સાબુદાણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Reverted edits by Vyaspranav (talk) to last revision by સતિષચંદ્ર
લીટી ૧:
'''સાબુદાણા''' એક ખાદ્ય પદાર્થ છે. સાબુદાણા નાના નાના મોતી જેવા દેખાવવાળા, ગોળ આકારના તેમ જ સફેદ રંગના હોય છે. સાબુદાણા સેગો ([[Sago]]) પામ નામના ઝાડ રસમાંથી બને છે. રાંધ્યા પછી નરમ, હલ્કા પારદર્શી અને ગાદી જેવા પોચા થઇ જાય છે.
'''સાબુદાણા''' એક ખાદ્ય પદાર્થ છે. સાબુદાણા નાના નાના મોતી જેવા દેખાવવાળા, ગોળ આકારના તેમ જ સફેદ રંગના હોય છે. તાડ જેવા સાગુ નામના ઝાડના થડના ગરના બનાવેલા દૂધિયા કણ. સાગુ મલય શબ્દ છે. સાબુચોખાના ઝાડને અંગ્રેજીમાં મેટોઝિલન સેગો કહે છે. ખજૂરિયાની જાતના સાગુ નામના ઝાડના થડમાંથી સેગો કે સાબુચોખા નીકળે છે. તે ગોળ થડવાળું ૩૦ થી ૪૦ ફૂટ ઊંચું ઝાડ થાય છે. તે મલાયાનું મૂળ વતની છે. પોચી, રેતાળ, ઊંડા દળની, ભીનાશ સમાવતી એટલે ભેજવાળી સપાટ જમીનમાં આ ઝાડ થાય છે. આ ઝાડની ઉમર ૧૫ થી ૨૦ વરસની છે. તેમાં ફૂલ અને ફળ આવે છે અને પાન તરત સુકાઈ ને મરી જાય છે. બેથી ત્રણ વરસે તેનાં બી પાકે છે. તેમાં ઉગવાની શક્તિ હોતી નથી. નવા રોપાં તેનાં થડ પાસેથી નીકળતાં પીલા વાવવાથી થાય છે. ૧૫ કે ૨૦ વરસે જ્યારે તેમાં ફૂલ આવે ત્યારે તે તાડને કુહાડેથી કાપી નાખે છે. તે વખતે તેના થડના વચલા ભાગમાં સાબુચોખા બનાવવાનો પદાર્થ થયેલો હોય છે. થડના ચાર ફૂટના કટકા કરે છે. તેને વળી ઊભા ફાડી નાખવામાં આવે છે. તેમાંથી સાબુચોખાવાળો પદાર્થ જુદો કાઢી લે છે અને તેનો ભૂકો કરવામાં આવે છે. પછી પાણી સાથે તેને ભેળવી તે પાણી આછરવા દે છે. એટલે તળિયામાં તપખીર જેવો પદાર્થ જામે છે ને ઉપરનું પાણી ફેંકી દે છે. બાદ ગાળી લઈ સૂકવે છે. તેને સેગોમીલ કહે છે. તેમાંથી દાણા બનાવવા માટે ફરી તેને પાણી સાથે ભેળવી ઘઉંના લોટ જેવી કણક બાંધે છે. અને બારીક ચારણીમાં તેને ચાળે છે. એટલે તેની બારીક ગોળીઓ થાય છે. તેને ચૂલા ઉપર તવામાં નાખી હવા ઉડાડે છે અગર તાપમાં સૂકવે છે. જુદા જુદા દેશની સાબુચોખા કરવાની રીત જુદી હોય છે. સાબુચોખા પાચક અને પૌષ્ટિક છે. તેની દૂધમાં કાંજી કરી દરદીને પિવડાવવામાં આવે છે.
ભારત દેશમાં એનો ઉપયોગ પાપડ-પાપડી, ખીર અને ખિચડી જેવી વાનગીઓ બનાવવા માટે થાય છે. ગુજરાત રાજ્યમાં સાબુદાણાની વાનગીઓનો ઉપયોગ ઉપવાસ દરમિયાન ફરાળ તરીકે કરવામાં આવે છે. સૂપ તેમ જ અન્ય વાનગીઓને રબડીની જેમ ઘાટી કરવા માટે પણ સાબુદાણાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખાદી કે સુતરાઉ કપડાંને કડક રાખવા માટે સાબુદાણાની કાંજીનો ઉપયોગ કરવામાં આવે છે.
[[ભારત]] દેશમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલાં તામિલનાડુ રાજ્યમાં [[સેલમ]] ખાતે કરવામાં આવ્યું હતું. લગભગ ૧૯૪૩-૪૪માં ભારત દેશમાં સાબુદાણાનું ઉત્પાદન કુટિર ઉદ્યોગ(લઘુ ઉદ્યોગ)ના રુપે થઇ હતી. એમાં પહેલાં ટેપિયોકા (tapioca)નાં મૂળિયાંને મસળીને એના દુધને અલગ કરી જામી જાય (સુકાય જાય) ત્યાં સુધી રાખવામાં આવતું હતું. પછી એની નાની નાની ગોળીઓ બનાવી શેકવામાં આવતી હતી.