ક્રોપ સર્કલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[Image:Crop circles Swirl.jpg|thumb|350px|right|૨૦૦૧માં [[ઇંગ્લેન્ડ]] માં બનેલું ૭૮૦ ફુટ વ્યાસ ધરાવતું ક્રોપ સર્કલ]]
'''ક્રોપ સર્કલ''' એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્યમય રીતે ખેતરમાં રચાતા કુંડાળાનેં કહેવામાં આવે છે. વિશ્વનાં ઘણાં દેશોમાં રચાતા ક્રોપ સર્કલ વિશે ઘણાં વર્ષો થયા પણં તેનેં કયારે અનેં કોણ બનાવે છે તેનું રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. ઇ.સ્.૧૯૭૬ માં જોવા મળેલા ભેદી ક્રોપ સર્કલ સતત અવનવી ડિઝાઇનં મા બનતાજ રહે છે.ઇ.સ.૧૯૮૦ માં કોલિન અન્ડ્રુસન નામના સંશોધકે આ ભેદી કુંડાળા માટે "ક્રોપ સર્કલ" શબ્દ નો ઉપયોગ કર્યો અને ત્યાર આ શબ્દ પ્રચલિત બની ગયો છે.
 
== ઇતીહાસ ==
ક્રોપ સર્કલની પ્રથમ માહિતી ૧૯૭૬માં મળી, માહીતી મુજબ એક વાર સ્થાનીક ખેડુત જયારે ખેતરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઘંઉનાં વિશાળ ખેતરમાં કેટલાક ભાગમાં ઘંઉનાં છોડ કણસલા સમેત નીચે ચોક્કસ દીશામાં વળી ગયા હતાં,લોકોએ તેનાં પર ધ્યાન આપ્યું નહીં પણ બિજા દિવસે આવીજ રીતે, પણ મોટા પ્રમાણં માં અને ઘણાં બધા ખેતરોમાં આવું બન્યું અને પછીતો આવું સતત બનતુંજ રહ્યું ૧૯૮૦ સુધીમાં તો ૧૦૦ જેટલા ક્રોપ સર્કલ બની ગયા અનેં પછી તો દર વર્ષે લગભગ ૧૦૦ ક્રોપ સર્કલ બનવા લાગ્યા. અને ૧૯૮૯માં તો હદ થઇ કુલ ૩૦૦ ક્રોપ સર્કલ બન્યા, ત્યાર બાદ આ ભેદી ક્રોપ સર્કલ યુરોપ માં પણ બન્યા ત્યારબાદ આ રહસ્યમય ક્રોપ સર્કલ [[રશિયા]], [[ન્યુ ઝિલેન્ડ]], [[તુર્કિ]] અનેં [[જાપાન]]નાં ખેતરોમાં પણ દેખાયા અને પછી [[અમેરિકા]] અને [[ઓસ્ટ્રેલિયા]] માં પણ્ દેખાયા છે.
 
== વિવિધ પેર્ટનનાં ક્રોપ સર્કલ ==