વિનોબા ભાવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો
લીટી ૨૨:
 
[[ચિત્ર:Vinoba stamp.jpg|200px|thumb|right|વિનોબાજીની સ્મૃતિમાં બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટ]]
[[મહારાષ્ટ્ર]] રાજ્યના કોંકણ ક્ષેત્રમાં એક ગામ આવેલું છે, ગાગોદા. આ ગામમાં રહેતા ચિતપાવન બ્રાહ્મણ નરહરિ ભાવે કે જે [[ગણિત]]ના પ્રેમી, વૈજ્ઞાનિક સૂઝબૂઝ વાળા તથા [[રસાયણ વિજ્ઞાન]]માં અધિક રુચિ ધરાવતા હતા. એ સમયમાં મોટા ભાગના રંગો બહારના દેશોમાંથી આયાત કરવા પડતા હતા. નરહરિ ભાવે રાત-દિવસ રંગોની શોધના કાર્યમાં લાગેલા રહેતા. એમને બસ એક જ ધુન હતી કે ભારતને આ મામલે આત્મનિર્ભર બનાવવું જોઇએ. એમની પત્ની રુક્મિણી બાઈ વિદુષી મહિલા હતી. ઉદાર-ચિત્ત, આઠે પહોર ભક્તિ-ભાવમાં ડૂબેલી રહેતી. આની અસર એમના દૈનિક કાર્ય પર પણ પડતી હતી. મન ક્યાંય બીજી તરફ રમતું રહેતું જેથી ક્યારેક શાકમાં મીઠું ઓછું પડી જતું, તો ક્યારેક વધારે. ક્યારેક દાળના વઘારમાં હીંગ નાખવાનું ભૂલી જવાતું તો ક્યારેક વઘાર કર્યા વગર જ દાળ પીરસવામાં આવતી. આખું ઘર ભક્તિ રસમાં તરબોળ રહેતું હતું. જેના કારણે આ પ્રકારની નાની-મોટી વાતો પ્રત્યે કોઈનું ધ્યાન જ ન જતું હતું. આવા સાત્વિક વાતાવરણમાં સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૫ના દિવસે વિનોબાનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ વિનાયક પાડવામાં આવ્યું હતું. એમની માતા એમને પ્યારથી વિન્યા કહીને બોલાવતી. વિનોબા ઉપરાંત રુક્મિણી બાઈને બે અન્ય પુત્રો હતા. વાલ્કોબા અને શિવાજી. વિનાયક કરતાં વાલ્કોબા નાના હતા, જ્યારે શિવાજી સૌથી નાના હતા. વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં નામની પાછળ ‘બા’ લગાડવાનું જે ચલણ છે, તેના અનુસાર. તુકોબા, વિઠોબા અને વિનોબા.
 
માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો. એમનું મન પણ હંમેશાં અધ્યાત્મ ચિંતનમાં લીન રહેતું. ન એમને ખાવા-પીવાની સુધ રહેતી કે ન તો સ્વાદની ખાસ પહેચાન રહેતી. માતા જેવું પણ પીરસતી, ચુપચાપ ખાઈ લેતા. રુક્મિણી બાઈનું ગળૂં ખુબ જ મધુર હતું. ભજન સાંભળતાં સાંભળતા તેણી એમાં ડૂબી જતાં. ગાતા ત્યારે ભાવ-વિભોર થઈને, સમગ્ર વાતાવરણમાં ભક્તિ-સલિલા પ્રવાહિત થવા લાગતી. રામાયણની ચોપાઇઓ તેણી મધુર ભાવથી ગાતી, ત્યારે એવું લાગતું કે માતા શારદા ગણગણી રહી હોય. વિનોબાને અધ્યાત્મના સંસ્કાર આપવામાં, ભક્તિ-વેદાંત તરફ લઈ જવામાં, બચપણમાં એમના મનમાં સંન્યાસ તથા વૈરાગ્યની પ્રેરણા જગાડવામાં એમની માતા રુક્મિણી બાઈનું મહત્વનું યોગદાન હતું. બાળક વિનાયકને માતા-પિતા બન્નેના સંસ્કાર મળ્યા. ગણિતની સૂઝ-બૂઝ તથા તર્ક-સામર્થ્ય, વિજ્ઞાન પ્રતિ ગહન અનુરાગ, પરંપરા પ્રતિ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને તમામ પ્રકારના પૂર્વાગ્રહોથી અલગ હટીને વિચારવાની કળા એમને પિતાજી તરફથી પ્રાપ્ત થઈ હતી.
 
== બાહ્ય કડીઓ ==