ત્રને ધારણ કરનારાં, પ્રખ્યાત ગરુડ ઉપર રહેલાં, દુષ્ટ લોકોનાં નાશ કરનારાં, વૃદ્ધાવસ્થાનો નાશ કરનારાં, ભેદશાસ્ત્રોનું વ્યાખ્યાન કરનારાં, અર્ધચંદ્રરૂપ તિલકવાળા, ગંગારૂપ ગણેશ તથા કાર્તિકેયસ્વામીએ પૂજેલાં ગાયત્રી મંત્રરૂપ, ગોમતી, ગીતા, તથા ગાંધારીરૂપ, ગાન કરવામાં તત્પર, ગૌતમીરૂપ, ચાલવાના સ્વભાવવાળા, પ્રતિષ્ઠારૂપ, ગંધર્વ તથા અપ્સરાઓએ સર્વેલા, ગોવિંદના ચરણથી દબાયેલાં, ત્રણ ગુણોથી જણાયેલા, ગધર્વી, ગહવરી તથા પૃથ્વીરૂપ પર્વતોનાં ઈશ્વરી, ગહન વિચાર કરનારાં,બુદ્ધિમાં વસનારાં,ગુણવાન,મોટા પાપોના નાશ કરનારાં, મોટાં પાપોના નાશ કરનારાં, મોટાં ત્રિગુનાત્મા,ગુહ્યરૂપ ,ગુપ્ત રાખવા યોગ્ય, ગુણો આપનારાં, ગોકુળમાં રહેલાં, ગદાને ધારણ કરતાં, ગોકરણમાં વસવા તત્પર, ગુહ્ય મંડળમાં વર્તનારા, ગરમી આપનારાં, વરસાદ દેનારાં, ઘંટારૂપ, ઘોર દાનવોનો નાશ કરનારાં, સુર્ય મંત્રમય, ઘોરરૂપ, પુષ્કળ સંપત્તિ આપનારાં, ઘંટાના શબ્દ પર પ્રેમવાળા, ધ્રાણરૂપ, સુર્યને સંતુષ્ટ કરનારાં, ઘણા શત્રુઓવાળા, બધે ઘૂમી રહેલાં, ધુતાચી અપ્સરારૂપ,ઘણા વેગવાળા, ચૈતન્યમય, બોલવાની ક્રિયારૂપ, ચંદન વગેરથી ચર્ચાયેલાં, સુંદર હસવાવાળા, ચપળ, ચંડિકા તથા ચિત્રારૂપ, જાતજાતના પુષ્પોથી શણગાયેલા, ચાર ભુજાવાળા, સુંદર દાંતવાળા, ચતુરાઈરૂપ, સારા ચરિત્રને આપનારાં, નાટકના અંગરૂપ, વસ્ત્રના રંગબેરંગી છેડાવાળા, ચન્દ્ર્માંરૂપ, કાનના કુંડળવાળા, ચંદ્રની પેઠે હર્ષકારક હાસ્યવાળા, સુંદર વસ્તુ આપનારાં, ચકોરીરૂપ, ચંદ્ર કરતાં પણ વધારે આનંદકારક, ચંદ્રીકારૂપ, ચંદ્રને ધારણ કરનારાં, પાપોને દૂર કરનારાં, ચૌરી નામની ઔષધીરૂપ, ઉગ્ર, સુંદર વાણી બોલનારા, ચંદ્રને મસ્તક પર ધારણ કરતાં, ચોરનો નાશ કરનારાં, સુંદર ચંદન લગાવેલ અંગવાળા, મનોહર, ચામરથી વીન્ઝાયેલા, સુંદર મધ્યભાગવાળા, સુંદર ચાલવાળા, ચંદીલા નામની દેવીરૂપ, ચંદ્રૂરૂપ, સુંદર હોમ પર પ્રેમવાળા, સુંદર આચરણવાળા, સુદર્શન ચક્રને હાથમાં ધારણ કરતાં, ચંદ્ર્મંડળની મધ્યે રહેલાં, ચંદ્રમંડળરૂપ દર્પણવાળા, ચક્રવાક જેવાં સ્તનવાળા, ચેષ્ટારૂપ, ચિત્રરૂપ, સુંદર વિલાસવાળા, ચૈતન્ય સ્વરૂપ, ચંદ્ર્ધારી, ચંદ્રમાંસ્વરૂપ, ચંદન પર પ્રીતીવાળા, પ્રેરણા કરનારાં, લાંબી બુદ્ધિવાળા, ચાતક સ્વરૂપ, જગતની સૃષ્ટિમાં ઉત્તમ કારણરૂપ, છત્રને ધરી ચાલતાં, છત્રને ધારણ કરનારાં, છાયારૂપ, છન્દરુપી સરસામાનવાળા, છાયાનાં સ્વામીની, છિદ્રયુકત નખોવાળા, જિતેન્દ્રિય યોગીઓને પ્રાપ્ત થનારાં, અનુષ્ટુપ છન્દવાળા મંત્રથી જાણવા યોગ્ય, કપટના ઉપદ્ર્વોનો નાથ કરનારાં, છેદરૂપ, છત્રનાં ઈશ્વરી, છિન્નમસ્તકાદેવીરૂપ, છરીરૂપ, છેદન પર પ્રીતિવાળા, સર્વનાં માતા, જ્ન્મરહિત, કર્મોનાં ફળો આપનારાં, જગન્મય, ગંગારૂપ, જટાધારી, જીતનારાં, ઘડપણ તથા મરણથી રહિત, જંબુદ્રીપમાં વસનારાં, જ્વાલારૂપ, જય પામનારા, જળથી શોભતા, જિતેન્દ્રિય, ક્રોધને જીતનારાં, શત્રુઓને જીતનારાં, જગતને પ્રિય, સુવર્ણમય, જિન્હવારૂપ, સીતાદેવીરૂપ, પૃથ્વીરૂપ, ઘડપણરૂપ, સર્વને ઉત્ત્પન કરનારાં, જહ્ નુનાં પુત્રી, ત્રણે જગતનું હિત ઈચ્છનારા, જ્વાળામુખી દેવીરૂપ, જપવાળા, તાવનો નાશ કરનારાં, જગતને જીતનારાં, જયથી દબાયેલ પુરુષોરૂપ, જ્વાલારૂપ, જાગતાં, તાવનાં અધિષ્ઠાયક દેવતારુપ, પ્રજ્વલિત, જળ દેનારાં, સર્વથી મોટાં, ધનુષની દોરીના ટંકારથી દિશોઓનાં અગ્ર ભાગને ગજાવતાં, ભક્ષ્યવાળા, બગાસાંવાળા, બગાસાંરૂપ, માણેકનાં પ્રકાશિત કુંડળો ધારણ કરતાં, ઝીંઝીકા પક્ષીરૂપ, ઝણ એવો શબ્દ કરનારાં, વાવાઝોડાના પવન સમાન વેગવાળા, ઝ્લ્લરી નામનું વાજિંત્ર વગાડવામાં કુશળ, બળરૂપ, પોપટ સમાન વેગવાળા, હાથમાં ફરસી તથા બાણને ધારણ કરતાં, ટાકણું ધારણ કરતાં, ફરસીને ભાગનારા, રુદ્રના ગણોની પેઠે શબ્દ કરનારાં, વર્ણન કરવા યોગ્ય, વિશાળ છાતીવાળા, ટંકાર શબ્દ કરતાં, દેવીઓનાં સ્વામીની, ‘ઠઠ’ એવા શબ્દથી ગર્જના કરતાં, ડામરીરૂપ, ડાકિનીરૂપ, બાલસ્વરૂપ, ડુંડુમાર નામના રાક્ષસને જીતનારાં, ડામરી તંત્રના માર્ગમાં રહેલાં, ડમડમ કરતાં ડમરુના શબ્દવાળા, ડીડીરવ નામના વાદિત્રને સહન કરનારાં, બાળક જેવી સુંદર રમત રમવામાં તત્પર, ઢઉનઢઈરાજ નામના વિધ્નેશ્વરનાં માતા, હાથમાં ઢકકા વાજિંત્રને ધારણ કરતાં, ઢીલી નામના ગુણોના સમુહથી યુકત નિત્ય જ્ઞાનવાળા, ઉપમારહિત, ગુણરહિત, નર્મદા નદીરૂપ, ત્રણ ગુણોવાળા, ત્રણ પદોવાળા, વીણાના તારરૂપ, તુલસીરુપ, યુવાન, વૃક્ષરૂપ, વિષ્ણુના પગથી દબાયેલાં, બ્રહ્મપદમાં જનારાં, તરુણ સુર્ય સમાન તેજસ્વી, તમોગુણી, હિમરૂપ, ભક્તો પર કૃપા કરવા આતુર, ત્રણે કાળના જ્ઞાનથી યુકત, પેટ ઉપર ત્રણ કરચલીવાળા, ત્રણ નેત્રોવાળા, ત્રણ શક્તિવાળા, ત્રણ નગરવાળા, સર્વથી ઉંચા, કિન્નર રૂપ, તિમીન્ગલને ગળી જનારાં, તીવ્ર, ત્રણ પ્રવાહવાળા, તમોગુણીને ખાઈજનારાં, જાતજાતના તાંત્રિક મંત્રોને જાણતા, પાતળી કેડવાળા, ત્રણે લોકથી યુકત, ત્રણ સંધ્યારૂપ, ત્રણ સ્તનવાળા, સંતોષી, તાલના પ્રતાપવાળા, તાંટક નામનો દાગીનો ધારણ કરનારાં, હિમ સમાન, હિમાલયમાં વસનારાં, તંતુઓના સમુહથી યુકત,મોતીઓના હાર પર પ્રીતિવાળા, તલના હોમ પર પ્રેમવાળા, તીર્થરૂપ, તમાલના પુષ્પ સમાન આકૃતિવાળા, તારારૂપ, ત્રણ વેદોથી યુકત, પાતળા ત્રીશંકુએ સેવેલાં, પાતળા પેટવાળા, તલના પુષ્પોના શણગારવાળા, તાટંક આભૂષણોથી પ્રિય કરનારાં, ત્રણ જટાવાળા, તેતરરૃપ, તૃષ્ણારૂપ, ત્રણ પ્રકારવાળા, તરુણ આકૃતિવાળા, તપાવેલા સોના જેવાં રંગવાળા, તપાવેલા સોનાનાં આભૂષણોવાળા, મહાદેવ સાથે સંબંધવાળા, ધર્મ, અર્થ, કામ એ ત્રીવર્ગરૂપ, ત્રણે કાળનું જ્ઞાન આપનારાં, તુપ્તી કરનારાં, તૃપ્તિ આપનારાં, તુપ્ત થયેલાં, તમોગુણી, તમ્બુરું ગંધર્વે સ્ત્વેલા, ગરુડ પર બિરાજેલા, ત્રણ ગુણોયુકત આકારવાળા, ત્રણ સ્થાનમાં વાંકાઇવાળા, પાતળા શરીરવાળા, ‘ ‘થાત્કારીથાત્’ એવો શબ્દ કરતાં, ભયથી બચાવનાર શબ્દવાળા, મંગળની છેલ્લી ભૂમીરૂપ, મનોરથોને પૂરનારા, ગરીબો ઉપર પ્રેમ રાખતાં, દાનવોનો નાશ કરનારાં, દુર્ગા, દુર્ગમ, અસુરોનો નાશ કરનારાં, દેવોની રીતીરૂપ, દિવસ તથા રાત્રીરૂપ, દ્રૌપદીરૂપ, નોબત જેવાં શબ્દવાળા, દેવયાનીરૂપ, મહામુશ્કેલીએ વસાવી શકાતાં, દારિદ્રયનો નાશ કરનારાં, દિવસરૂપ, દામોદરને પ્રિય, પ્રકાશમાન, દીશાઓરૂપી વસ્ત્રવાળા, દિશોઓને મોહ પમાડનારા, દંડકારણ્યમાં વસનારાં, દંડ ધારણ કરનારાં, દેવો વડે પૂજાયેલા, દેવોએ વંદન કરવા યોગ્ય, સ્વર્ગમાં રહેનારાં, દ્રેષ કરનારાં, દાનવોરૂપ, ગરીબો તથા અનાથોએ સ્તવેલાં, દીક્ષારૂપ, દૈવત આદિ સ્વરૂપવાળા, સર્વનું પોષણ કરનારાં, ધનુષને ધારણ કરતાં, ગાયનું રૂપ ધારણ કરતાં, ધર્મનું આચરણ કરતાં, પર્વતને ધારણ કરતાં, પૃથ્વીના આધારરૂપ, ધન આપનારાં, ધાન્ય પૂરનારા, ધર્મશીલ, ધનુર્વેદમાં કુશળ, ધીરજરૂપ, ધન્યવાદને પાત્ર, પદને ધરનારા, ધર્મરાજને પ્રિય, અવિચળ, ધુમાવતી તથા ધુમકેશીરૂપ, ધર્મશાસ્ત્રનો પ્રકાશ કરનારાં, આનદં ઉપજાવનારા, નંદનવનરૂપ, નર્મદારૂપ, કમલીનીરૂપ, નીલવર્ણી, મહાદેવનો આશ્રય કરતાં, નારાયણને પ્રિય, નિત્ય, નિર્મળ, નિર્ગુણ, ભંડારરૂપ, નિરાધાર, ઉપમારહિત, નિત્યશુદ્ધ, નિરંજન, નાદ, બિંદુ તથા કળાથી પર, નાદ, બિંદુ તથા કળારૂપ, નૃસિંહથી ઉપાસના કરાતા, પર્વતને ધારણ કરનારાં, રજાઓ તથા નાગાએ શણગારેલા, નરકના કલેશને દૂર કરનારાં, નારાયણના ચરણથી પ્રકટેલા, નિર્દોષ, નિરાકાર, નારદનું પ્રિય કરનાર, અનેક જ્યોતિષશાસ્ત્રમાં કહેલાં, ભંડાર આપનારાં, નિર્મળસ્વરૂપ, નવા સૂત્રને ધારણ કરતાં, નીતીરૂપ, ઉપદ્રવોથી રહિત કરનાર, નંદના પુત્રી, નવાં રત્નોથી યુકત, નૈમિષારણ્યમાં વસનારાં, માખણ પર પ્રેમવાળા, નારીરૂપ, કાળા મેઘ જેવો શબ્દ કરતાં, આંખના પલકારાથી યુકત, નદીરૂપ, લીલી ડોકવાળા, રાત્રીના ઈશ્વરી, નામાંવલીરૂપ, નીશુમ્ભ્નો નાશ કરનારાં, નાગ્લોકમાં વસતાં, નવા સોના સરખાં, નાગલોકના અધિસ્ઠાત્રિ દેવી, ઝાંઝરથી યુકત પગવાળા, મનુષ્યોના ચિત્તથી હર્ષ પમાડતાં, ઊંડા લાલ નેત્રોવાળા, વ્રજના કડાકા જેવો શબ્દ કરતાં,નંદનવનમાં વસનારાં, નીવ્યૂહ નામના ઘરમાં ઉપલા ભાગ પર ફરનારા, પાર્વતીરૂપ, ઘણાજ ઉદાર, પરબ્રહ્મસ્વરૂપ, સર્વથી પર, પાંચે કોષથી રહિત, પાંચે પાપોનો નાશ કરનારાં, પારકાં ચિત્તથી ક્રિયાને જાણતા, પન્ચિકા નામના દેવતારૂપ, પ્રપંચસ્વરૂપ, પૂર્ણિમારૂપ, શ્રષ્ઠ શોભાવાળા, પ્રીતીરૂપ, ઉત્કૃષ્ટ તૈજનો પ્રકાશ કરનારાં,જૂનામાં જુના, પુરુષો સાથે સબંધવાળા, પુણ્યરૂપ કમળ સમાન નેત્રો વાળા,પાતાળના તળીયે ડૂબેલાં, પ્રસન્ન, પ્રીતિને વધારનારા, પવિત્ર કરનાર, કિરણ સહીત સુંદર, પવનનો આહાર આપતાં, પ્રજાપતિ રૂપ,પરિશ્રમ પામેલાં, પર્વત જેવાં સ્તનવાળા, કમળ પર પ્રેમવાળા, કમળ પર બિરાજેલાં, કમળ જેવાં નેત્રો વાળા,કમળમાં પ્રકટેલા, કમળના પત્રવાળા, કમળ જેવાં પગવાળા, પદ્મિની રૂપ, પ્રિય બોલનારા, અજ્ઞાનીઓને અજ્ઞાનરૂપ શાપથી છોડાવનારા, પુરને ધરનારા, પુરમાં વસતાં, પુષ્કલરૂપ, શરીરોમાં રહેનારાં, પર્વસ્વરૂપ, પારિજાતના પુષ્પ ઉપર પ્રીતિવાળા, પતિવ્રતા,પવિત્ર અંગવાળા, પુષ્પ જેવું હાસ્ય કરતાં, પ્રજ્ઞાવતીના પુત્રી, પૌત્રીરૂપ, પુત્રો વડે પૂજય, દૂધથી યુકત, પટ્ટીશ તથા પાશને ધારણ કરતાં, પંક્તિરૂપ, પિતૃલોકને આપનારાં, જુનાં, પવિત્ર સ્વભાવવાળા, નમેલાની પીડાનો નાશ કરનારાં, પ્રધુમનનાં માતા, પુષ્ટ, બ્રહ્માએ સ્વીકારેલ, પંડરીકપુરમાં વસતાં, કમળ સમાન મુખવાળા,મોટી જાંઘવાળા, મોટી ભુજાઓવાળા, મોટા પગવાળા, મોટા પેટવાળા, પરવાળાં જેવી શોભાવાળા, પીળા નેત્રોવાળા, પીળા વસ્તોવાળા, અત્યંત ચપળ,સર્વને ઉત્પન્ન કરનારાં, પુષ્ટી આપનારાં, પવિત્ર, પ્રતિષ્ઠારૂપ, સ્તુતિ કરતી દેવાંગનાઓરૂપ, પાંચ રંગવાળા, વિસ્તાર પામેલી વાણીરૂપ, પન્ચિકા નામની દેવીરૂપ, પાંજરામાં રહેલાં, મહામાયારૂપ, પરમ જ્યોતિરૂપ, પરમપ્રીતીરૂપ, પરમ ગતીરૂપ, પરમ અવધીરૂપ , પરમ ઈશ્વરી, પવિત્ર કરનાર, અગ્નિ સમાન કાંતિવાળા, પવિત્ર મંગળ રૂપ, માપવાં અશકય , પુષ્પ સમાન હાસ્યવાળા, મોટા પેટવાળા, પીળા અંગવાળા, પીળા વસ્ત્ર વાળા, પીળી શ્ય્યાવાળા, પિશાચિની, પીળી ક્રીયાવાળા, પિશાચોનો નાશ કરનારાં, લાલ નેત્રોવાળા, સુંદર ક્રીયાવાળા, પાંચ પ્રકારના ખોરાક પર પ્રેમવાળા, વામમાર્ગીઓને પ્રિય આચરણવાળા, પૂતનારૂપ, પ્રાણોનો નાશ કરનારાં, પુન્નાગના વનની મધ્યે રહેનારાં, પવિત્ર તીર્થોએ સેવેલાં, પાંચ અંગોવાળા, પરાશક્તિરૂપ, ખૂબ હર્ષ કરનારાં, પુષ્પોના સમુહમાં રહેલાં, પોષણ કરનારાં, સમગ્ર જગતને પુષ્ટ કરતાં, મદિરા પીવા પર પ્રીતિવાળા, પાંચ શિખાવાળા, સર્પ પર સૂનારાં, પાંચ માત્રારૂપ, પૃથ્વીરૂપ, માર્ગમાં સુખ આપતાં, પુષ્કળ પૂર્ણ કરનારાં, પુરાણ, ન્યાય તથા મીમાંસારૂપ, પાટલીના પુષ્પની ગંધવાળા, પવિત્ર પ્રજાવાળા, પાર દેનારાં, ઉત્તમ માર્ગે રહેલાં, કુંપળો જેવી શોભાવાળા, પૂર્ણ આશાવાળા, ઓમકારરૂપ, કુંપળ જેવાં પેટવાળા, ફળવાળા, ફળ આપનારાં, ફલ્ગુ, ફુત્કાર કરનારાં, પાટિયાં જેવી આકૃતિવાળા, સર્પના શરીર પર સૂનારાં, સર્પોનાં મંડળોથી શોભીતા, બાળકથી પણ બાળક, ઘણાઓએ માનેલાં, નવા તડકા સરખાં વસ્ત્રોવાળા, બલભદ્રને પ્રિય, વંદના કરવા યોગ્ય, ઘોડી રૂપ, બુદ્ધિથી સ્તુતિ કરાયેલાં, ભાટચારણોનાં દેવી, કર્મના છિદ્રને જોનારાં, કપટનો નાશ કરનારાં, બલિદાન પર પ્રેમવાળા, બાંધવરૂપ, વેદોએ જણાવેલા બુદ્ધિરૂપ, બપોરિયાના પુષ્પ પર પ્રેમવાળા, બાલ સુર્યની કાંતિ જેવાં આકારવાળા, બ્રહ્મા સાથે સંબધવાળા, બ્રાહ્મણોનાં ઇસ્ટદેવીરૂપ, બૃહસપતિએ સ્તુતિ કરેલાં, તુલસીરુપ, વૃંદાવનમાં વિહાર કરનારાં, બગલાઓની પક્તિનાં સમુહવાળા, કર્મોમાંના છીદ્રને ખાઈ જનારા, ગુફામાં વસનારાં, પુષ્કળ જવવાળા, ઘણાં નેત્રોવાળા, ઘણાં પગવાળા, કાનના ઘણાં શરણગારવાળા, ઘણાં બાહુવાળા, બીજરૂપ, ઘણાં રૂપવાળા, બિંદુ-નાદકલાથી પર, બિંદુ તથા નાદસ્વરૂપ, ઘોના ચામડાનાં મોજાં હાથમાં ધારણ કરતાં, બદ્રિકાશ્રમમાં રેહનારા, દેવ રૂપ, મોટા ખભાવાળા, સર્વથી મોટા, બાણોને છોડતા, ટોળાંનાં અધ્યક્ષ, ઘણાઓએ સ્તુતિ કરેલાં, સ્ત્રીરૂપ, પુષ્કળ પરાક્રમવાળા, બાંધેલા પદ્માસને બેઠેલાં, બીલીપત્રની નીચે રહેલાં, પીપળામાં વસતાં, બલિદાનમાં રહેલાં, માયાના પ્રતિબીંબ વાળા, બાલા, હાથમાં ધનુષને ધરતાં, વડવાનલ જેવાં વેગવાળા, બ્રહ્માંડની બહાર તથા અંદર રહેલાં, બ્રહ્મવિદ્યાનો પ્રચાર કરતાં, મહાદેવની પત્ની, ભયંકર પદાર્થોથી યુકત ભાવવાળા, ભયને દૂર કરનારાં, ભદ્રકાળી, સર્પના જેવાં નેત્રોવાળા, સરસ્વતી રૂપ, જ્ઞાનીઓ પર પ્રેમવાળા, ભયંકર આકારવાળા, સ્મૃધ્ધિઓનાં સમૂહવાળા, ક્રોધવાળા, ભોગમાં આસક્ત, કલ્યાણ આપનારાં, પુષ્કળ પ્રરાક્રમવાળા, પાંચ ભૂતોમાં વસનારાં, ભ્રુગુલતા, ભાર્ગવી, બ્રાહ્મણોએ પૂજેલા, ભાગીરીથીરૂપ, ભોગવતીરૂપ, ઘરમાં રહેલાં, વૈધો પર ઉત્તમ માનવાળા, ભોગવાળા, ભાષારૂપ, શંકરનાં પત્ની, પુષ્કળ દક્ષિણાવાળા, શંકર સ્વરૂપ, ભયંકર વસ્તુઓવાળા, સંસારરૂપ બંધનથી છોડાવનારા, ભજન કરવા યોગ્ય, પ્રાણીઓનુ રક્ષણ કરનારીએ રાજી કરેલાં, ભુવનોના ઈશ્વરી, સર્પોના કંકણવાળા, ભયંકર રુપોવાળા, ભેરુંડારૂપ, ભાગ્યશાળી, માતારૂપ, માયારૂપ, મીઠાસવાળા, મીઠી જીભવાળા, મધ ઉપર પ્રેમવાળા, મહાદેવી, મહાભાગ્યશાળી, માળાવાળા, માછલાં જેવાં નેત્રો વાળા, માયાથી પર, મધુમતી તથા મધુમાંસરૂપ, મધને ઝરતાં, મધુનાં સંબંધવાળા, મધુને ઉત્તપન્ન કરનારાં, મિથિલાપુરમાં વસનારાં, મધુ-કૈટભનો સંહાર કરનારાં, પૃથ્વીરૂપ, મેઘની પંક્તિઓથી યુકત, મંદોદરીરૂપ, મહામાયા રૂપ, સીતારૂપ, સુવાળી વસ્તુ પર પ્રેમવાળા, મહાલક્ષ્મી, મહાકાળી, મહાકન્યા, મહેશ્વરી, માહેન્દ્રી, મેરુના પુત્રી, મંદારના પુષ્પોથી પૂજાયેલા, સુંદર ઝાંઝરોથી યુકત પગવાળા, મોક્ષ આપનારાં, સુંદર બોલનારા, મધુર વસ્તુને ઝરતાં, મુદ્રારૂપ, મલયના ચંદનથી યુકત, મેઘારૂપ, મરકત મણી જેવાં કાળા, મગધદેશમાં પ્રકટેલા, મેનકાનાં પુત્રી, મહામારી રૂપ, મહાવિરા, મહાશ્યામારૂપ, મનુ વડે સ્તુતિ કરાયેલાં, માતૃકારૂપ, સુર્ય સમાન પ્રકાશવાળા, વિષ્ણુના ચરણમાં ફરનારા, મૂલાધારમાં રહેલાં, મુગ્ધા, મણીપુરમાં વસનારાં, મૃગનાં જેવાં નેત્રોવાળા, પાડા પર બેઠેલાં, મહિષાસુરનો નાશ કરનારાં, યોગમાં સ્થિતિ કરતાં, યોગ વડે પ્રાપ્ત કરવા યોગ્ય, યોગ રૂપ, યૌવન અવસ્થાવાળા, યૌવનરૂપ, યુદ્ધણી મધ્યે રહેલાં, યમુનારૂપ, યુગોને ધારણ કરનારાં, યક્ષીણીરૂપ, યોગયુક્ત, યક્ષનાં રાજાને ત્યાં પ્રકટેલાં, યાત્રારૂપ, જવાની રીતિને જાણતા, યદુના વંશમાં પ્રકટેલા, યકારથી હકાર સુધીના અવધિવાળા, યજુર્વેદના સંબંધવાળા, યજ્ઞરૂપ, રાત્રીરૂપ, યોગમાં આસક્ત, રાક્ષસોને ભયંકર, રુકમણીરૂપ, રમાડનારા, રામા, રેવતીરૂપ, રેણુકારૂપ, રતિરૂપ, રુદ્ર સાથે સંબંધવાળા, ભયંકર લોકોને પ્રિય આકારવાળા, રામનાં માતારૂપ, રતિ પર પ્રેમવાળા, રોહિણીરૂપ, રાજય આપનારાં, રેવારૂપ, લક્ષ્મીરૂપ, કમળ સમાન નેત્રોવાળા, ચંદ્રમાંરૂપ, રૂપસંપન્ન, રત્નની સિંહાસને બિરાજેલાં, લાલ પુષ્પ તથા વસ્ત્રને ધારણ કરતાં, લાલ બલિદાન પર પ્રીતિવાળા, સુંદર યુગના આધારરૂપ, સમગ્ર પૃથ્વીને જીતનારાં, રુરુમૃગના ચામડાને પહેરતાં રથવાળા, રત્નોની માળારૂપ, રોગોના ઈશ્વરી, રોગોને શાંત કરનારાં, શબ્દ કરાવનારા, રોમાંચને ઉત્પન્ન કરનારાં, રામચંદ્રના ચરણથી દબાયેલાં, રાવણનો નાશ કરનારાં, રત્નજડિત વસ્ત્રોથી ઢંકાયેલાં, રથ પર બેઠેલાં, સુવર્ણનાં આભૂષણોવાળા, લજ્જાનાં અધિષ્ઠાત્રી દેવી, ચપળ, સુંદર ચિન્હનને ધારણ કરતાં, લક્ષ્મીરૂપ, લોલાદેવીરૂપ, વિષનો નાશ કરનારાં, લોકોથી યુકત, લોકોમાં પ્રખ્યાત, લજજારૂપ, લાંબા પેટવાળા, ક્રીડા કરનારાં, લલનારૂપ, લોકોને ધારણ કરતાં, વરદાન આપનારાં, વંદન કરાયેલાં, વિદ્યારૂપ, વિષ્ણુનાં સંબંધવાળા, નિર્મળ આકૃતિવાળા, વરાહની શક્તિરૂપ, રજોગુણથી રહિત, વરસનારાં, શ્રેષ્ઠ લક્ષ્મીરૂપ, વિલાસવાળા, વનીતારૂપ, આકાશના મધ્યમાં રહેલાં, કમળના આસને બેઠેલાં, વરુણદેવની શક્તિરૂપ, વાંસમાંથી પ્રકટેલા, અગ્નિરૂપ, વિરુદ્ધ રૂપવાળા, વાયુમંડળનાં મધ્યે રહેલાં, વિષ્ણુરૂપ, બ્રહ્માને પ્રિય, વિષ્ણુનાં પત્ની વિષ્ણુથી યુકત, વિશાળ નેત્રોવાળા, ધનને ધારણ કરતાં, શંકરને પ્રિય, સમયરૂપ, વજ્રધારી, ધનને પૂરનારા, વેદોના અક્ષરોથી વ્યાપ્ત અંગવાળા, વાજપેય યજ્ઞનાં ફળને આપનારાં, વસુઓનાં સંબંધવાળા, વામમાર્ગને પ્રકટ કરનારાં, વૈકુંઠમાં વસનારાં, શ્રેષ્ઠ, વ્યાસને પ્રિય, બખ્તર ને ધારણ કરતાં, વાલ્મીકીએ સેવેલાં, શાકંભરી, શીવાશાંતા તથા શારદારૂપ, શરણાગતિરૂપ, પાતળા પેટવાળા, શુભ આચારવાળા, શુભાસૂરનો નાશ કરનારાં, શોભાવાળા, માંગલિક આકારવાળા, શંકરના અર્ધ શરીરરૂપ, રાતા રંગવાળા, શુભ આશયવાળા, ઉજ્જવળ મસ્તકનું સંધાન કરનારાં, શરાવતી નદીરૂપ, બાણથી આનંદ પામનારાં, શરદઋતુની જ્યોત્સનારૂપ, સુંદર મુખવાળા, બાણથી શોભતાં, ત્રિશુલ ધારણ કરતાં, શુદ્ધ ભીલડીરૂપ, પોપટ રૂપ, વાહનવાળા, લક્ષ્મીથી યુકત, વિષ્ણુના આનંદરૂપ, માત્ર સાંભળતા જ આનંદ આપનારાં, શંકરના પત્ની, રાત્રીમાં વંદન કરવા યોગ્ય, છ ભાષાવાળા, છ ઋતુ પર પ્રીતિવાળા, મૂલાધાર વગેરે છ આધારોમાં રહેલાં, દેવીઓનાં સ્વામીની, કાર્તિકસ્વામીનું પ્રિય કરનારાં, છ અંગરૂપ, ઉત્તમ બુદ્ધિવાળા, દેવો તથા અસુરોવડે નમસ્કાર કરાયેલાં, સરસ્વતીરૂપ, ઉત્તમ આધારરૂપ, સર્વનું મંગલ કરનારાં, સામવેદનાં ગાન પર પ્રીતિવાળા, સુક્ષ્મરૂપ, સાવિત્રીરૂપ, સામવેદને ઉત્તપન્ન કરનારાં, સર્વેના રહેઠાણરૂપ, સદા આનંદરૂપ, સારાં સ્તનવાળા, સમુદ્રરૂપ વસ્ત્રવાળા, સર્વ ઐશ્વર્ય પર પ્રેમવાળા, સિદ્ધિરૂપ, સત્પુરુષોનાં બંધુઓ પર પણ દયાવાળા, સપ્તઋષિઓનાં મંડળમાં રહેલાં, ચંદ્રમંડળમાં વસનારાં, સર્વને જાણતા, અંત્યત દયાળુ, સમાન તથા અધિકથી રહિત, સર્વથી ઉંચા, સંગરરહિત, સારા ગુનોવાળા, સર્વને ઇચ્છીત આપનારાં, મધમાખીરૂપ, સુર્યના પુત્રી, સુંદર કેશવાળા, ચંદ્રના સમૂહરૂપ, સુવર્ણ સમાન રંગવાળા, હરીણીરૂપ, હિન્કારીસ્વરૂપ, હંસરૂપવાહનવાળા, રેશમી વસ્ત્રોથી વીંટાયેલા અંગવાળા, ક્ષીરસમુદ્રનાં પુત્રી, ક્ષમારૂપ, ગાયત્રી, સાવિત્રી, પાર્વતી તથા સરસ્વતીરૂપ, વેદરૂપ ગર્ભવાળા, ઉત્તમ કેડના પાછલા ભાગવાળા, શ્રી ગાયત્રી અને પરાંઅંબિકારૂપ,
 
[[Category:દેવી દેવતા]]