મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૫:
 
== ભૂગોળ ==
{{see|Geography of Sumer|Geography of Iraq}}
આધુનિક તૂર્કીમાં આવેલી આર્મેનીયાની પર્વતમાળામાંથી નીકળતી યુફ્રેટીસ અને તિગ્રીસ નદીઓની વચ્ચે આવેલી ભૂમિ એટલે મેસોપોટેમીયા. બંને નદીઓમાં અસંખ્ય શાખાઓનું પાણી એકઠું થાય છે અને સમગ્ર નદી વ્યવસ્થા વિશાળ પર્વતમાળાના પ્રદેશમાંથી વહે છે. મેસોપોટેમીયાના જમીન માર્ગો સામાન્યપણે યુફ્રેટીસના પ્રવાહને અનુસરે છે, કારણ કે તિગ્રિસના કાંઠા અસંખ્ય ઠેકાણે અત્યંત ઢાળવાળા અને કપરાં છે. પ્રદેશની આબોહવા અર્ધ-સૂકી છે અને ઉત્તરમાં વિશાળ રણ પથરાયેલું છે, જેને દક્ષિણમાં પોચી, ભેજવાળી કળણભૂમિ, ખારા પાણીના સરોવરો, કાદવ અને ઘાસના મેદાની કાંઠા ધરાવતો ૧૫૦૦૦ વર્ગ કી.મી.નો પ્રદેશ થંભાવી રહ્યો છે. છેક દક્ષિણમાં યુફ્રેટીસ અને તિગ્રિસ ભેગી થાય છે અને ઇરાનના અખાતમાં ઠલવાય છે.
 
સૂકી આબોહવા વરસાદ પર નભતી ખેતીના ઉત્તરીય પ્રદેશોથી માંડીને દક્ષિણ સુધી ફેલાયેલી છે, જ્યાં વધારાની [[રોકાણ કરેલી ઊર્જા પર વળતર રૂપે મળતી ઊર્જા]] (ઇઆરઓઈઆઈ) પ્રાપ્ત કરવી હોય, તો ખેતીની સિંચાઈ આવશ્યક છે. ઊંચા ભૂગર્ભજળ તેમજ તિગ્રિસ અને યુફ્રેટીસ નદીઓના સ્રોત સમાન તથા જેના પરથી પ્રદેશનું નામ પડ્યું છે તેવા [[આર્મેનીયન કોર્ડીલેરા]] અને [[ઝેગ્રોસ પર્વતમાળા]]ની ઊંચી ટોચોથી પીગળતા બરફથી સિંચાઈ સારી થાય છે. સિંચાઈની ઉપયોગિતા કેનાલોના બાંધકામ અને જાળવણી માટે પર્યાપ્ત શ્રમને એકત્ર કરવાની ક્ષમતા પર નિર્ભર છે અને તેને કારણે પ્રાચીન સમયથી રાજકીય સત્તાની કેન્દ્રીકૃત વ્યવસ્થાઓ અને શહેરી વસાહતોના વિકાસ થયો છે. સમગ્ર પ્રદેશમાં ખેતીની સાથે સાથે યાયાવર પશુપાલન વિકસ્યું છે, જેમાં તંબુઓમાં વસતા પશુપાલકો ઉનાળાના સૂકા મહિનાઓમાં નદીકાંઠાના ચરિયાણો છોડીને ઘેટાંબકરાં (અને પછીથી ઊંટો)ના ધણ લઇને આર્દ્ર શિયાળાની મોસમમાં રણની ધારે મોસમી ચરિયાણ ભૂમિ તરફ જાય છે. આ પ્રદેશમાં સામાન્યપણે નિર્માણના પથ્થરો, કિંમતી ધાતુઓ અને લાકડાનો અભાવ હોવાથી દૂરદરાજના વિસ્તારોમાંથી આ ચીજોની પ્રાપ્તિ કૃષિ પેદાશોના લાંબા અંતરના વેપાર પર નિર્ભર રહી છે. પ્રદેશની દક્ષિણમાં ભેજવાળી કળણભૂમિમાં છેક પ્રાગ-ઐતિહાસિક કાળથી એક સંકુલ મત્સ્યોદ્યોગ સંસ્કૃતિ વિકસી છે, જેણે સાંસ્કૃતિક મિશ્રણમાં ઉમેરો કર્યો છે.
 
સંખ્યાબંધ કારણોસર સાંસ્કૃતિક વ્યવસ્થામાં સમયે સમયે ભંગાણ પડ્યા છે. શ્રમની માંગે સમયે સમયે વસતીમાં વધારો કર્યો છે, જેણે પર્યાવરણીય વહન ક્ષમતાની મર્યાદાઓ પર દબાણ સર્જ્યુ છે અને હવામાનની અસ્થિરતાનો ગાળો આવે તો કેન્દ્રીય સરકારનું પતન થવાની અને વસતી ઘટવાની શક્યતાઓ વધી જાય છે. વિકલ્પરૂપે, હાંસિયા પર ધકેલાયેલા પહાડી આદિવાસી જૂથો કે યાયાવર પશુપાલકોના આક્રમણ સામે લશ્કરી નિર્બળતાને કારણે વેપાર પડી ભાંગ્યો છે અને સિંચાઈ વ્યવસ્થાઓ તરફ ઉપેક્ષા સેવાઈ છે. એ જ રીતે, શહેર રાજ્યો વચ્ચે કેન્દ્રગામી વલણોનો અર્થ એવો થાય છે કે સમગ્ર પ્રદેશ પર કેન્દ્રીય સત્તા ક્ષણજીવી રહી છે અને સ્થાનિકવાદે સત્તાને છિન્નભિન્ન કરીને આદિવાસી કે નાના પ્રાદેશિક એકમોમાં વહેંચી દીધી છે. <ref>થોમ્પસન, વીલીયમ આર.(2004) "કોમ્પ્લેક્સિટી, ડિમિનિશિંગ માર્જિનલ રીટર્ન્સ એન્ડ સીરીયલ મેસોપોટેમીયન ફ્રેગમેન્ટેશન" (ખંડ 3, જર્નલ ઓફ વર્લ્ડ સીસ્ટમ્સ રીસર્ચ)</ref> આ વલણો હાલના ઇરાકમાં પણ ચાલુ રહ્યા છે.