ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૭:
અંતિમ શબ્દાર્થને બાદ કરતાં બાકીના અર્થ સાથે સંમત થઈ શકાય. બાલકલાપી યુગની ગઝલો મોટે ભાગે અઠ્ઠાવીસ માત્રાના હજ્ઝ ૨૮ છંદમાં લખાતી હોવાથી, એની અર્ધપંક્તિને ચૌદ માત્રાની ગણી આવી વ્યાખ્યા અપાઈ છે, જે ભૂલભરેલી છે. આ તો ગઝલમાં વપરાતા અનેક છંદોમાંથી માત્ર એકની વાત કરાઈ છે.
‘ગુજરાતી પ્રતિનિધી ગઝલો’ના સંપાદકીય વિદ્વત્તાપૂર્ણ લેખમાં ડૉ. ચિનુ મોદી લખે છે કે ‘ગઝલ’ એ અરબી સાહિત્યસંજ્ઞા છે. આ શબ્દ ‘ગઝલ’ એ અરબી શબ્દ પરથી બન્યો છે. ‘ગઝલ’નો અર્થ છે હરણનું બચ્ચું. શ્રી ફિરાક ગોરખપુરી ‘ઉર્દૂ સાહિત્યનો ઇતિહાસ’માં આથી જ એમ નોંધે છે કે તીર ખૂંપેલા હરણની ચીસ એટલે ગઝલ. (૨૧) હકીકતમાં ‘ગઝલ’ શબ્દનો અર્થ ‘હરણનું બચ્ચું’ થતો નથી. હરણના બચ્ચા માટે ‘ગિઝાલ’ શબ્દ છે અને હરણીને ‘ગિઝાલા’ કહેવામાં આવે છે. ધ્વનિસામીપ્ય સિવાય આ બે શબ્દો વચ્ચે કોઈ સંબંધ નથી. ફિરાક ગોરખપુરીના અભિપ્રાયને કાવ્યાત્મક અભિવ્યક્તિ માનીને ચાલવું જોઈએ. એમના જેવા મહાકવિને આવી વ્યાખ્યા કરવાનો અધિકાર છે જ . પણ શાબ્દિક રીતે ‘ગજલ’ અને ‘હરણ’ ને કોઇ સંબંધ નથી, એમ માનવું જ વધુ ઉચિત છે. વ્યુત્પત્તિના નિયમો પ્રમાણે પણ ગિઝાલ કે ગિઝાલા શબ્દ પરથી ગઝલ શબ્દ બની શકે નહીં.
 
== ગઝલનો અર્થ ==
મુહમ્મદ મુસ્તફાખાન મદ્દાહ સંપાદિત ઉર્દૂ હિન્દી શબ્દકોશમાં ગઝલનો અર્થ આ પ્રમાણે આપ્યો છે
ગઝલ : (અરેબિક ) (સ્ત્રીલિંગ) :
Line ૩૪ ⟶ ૩૬:
આટલા વિવરણ પછી એટલું સમજી શકાયું હશે કે ભારતીય પરંપરામાં શ્ર્લોકની વિભાવના અરબી-ફારસીના શેરની ખૂબ નજીક બેસે છે. ફરક માત્ર રદીફ-કાફિયાની યોજનાનો છે. એમ કહી શકાય કે છંદ, રદીફ અને કાફિયાની એક દોરી પર ગૂંથેલાં અલગ અલગ પુષ્પો જેવી શેરોની પુષ્પમાળા એટલે જ ગઝલ.
 
== મિસરા :==
 
એક શેરની બે પંક્તિઓને બે મિસરા તરીકે ઓળખવામાં આવે છે. ‘મિસરા’ શબ્દનો અરબી ભાષામાં અર્થ છે, બારણાનાં કમાડમાંનું એક કમાડ. (૨૪) કેવો ઉચિત શબ્દ છે! જેમ બે કમાડ બરાબર બેસે તો દરવાજો બરાબર બંધ થાય તેમ બે મિસરા બરાબર બેસે તો શેરરૂપી દરવાજો રચાય.
Line ૫૯ ⟶ ૬૧:
ગઝલના એક મિસરામાં કોઈ એક દ્દષ્ટાંત કે પ્રતીકયોજના હોય અને એના આધારે બીજા મિસરામાં કોઈ સત્યનું પ્રતિપાદન થાય, એવું બની શકે. એક મિસરામાં કોઈ વિધાન કે દાવો હોય બીજામાં એના સમર્થન માટે કોઈ દલીલ રજૂ કરવામાં આવી હોય એમ પણ બને. કેટલીક વાર એક મિસરો કોઈ ‘પ્લેટફૉર્મ’ કે ‘રન-વે’ તૈયાર કરી આપે છે, જેના ઉપરથી બીજો મિસરો કાવ્યાત્મક ઉડ્ડયન કરે છે. બે મિસરા વચ્ચે અનેક પ્રકારનો સંબંધ હોઈ શકે, શરતમાત્ર એટલી જ રહે છે કે અન્યોન્યના આધારથી શેરને અર્થસાધકતા મળે.
 
== રદીફ :==
 
રદીફ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના ‘રદ’ શબ્દ પરથી થઈ છે. જેનો શાબ્દિક અર્થ છે ‘ફરીથી આવવું’ ‘પાછા આવવું’ (૨૫) સંગીતકાર જેમ ફરી ફરીને અંતે સમ પર આવે છે, ગાયક ફરી ફરીને જેમ મુખડા પર આવે છે એ રીતે ગઝલકાર શેરને અંતે ‘રદીફ’ પર આવે છે. રદીફનો અર્થ ઘોડા પર સવાર થયેલ ઘોડેસવારની પાછળ બેઠેલા માણસ એવો પણ કરવામાં આવ્યો છે. અર્થાત કાફિયાને ઘોડેસવાર ગણીએ તો રદીફ હંમેશા એની પાછળ બેઠેલા સાથી તરીકે હોય જ.
Line ૯૨ ⟶ ૯૪:
અહીં રદીફ ‘દે’ પહેલી પંક્તિમાં જરૂરી નથી, તો પણ લાવવામાં આવ્યો છે. તેથી એ દોષ બને છે. રદીફ સાથે જો કાફિયો પણ હોત તો આ શેર મત્લાનો શેર થઈ જાત, પણ અહીં એવું નથી. આ રીતે મત્લાના શેરો સિવાયના શેરોમાં, શેરની પ્રથમ પંક્તિના અંતે રદીફ લાવવાથી શેરનું સૌંદર્ય જોખમાય છે. આ દોષને ‘તકાબીલ રદીફ’ તરીકે ઓળખવામાં આવે છે. પત્તાની રમતમાં કસમયે પત્તાં ખોલી દેવાની નાદાની કરવા જેવા આ દોષને જાણકારો રદીફનો મોટો દોષ ગણે છે. ગઝલકારે આ દોષ બાબતે સભાન રહેવું જોઈએ.
 
== કાફિયા :==
 
કાફિયા શબ્દનો ઉદભવ અરબી શબ્દ ‘કફુ’ પરથી થયો છે, જેનો અર્થ છે પાછળ આવવા માટે તૈયાર, (૨૬) ready to follow. કાફિયા એક અસવારની માફક, પોતાની પાછળ રદીફ નામના સાથીને બેસાડીને, દરેક શેરની પાછળ આવવા તૈયાર હોય છે, એવો સંકેત આ નામકરણની પાછળ છે.
Line ૧૩૨ ⟶ ૧૩૪:
ગઝલને જો તંબૂનું રૂપક આપીએ તો કાફિયા એનો વાંસ છે. કાફિયાના યોગ્ય સંતુલન વગર ગઝલની ઇમારત ધરાશાયી થઈ જાય. કાફિયાને અનુસરવું પડે છે એ ગઝલકાર માટે એક મર્યાદા છે. આ મર્યાદામાં રહીને ગઝલકાર એકાધિક ઉત્તમ શેરોનું એક મજાનું ભાવવિશ્વ ખડું કરી દે છે એ ગઝલકારની ઉપલબ્ધિ છે. આમ, સર્જનાત્મકતાના ઉચિત સ્પર્શથી કાફિયાનું બંધન, બંધન રહેતું નથી.
રદીફ ગઝલને એકસૂત્રની અથવા એક વિષય કે વિચારની આસપાસ બાંધી રાખે છે. કાફિયા, રદીફના ખૂંટે બંધાઈને પણ વિવિધ વિષયો કે વિચારોની સફર કરી લે છે. રદીફ અને કાફિયાની આ લીલાથી આકાર ધારણ કરતી ગઝલનો આ જ રોમાંચ છે. રદીફ, કાફિયા અને છંદના બંધનમાં રહીને કશુંક નિર્બંધ તાકવું એ જ ગઝલની ઉપલબ્ધિ છે.
મત્લા :
 
== મત્લા :==
‘મત્લા’ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના શબ્દ ‘તુલુ’ પરથી થઈ છે, જે સામાન્યત : ‘સૂર્યના ઉદય થવા’ નો સંકેત કરે છે. (૨૭) આમ, ‘મત્લા’ શબ્દ ગઝલનો ઉદય થઈ રહ્યો છે, અથવા શરૂઆત થઈ રહી છે એમ સૂચવે છે. મત્લાનો અર્થ ‘આકાશ’ અથવા ‘નભોમંડળ’ જેવો પણ થઈ શકે.
ગઝલના પહેલા શેરના બંને મિસરામાં કાફિયા-રદીફની યોજના પાળવામાં આવે છે. ગઝલના આવા પહેલા શરને મત્લા કહેવામાં આવે છે. એક ગઝલમાં ઓછામાં ઓછો એક મત્લા હોય એ જરૂરી છે. ગુજરાતી ભાષામાં કેટલીક મત્લા વગરની ગઝલો જોવા મળી છે. શાસ્ત્રીય દ્દષ્ટિએ એ સ્વીકારી ન શકાય. ગઝલમાં એકથી વધુ મત્લા હોઈ શકે. સંદર્ભ ગઝલ-૩માં ત્રણ જેટલા મત્લા છે એ જોઈ શકાશે. મત્લાના શેરો ગઝલની શરૂઆતમાં જ આવે.
Line ૧૩૯ ⟶ ૧૪૧:
મત્લાના શેરથી શાયરને રદીફ-કાફિયાની કઈ યોજના અભિપ્રેત છે એનો વાચક કે શ્રોતાને ખ્યાલ આવે છે. ગઝલના રદીફ-કાફિયા મત્લાના શેરથી સ્થાપિત થાય છે. ઘણી વાર આખી ગઝલના અન્ય શેરો લખાઈ જાય છે, પરંતુ મત્લા રચી શકાતો નથી. બંને પંક્તિમાં રદીફ-કાફિયા જાળવવાના હોવાથી મત્લા શાયર માટે મોટી કસોટી બની રહે છે. વળી, મત્લાથી ગઝલનો ઉપાડ થતો હોવાથી એ શેર સારો હોય, ચોટદાર હોય, પ્રભાવશાળી હોય એવી અપેક્ષા પણ રહે છે.
 
== મક્તા અને તખલ્લુસ :==
 
મક્તા સંજ્ઞા મૂળ અરબી શબ્દ ‘કત્અ’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે, કાપીને પૂરું કરવું, અટકવું. (૨૮) અર્થાત્ જે શેર પર ગઝલ પૂરી થાય એ શેરને મક્તા કહે છે.
Line ૧૫૫ ⟶ ૧૫૭:
‘ર’ નિરંતર ‘મેશ’ માં સબડે અનેસૂર્ય પણ નીકળે તો કાળા નીકળે
 
== ફર્દ :==
 
શાયરો કેટલાક એવા છૂટા શેર રચી નાખે છે, જેને પૂરી ગઝલનું સ્વરૂપ આપી શકાતું નથી. આવા શેરોને ‘ફર્દ’ અથવા છૂટા શેરો સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. મોટા ભાગે જરૂરી સંખ્યામાં કાફિયા ન મળે ત્યારે અથવા આખી ગઝલમાં એકાદ શેર જ સારો લખાયો હોય ત્યારે વિવેકયુક્ત શાયર નબળા શેરોને રદ કરી માત્ર એક છૂટો શેર ‘ફર્દ’ તરીકે પ્રગટ કરે છે.
 
== કત્આ :==
 
આમ તો બે મિસરાનો બનેલો એક શેર એ જ ગઝલકારનું પટાંગણ છે. એણે જે કોઈ વાત કહેવી હોય તે એક જ શેરમાં સંપૂર્ણ થવી જોઈએ. પરંતુ અપવાદરૂપે કોઈક વાર વિચાર દીર્ધસૂત્રી હોય ત્યારે શેર બે ને બદલે ચાર, છ કે આઠ પંક્તિ સુધી લંબાવી શકે છે. જ્યારે એક વિચાર એકથી વધુ શેરમાં સળંગ ફેલાયેલો હોય, એવા શેરોના સમૂહને કત્આ કહેવામાં આવે છે. કત્આ ગઝલથી અલગ પણ રજૂ કરી શકાય. કત્આની બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી પંક્તિમાં રદીફ-કાફિયા જાળવવા અનિવાર્ય છે. ગુજરાતીમાં કત્આનું ચલણ ઓછું છે. ઉર્દૂમાંથી પણ કત્આની પરંપરા લુપ્ત થઈ રહી છે. મુશાયરામાં ગઝલ રજૂ કરતાં પહેલાં કેટલીક વાર વાતાવરણ જમાવવા માટે શાયર બે શેરનું ‘મુક્તક’ રજૂ કરે છે. ‘મુક્તક’ સંસ્કૃત પરંપરાનો શબ્દ છે. ચાર પંક્તિનું આ ‘મુક્તક’ કત્આના નિયમો જાળવતું હોવાથી એને ‘કત્આ’ કહીને રજૂ કરી શકાય. ચાર પંક્તિના ‘કત્આ’માં બીજી અને ચોથી પંક્તિમાં રદીફ-કાફિયા અનિવાર્ય ગણાય. પહેલી પંક્તિમાં પણ રદીફ-કાફિયા હોય તો શોભા વધે. ‘કત્આ’ ગઝલના છંદોમાં લખાય છે. (અને એ રીતે રુબાઈથી ભિન્ન છે.)
 
== રુબાઈ :==
રુબાઈનો અર્થ છે ચાર પંક્તિની કવિતા. રુબાઈમાં પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં રદીફ-કાફિયાની યોજના સાચવવામાં આવે છે. રુબાઈના છંદો ગઝલના છંદો કરતા જુદા છે. રુબાઈના છંદોમાં એક ગુરુ પછી ષટ્કલોનાં ત્રણ આવર્તનો હોય છે. ૨૦ કે ૨૧ માત્રાના છંદોના રુબાઈ લખી શકાય છે. રુબાઈના ૧૨-૧૨- છંદોનાં બે જૂથ પાડવામાં આવ્યાં છે. એક રુબાઈની ચાર પંક્તિ એક જૂથના કોઈ પણ ચાર અલગ અલગ છંદોમાં પણ લખી શકાય. આમ, રુબાઈની ચાર પંક્તિઓ છંદની દ્દષ્ટિએ અલગ અલગ હોઈ શકે, પણ એના વિશિષ્ટ બંધારણને કારણે લય અને તાલની દ્દષ્ટિએ એકરૂપ લાગે છે.
 
== ગઝલના બાહ્યસ્વરૂપનું સંક્ષિપ્ત વિવરણ :==
 
ગઝલનો મૂળભૂત એકમ શેર છે. એક ગઝલ ત્રણ કે તેથી વધુ શેરોની બનેલી જોવા મળે છે. એક ગઝલના શેરો એક જ સરીખા રદીફ, એક જ પ્રકારના કાફિયા અને એક જ છંદથી જોડાયેલા હોય છે. એક શેરની બે પંક્તિઓને બે મિસરા કહે છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે, જેના બંને મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. મત્લામાં સ્થાપિત કરેલ રદીફ-કાફિયાની યોજના ત્યાર બાદ આખી ગઝલમાં નિભાવવી પડે છે. મત્લા એકથી વધુ હોઈ શકે. મત્લા સિવાયના શેરોમાં પ્રથમ મિસરામાં રદીફ હોતા નથી. બીજા મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. દરેક શેરના અંતે કોઈ પરિવર્તન વગર અચૂક આવતાં શબ્દ કે શબ્દસમૂહને રદીફ કહે છે. રદીફ ગમે તેટલો લાંબો કે ટૂંકો હોઈ શકે. ગઝલ રદીફ વિનાની પણ હોઈ શકે. રદીફ કરતાં આગળ આવતા પ્રાસના શબ્દને કાફિયા કહેવામાં આવે છે, કાફિયા તરીકે વપરાતા શબ્દોમાં પાછળનો અમુક શબ્દાંશ એકસરખો હોય છે, જેને કાફિયાનો આધાર કહે છે. આખી ગઝલમાં કાફિયાનો આધાર એકસરખો રહેવો જોઈએ.
ગઝલના અંતિમ શેરમાં કેટલીક વાર શાયર પોતાનું તખલ્લુસ વણી લે છે. આ શેરને ‘મક્તા’નો શેર કહે છે.
 
[[શ્રેણી:સાહિત્ય]]
[[શ્રેણી:સંગીત]]
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ